• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ત્રેસઠી ‘થલાઇવા ધ બૉસ’ : દુર્યોધન ટુ શિવાજી!

|

મુંબઈ, 12 ડિસેમ્બર : 12મી ડિસેમ્બર, 1950ના રોજ જન્મેલ શિવાજી રાવ ગાયકવાડ ઉર્ફે રજનીકાંતનો આજે 63મો જન્મ દિવસ છે અને આ પ્રસંગે દેશના ખૂણા-ખૂણામાંથી તેમના ફૅન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. તેમના ફૅન્સની સંખ્યાની ગણતરી કરવી મુશ્કેલ જ નહીં, પણ અશક્ય છે. રજનીકાંત નામે જાણીતા થયેલ જોક્સ પણ રજનીને હરહંમેશ ફૅન્સ વચ્ચે મોજૂદ રાખે છે. આ જોક્સ અંગે પણ ભાગ્યે જ કોઈ અજાણ હશે.

સાઉથના સુપર સ્ટાર તરીકે સ્થાપિત રજનીકાંતને જોકે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અવગણી નથી શકતી. એટલે જ તો બૉલીવુડના કિંગ ખાને જ્યારે ચેન્નઈ એક્સપ્રેસ જેવી સાઉથ આધારિત ફિલ્મમાં કામ કર્યું, ત્યારે રજનીકાંતને લુંગી ડાન્સ... જેવા ખાસ ગીત દ્વારા ખાસ યાદ કરવાનું ચૂક્યાં નહીં.

એક સામાન્ય બસ કન્ડક્ટરથી પોતાની આજીવિકા શરૂ કરનાર રજનીકાંતનું કામ આજે પણ સતત ચાલુ છે. લોકો તેમની ફિલ્મોનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરે છે. માત્ર તામિળ સિનેમા જ નહીં, પણ હિન્દી સિનેમામાં પણ રજનીની ફિલ્મોનો બોલબાલો રહ્યો. તેમની સિગરેટ પીવાની સ્ટાઇલ તેમજ દુશ્મનોનો ધોવાની રીત આજે પણ લોકોને રોમાંચિત કરે છે.

એ તો સૌ જાણે છે કે રજનીકાંતે એક્ટર તરીકે પોતાના કૅરિયરની શરુઆત તામિળ ફિલ્મ અપૂર્વ રાગાંગલથી કરી હતી, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે રજનીકાંતે ફિલ્મી કૅરિયર ભલે અપૂર્વ રાગાંગલથી કરી હોય, પરંતુ તેમની અભિનય યાત્રા તો 1973માં રંગભૂમિ ઉપરથી શરૂ થઈ ચુકી હતી. રજનીકાંતે દુર્યોધન નાટકમાં શાનદાર અભિનય કરી પોતાના સુંદર ભવિષ્યનો પાયો નાંખ્યો હતો. દુર્યોધન નાટકથી શરુઆત કરનાર રજનીકાંતની છેલ્લી ફિલ્મ શિવાજી 3ડી હતી. જોકે આગામી વર્ષે તેમની મહત્વની ફિલ્મો કોચાદઇયાં આવવાની છે કે જેમાં દીપિકા પાદુકોણે તેમની સાથે છે.

અપૂર્વ રાગાંગલ ફિલ્મમાં કમલ હસને પણ એક્ટિંગ કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક હતાં બાલચંદર. આ ફિલ્મમાં રજનીને ખૂબ જ નાનકડું પાત્ર અપાયુ હતું. આ ફિલ્મ બેસ્ટ તામિળ ફિલ્મ તરીકે નૉમિનેટ કરાઈ હતી અને ફિલ્મે તે ઍવૉર્ડ પણ જીત્યો હતો. રજનીકાંત બાલચંદરને કાયમ પોતાના મેંટર ગણતા રહ્યાં. બૉલીવુડમાં રજનીકાંતે અંધા કાનૂન વડે એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની પણ હતાં. આ ફિલ્મ હિટ રહી હતી. પછી રજનીકાંતે હમ ફિલ્મમાં કામ કર્યું કે જે પણ હિટ રહી.

માર્ચ-2011માં રજનીકાંતે આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તે સમય ટીવી ચૅનલ્સ દ્વારા કરાયેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે રજનીકાંત ડેડ ઉપર સૌથી વધારે સર્ચ કરાતું ટર્મ તેમજ ટ્વિટર પર સૌથી ટોચનો ટ્રેંડ હતો. આરોગ્ય કથળ્યા છતાં રજનીકાંત 2011માં જ રિલીઝ થયેલ શાહરુખ ખાનની ફિલ્મ રા.વનમાં દેખાયાં અને તે અગાઉ 2010માં તેમની ઐશ્વર્યા રાય સાથેની ફિલ્મ રોબોટ પણ રિલીઝ થઈ હતી. રોબોટ રજનીની તામિળ ફિક્શન ફિલ્મ એંથિરનનું હિન્દી વર્ઝન હતી.

