
રાજકુમાર યાદવ થઈ ગયાં રાજકુમાર રાવ
મુંબઈ, 21 નવેમ્બર : અભિનેતા રાજકુમાર યાદવે પ્રથમ તો પોતાના નામમાંથી ઉપનામ યાદવ હટાવી દીધુ હતું અને હવે તેમણે પોતાનુ ઉપનામ રાવ રાખી લીધુ છે. હવે તેઓ રાજકુમાર યાદવમાંથી રાજકુમાર રાવ થઈ ગયાં છે.
સત્યઘટના પર આધારિત શાહિદ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રાજકુમાર યાદવ એટલે કે હવે રાજકુમાર રાવે આઈએએનએસને જણાવ્યું - મારા માતા ઇચ્છતા હતાં કે હું પોતાના નામ સાથે રાવ સરનેમ જ લગાવું. આ મુદ્દે તેમણે હઠ પકડી લીધી હતી. મેં પણ વિચાર્યું કે કેમ ન આવુ કરીને જોઈ લઇએ.
રાજકુમારે જણાવ્યું - હકીકતમાં હું હંમેશાથી સરેનમ રાવ જ લગાવવા માંગતો હતો. હરિયાણામાં રાવ અને યાદવ એક જ સરનેમ ગણાય છે. મેં વિચાર્યું કે જ્યારે તમે પોતાના નામમાં એક વધારાનો અક્ષર જોડી શકો છો, તો રાવ ઉપનામ રાખવા માટે પણ આ યોગ્ય સમય છે. રાજકુમારે લવ સેક્સ ઔર ધોખા તથા કાઇ પો છે જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.