ચારુ અસોપાના આરોપોથી ભડક્યો રાજીવ સેન, કહ્યુ - હું એને આ અપમાન માટે ક્યારેય માફ નહિ કરુ
હવે રાજીવે કેટલીક એવી વાતોનો ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.
મુંબઈઃ સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને તેની ભાભી ચારુ અસોપા વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યુ. રાજીવ અને ચારુ બંને એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે. હજુ હાલમાં જ રાજીવ સેન અને ચારુ અસોપાએ સાથે મળીને તેમની પુત્રી ઝિયાનાનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. દીકરીના જન્મદિવસની પાર્ટીમાં સુષ્મિતા સેન સિવાય આખો પરિવાર હાજર હતો. હવે તેના એક દિવસ બાદ રાજીવ સેને પોતાની પત્ની ચારુ પર ઘણા મોટા આરોપ લગાવ્યા છે. ત્યારબાદ હવે રાજીવે કેટલીક એવી વાતોનો ખુલાસો કર્યો છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો.

દીકરીનો બર્થડે મનાવ્યો
રાજીવ સેન અને ચારુ અસોપા વચ્ચેના સંબંધમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. લોકોને સમજાતુ નથી કે બંને વચ્ચે શું ચાલી રહ્યુ છે. બંને સતત એકબીજા પર અનેક રીતે આરોપો લગાવી રહ્યાં છે. હવે બંનેએ તેમની પુત્રી ઝિયાના વિશે વિચારવાનુ પણ છોડી દીધુ છે. બંને એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ચારુ અસોપાએ તેના પતિ વિશે કહ્યુ હતુ કે પ્રેગ્નન્સી સમયે રાજીવે તેની સાથે છેતરપિંડી કરી હતી. તે સમયે રાજીવનુ અન્ય મહિલા સાથે અફેર હતુ.

'ઝઘડો ઉકેલવાના બદલે રાજીવ હંમેશા ઘર છોડીને ભાગી જતો'
ચારુ અસોપાએ તેના પતિ રાજીવ સેન પર ઘરેલુ હિંસા અને તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેની સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેણે એમ પણ કહ્યુ- રાજીવે મને બ્લૉક કરી દીધો છે. તે મારી વાત પણ સાંભળતો નથી. હવે હું મારી પુત્રી સાથે મૂવ ઑન કરવા માંગુ છુ. મારો સંબંધ હવે મજાક બની ગયો છે. હું નેશનલ મજાક બની ગઈ છુ. ચારુએ કહ્યુ કે અમારી વચ્ચે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે તેને સૉલ્વ કરવાને બદલે રાજીવ હંમેશા ઘર છોડીને ભાગી જતો.

રાજીવે ચારુને આપ્યો જવાબ
હવે રાજીવે પણ પત્ની ચારુને જડબાતોડ જવાબ આપ્યો છે. હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા રાજીવ સેને કહ્યુ- એ મનથી કેટલી બીમાર છે કે તેને મારા પર આવા ખોટા આરોપો લગાવવા પડે છે. તે હંમેશા વુમન કાર્ડ રમવા માંગે છે. એણે દિમાગ ગુમાવી દીધુ છે અને તેના માટેનુ મારુ બધુ સમ્માન પણ ગુમાવી દીધુ છે. તેની પાસે કોઈ સાબિતી નથી.તેનો અહંકાર ઘણો ઊંચો જતો રહ્યો છે.

'હું તેને ક્યારેય માફ નહિ કરુ'
રાજીવે વળતો જવાબ આપતા કહ્યુ- મારો આખો પરિવાર તેને પ્રેમ કરતો હતો અને મારા કરતા પણ વધુ તેને સપોર્ટ કરતો હતો છતાં આવા શરમજનક આરોપો. હું તેને લાયક નથી. આ બાબત અને અપમાન માટે હું તેને ક્યારેય માફ નહિ કરુ. વાતચીત દરમિયાન, રાજીવે ચારુની માતા નીલમ આસોપા દ્વારા તેમને મોકલવામાં આવેલી વૉઇસ નોટ્સ વિશે પણ ઘણુ બધુ શેર કર્યુ.

કરણ મહેરા સાથે બનાવી ઘણી રોમેન્ટીક રીલ્સ
વોઈસ નોટ્સ મુજબ ચારુએ ટીવી એક્ટર કરણ મહેરા સાથે ઘણી રોમેન્ટિક રીલ્સ બનાવી છે. જેનો ખુલાસો ચારુની માતાએ કર્યો હતો. ચારુની મા જાણતી હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યુ છે. રોમાંસ છે જેનો ખુલાસો તેની માતાએ કર્યો હતો. આ પછી ગુસ્સે થયેલા રાજીવ સેને કહ્યુ- તે મારા પર તેની સાથે દગો કરવાનો અને તેના પર શંકા કરવાનો આરોપ લગાવે છે. આપણે કઈ દુનિયામાં રહીએ છીએ... આખરે તે શું કરી રહી છે. મને કરણ મહેરા વિશે તેની માતાની વૉઇસ નોટ્સ દ્વારા જ ખબર પડી. મને ખબર ન હતી કે તેમની વચ્ચે શું ચાલી રહ્યુ છે.

રાજીવ સેને કહ્યુ - 'હું તેનાથી થાકી ગયો છુ'
ઘણી વખત છૂટાછેડાનો નિર્ણય લેવા છતાં બંને અલગ થઈ શક્યા નહિ પરંતુ આ વખતે રાજીવને ખાતરી છે કે તે હવે આ લગ્નમાં રહેવા માંગતો નથી. રાજીવે આગળ કહ્યું - મોડુ થાય કે ન થાય, હું તેની સાથે હવે સંપૂર્ણપણે થાકી ગયો છુ. હું એવી વ્યક્તિ સાથે નહિ રહી શકુ જે તેના પતિ પર વારંવાર આરોપ લગાવે છે. તેણે પોતાની જાતને મદદ કરવી પડશે અને પોતાની જાતને સુધારવી પડશે. હું મારી દીકરીની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છુ.'












Click it and Unblock the Notifications