આવો આપને રજનીકાંતની ટોચની ફિલ્મોની તસવીરો સાથે બતાવીએ તમની સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો.

દુર્યોધન ટુ શિવાજી 3ડી

દુર્યોધન ટુ શિવાજી 3ડી

રજનીકાંતે ફિલ્મી કૅરિયર ભલે 1975માં અપૂર્વ રાગાંગલથી કર્યુ હોય, પરંતુ તેમનું અભિનય કૅરિયર 1973માં દુર્યોધન નાટક સાથે શરૂ થઈ ચુક્યુ હતું.

શિવાજી

શિવાજી

2007માં રિલીઝ થયેલ ફિલ્મ શિવાજી એક પૉલિટિકલ થ્રિલર ફિલ્મ હતી. તેનું દિગ્દર્શન એસ. શંકર અને નિર્માણ એવીએમ પ્રોડક્શન્સે કર્યુ હતું. રજની અને શ્રિયા સરન મુખ્ય ભૂમિકામાં હતાં.

એંથિરન (રોબોટ)

એંથિરન (રોબોટ)

એંથિરન 2010માં રિલીઝ થયેલ એક હિટ તામિળ ફિક્શન ફિલ્મ હતી. હિન્દીમાં તેને રોબોટ તરીકે બનાવાઈ. તેમાં રજનીકાંતે ડબલ રોલ કર્યો. ઐશ્વર્યા રાય પણ મુખ્ય રોલમાં હતાં.

કોચાદઇયાં

કોચાદઇયાં

કોચાદઇયાં ફિલ્મ રજનીકાંતની આગામી પીરિયર તામિળ ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન સૌંદર્ય આર. અશ્વિને કર્યું છે તથા લેખક છે કે. એસ. રવિકુમાર. સંગીત એ. આર. રહેમાનનું છે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થનાર છે અને તેમાં હીરોઇન દીપિકા પાદુકોણે છે.

રા.વન

રા.વન

2011માં રિલીઝ થયેલ શાહરુખની ફિલ્મ રા.વનમાં રજનીકાંત દેખાય હતાં. અનુભવ સિન્હા દિગ્દર્શિત ફિલ્મમાં કરીના કપૂર, અરમાન વર્મા તેમજ અર્જુન રામપાલ પણ હતાં.

રાણા

રાણા

રજનીકાંતની એક ઐતિહાસિક ફિલ્મ છે રાણા કે જે શીઘ્ર રિલીઝ થનાર છે. કે. એસ. રવિશંકર દિગ્દર્શિત ફિલ્મમાં દીપિકા પાદુકોણે પણ છે.

ચંદ્રમુખી

ચંદ્રમુખી

2006માં આવેલ ફિલ્મ ચંદ્રમુખી એક કૉમેડી હૉરર ફિલ્મ હતી. તેનું દિગ્દર્શન પી. બાસુએ કર્યુ હતું.

મુથુ

મુથુ

1995માં રિલીઝ તામિળ ફિલ્મ મુથુમાં રજનીકાંત, મીના રઘુવરન તથા શરથ બાબૂએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બાશા

બાશા

1995માં જ રિલીઝ થયેલ તામિળ ફિલ્મ બાશા એક એક્શન ડ્રામા ફિલ્મ હતી. તેનું દિગ્દર્શન સુરેશ કૃષ્ણાએ કર્યુ હતું.

થાલપથી

થાલપથી

થાલપથી ફિલ્મ 1991માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન મણિરત્નમે તથા નિર્માણ જી. વેંકટેશ્વરમે કર્યુ હતું.

પદયપ્પા

પદયપ્પા

1999માં રિલીઝ થયેલ તામિળ રોમાન્ટિક ફિલ્મ પદયપ્પામાં રજનીકાંત સાથે સૌંદર્યા તેમજ રમયા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં હતાં.

કુસેલન

કુસેલન

2008માં રિલીઝ થયેલ તામિળ ડ્રામા ફિલ્મ કુસેલનનું નિર્માણ પી. બાસુએ કર્યુ હતું.

મણિથન

મણિથન

1987માં રિલીઝ થયેલ ફિલ્મ મણિથનનું દિગ્દર્શન એસ. પી. મુથુરમને કર્યુ હતું.

બાબા

બાબા

બાબા ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી. આ તામિળ ફૅન્ટેસી એક્શન ફિલ્મ હતી.

થિલૂ મુલૂ

થિલૂ મુલૂ

થિલૂ મુલૂ ફિલ્મ 1981માં રિલીઝ થયેલ એક તામિળ કૉમેડી ફિલ્મ હતી. તેમાં રજનીકાંત તથા માધવી મુખ્ય રોલમાં હતાં.

અન્નામલાઈ

અન્નામલાઈ

અન્નામલાઈ ફિલ્મ 1992માં રિલીઝ થઈ કે જેનું દિગ્દર્શન સુરેશ કૃષ્ણાએ કર્યુ હતું.

માપ્પલાઈ

માપ્પલાઈ

માપ્પલાઈ ફિલ્મ 1989માં રિલીઝ થયેલ એક તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન રાજાશેખરે કર્યુ હતું.

વીરા એક લવ કૉમેડી

વીરા એક લવ કૉમેડી

વીરા એક લવ કૉમેડી તામિળ ફિલ્મ હતી કે જે બૉક્સ ઑફિસે પૂરા 150 દિવસ ચાલી હતી.

પોલાધવન

પોલાધવન

પોલાધવન ફિલ્મ 1980માં રિલીઝ થયેલ એક તામિળ ફિલ્મ હતી.

અરુણાંચલમ્

અરુણાંચલમ્

1997માં રિલીઝ થયેલ અરુણાંચલમ્ ફિલ્મ એક તામિળ એક્શન કૉમેડી ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન સુંદર સી.એ કર્યુ હતું.

હમ

હમ

1991માં રિલીઝ થયેલ ફિલ્મ હમમાં પણ રજનીકાંતે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતું.

મરટ્ટૂ કલાઈ

મરટ્ટૂ કલાઈ

મુરટ્ટૂ કલાઈ ફિલ્મ 1980માં રિલીઝ થઈ હતી. એવીએમ પ્રોડક્શન્સે આ ફિલ્મ બનાવી હતી.

મુંડરૂ મુડીચૂ

મુંડરૂ મુડીચૂ

મુંડરૂ મુડીચૂ 1970માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન બાલચંદરે કર્યુ હતું.

રાજથી રાજા

રાજથી રાજા

રાજથી રાજા તામિળ ફિલ્મ હતી કે જે 1989માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 175 દિવસ ચાલી હતી.

અપૂર્વ રાગાંગલ

અપૂર્વ રાગાંગલ

અપૂર્વા રાગાંગલ ફિલ્મ 1975માં રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન કે. બાલચંદરે કર્યુ હતું.

મુલુમ માલારમ

મુલુમ માલારમ

મુલુમ માલારમ એક તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન જે. મહેન્દ્રને કર્યુ હતું.

ધર્માથિલન થલાઇવન

ધર્માથિલન થલાઇવન

ધર્માથિન થલાઇવન ફિલ્મ 1998માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન.

માવીરન

માવીરન

માવીરન રજનીકાંતની એવી પ્રથમ તામિળ ફિલ્મ હતી કે જે 70 એમએમના હાઈ રિઝૉલ્યુશનમાં બની હતી.

વ્યાથિનીલી

વ્યાથિનીલી

વ્યાથિનીલી 1977માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં ભારથીરાજા.

મનન

મનન

1992માં રિલીઝ તામિળ ફિલ્મ મનનમાં રજનીકાંત સાથે વિજયાશાંતિ તથા ખુશબૂ પણ હતાં.

પનાક્કરન

પનાક્કરન

1990માં રલીઝ થયેલ તામિળ ફિલ્મ પનાક્કરનમાં રજની સાથે ગૌતમી હતાં.

નિનાઇથલે ઇનીક્કુમ

નિનાઇથલે ઇનીક્કુમ

નિનાઇથલે ઇનીક્કુમ ફિલ્મ 1979માં રિલીઝ થયેલ ડ્રામા ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં કે. બાલચંદર.

વેલાઇકરન

વેલાઇકરન

વેલાઇકરન તામિળ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું. એસ. પી. મુથુરમને. રજની સાથે શરથ બાબૂ અને અમલા પણ હતાં.

અંધા કાનૂન

અંધા કાનૂન

1983માં રિલીઝ થયેલ અંધા કાનૂન ફિલ્મમાં રજનીકાંત સાથે હેમા માલિની અને અમિતાભ બચ્ચન પણ હતાં.

બિલ્લા

બિલ્લા

1980માં રિલીઝ થયેલ ફિલ્મ બિલ્લા એક તામિળ એક્શન થ્રિલર ફિલ્મ હતી.

રધુવેન્દ્ર

રધુવેન્દ્ર

શ્રી રઘુવેન્દ્ર ફિલ્મ 1985માં રિલીઝ થઈ હતી. તે રજનીકાંની 100મી ફિલ્મ હતી.

ગુરુ શિષ્ય

ગુરુ શિષ્ય

1988માં આવેલ ફિલ્મ ગુરુ શિષ્ય એક કૉમેડી ફિલ્મ હતી. તેના દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન.

થામ્બીક્કુ એંથા ઉરુ

થામ્બીક્કુ એંથા ઉરુ

1984માં રિલીઝ થામ્બીક્કુ એંથા ઉરુનું દિગ્દર્શન રાજાશેખરે કર્યુ હતું.

આર્યા

આર્યા

આર્યા ફિલ્મ 7મી મે, 2007ના રોજ રિલીઝ થઈ હતી. દિગ્દર્શક હતાં સુકુમાર.

ચાલબાઝ

ચાલબાઝ

1989માં રિલીઝ બૉલીવુડ ફિલ્મ ચાલબાજમાં રજનીએ સન્ની દેઓલ, શ્રીદેવી તેમજ અનુપમ ખેર સાથે કામ કર્યુ હતું.

યેજમાન

યેજમાન

યેજમાન ફિલ્મ એક તામિળ રોમાન્ટિક ફિલ્મ હતી. તેના દિગ્દર્શક હતાં આર. વી. ઉદયકુમાર.

ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. તેમાં રેખા પણ હતાં. દિગ્દર્શક રમેશ સિપ્પી હતાં.

અન્થુલેની

અન્થુલેની

અન્થુલેની ફિલ્મ 1976માં રિલીઝ થયેલ તેલુગુ ફિલ્મ હતી. કે. બાલચંદર દિગ્દર્શિત ફિલ્મમાં જયાપ્રદા પણ હતાં.

નેત્રી કન

નેત્રી કન

નેત્રી કન એક તામિળ ફિલ્મ હતી. દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન.

અવરગલ

અવરગલ

1977માં રિલીઝ થયેલ તામિળ ફિલ્મ અવરગલનું દિગ્દર્શન કે. બાલચંદરે કર્યુ હતું.

ઇલામાઈ ઊંજલ અદૂકિરાથૂ

ઇલામાઈ ઊંજલ અદૂકિરાથૂ

ઇલામાઈ ઊંજલ અદૂકિરાથૂ 1978માં રિલીઝ થયેલ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન સી. વી. શ્રીધરે કર્યુ હતું.

મુંડરૂ મુગમ

મુંડરૂ મુગમ

મુંડરૂ મુગમ ફિલ્મમાં રજનીકાંત ટ્રિપલ રોલમાં હતાં. આ ફિલ્મ 150 દિવસ ચાલી હતી.

વ્યાસુ પિલીચિંદી

વ્યાસુ પિલીચિંદી

વ્યાસુ પિલીચિંદી ફિલ્મ 1978માં રિલીઝ થયેલ તેલગુ ફિલ્મ હતી. સી. વી. શ્રીધર દિગ્દર્શિત ફિલ્મમાં કમલ હસન તથા સુપ્રિયા પણ હતાં.

ભૂવના ઓરુ કેલવી કરુ

ભૂવના ઓરુ કેલવી કરુ

ભૂવના ઓરુ કેલવી કરુ ફિલ્મના દિગ્દર્શક હતાં એસ. પી. મુથુરમન. આ તામિળ ફિલ્મ હતી.

બલ્ડ સ્ટોન

બલ્ડ સ્ટોન

બલ્ડ સ્ટોન એક અમેરિકન મિસ્ટ્રી ફિલ્મ હતી કે જે 1988માં રિલીઝ થઈ હતી.

ઠંગા મનન

ઠંગા મનન

ઠંગા મનન એક તામિળ ફિલ્મ હતી કે જેનું દિગ્દર્શન કર્યુ હતું એ. જગન્નાથને. તેમાં રજનીકાંત સાથે પૂર્ણિમા મુખ્ય રોલમાં હતાં.

ગિરફ્તાર

ગિરફ્તાર

1985માં આવેલ ફિલ્મ ગિરફ્તારમાં રજનીકાંતે અમિતાભ બચ્ચન અને કમલ હસન સાથે કામ કર્યુ હતું.

English summary
Rajinikanth has completed 63 years of his life. Rajini is an Indian Film actor, born in 12 December 1950. He made his debut as an actor with Tamil Film Apoorva Raagangal. This film has been awarded with a national award in 1975. He has worked in some hit Bollywood movies also.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more