હૃતિક-કંગના વિવાદ: આખરે રાકેશ રોશને ચુપ્પી તોડી

Written By:
Subscribe to Oneindia News

કંગના રણાવત અને હૃતિક રોશનનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છો, પરંતુ હૃતિક રોશને કંગના વિરુદ્ધ કરેલી ફરિયાદ જ્યારથી બધાની સામે આવી છે ત્યારે આ વિવાદે ફરી જોર પકડ્યુ છે. કંગના અને હૃતિકે પોતાના આ વિવાદ પર અનેક વખત નિવેદનો આપ્યા છે. કંગનાની બહેને પણ હૃતિકને 'સ્ટોકર અંકલ' કહ્યું હતું. પરંતુ આટલા સમયમાં હૃતિકના પરિવારમાંથી આ વિવાદ અંગે કોઇએ નિવેદન નહોતું આપ્યું. પરંતુ હવે આખરે રાકેશ રોશને ચુપ્પી તોડી છે.

રાકેશ રોશને શું કહ્યું?

રાકેશ રોશને શું કહ્યું?

રાકેશ રોશને જણાવ્યું કે, અમે કોઈ ઉપર ખોટા આરોપો નથી મુક્યા. અમે અમારી ફરિયાદ તમામ પુરાવા સાથે કરી છે અને આ વિવાદમાં કોણ સાચુ છે અને કોણ ખોટું તે બહુ જ જલ્દી લોકોની સામે આવી જશે. જો તમે ફરિયાદની નકલ મેળવવા માંગતા હો તો અમારા વકીલ મહેશ જેઠમલાણી પાસેથી તમે લઈ શકો છો, કારણ કે તે હવે તે પબ્લિક ડોમેન થઈ ગઈ છે.

સત્ય જાણી તમે ચોંકી જશો

સત્ય જાણી તમે ચોંકી જશો

રાકેશ રોશને ફરિયાદ વિશે જણાવતા કહ્યું હતું કે, અમે 8 એપ્રિલ 2017ના રોજ ફરિયાદ કરી હતી અને તે જ સમયે અમે સાઇબરક્રાઇમાં તમામ ઇ-મેઇલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપી દીધી હતી. એ સત્યને વાંચ્યા બાદ તમે પણ ચોંકી જશો.

પ્રમાણિક રહેતા શીખવાડ્યું છે

પ્રમાણિક રહેતા શીખવાડ્યું છે

કંગના અને હૃતિક અંગેની અનેક અફવાઓથી કંટાળેલા રાકેશ રોશને આગળ કહ્યું કે, મને મારા પિતાએ સાચુ બોલતા શીખવ્યું છે અને મેં પણ મારા પુત્ર(હૃતિક રોશન)ને એ જ શીખવ્યું છે. અમે હમેશાં સાચુ બોલીએ છીએ અને આ વાતમાં પણ કોણ સાચું છે એ લોકોને ટૂંક સમયમાં જ ખબર પડી જશે.

હૃતિક રોશને કંગના પર લગાવ્યા ગંભીર આરોપો

હૃતિક રોશને કંગના પર લગાવ્યા ગંભીર આરોપો

હૃતિક રોશને આરોપ લગાવ્યો હતો કે કંગના રણાવત તેને અશ્લિલ ઇ-મેઇલ કરતી હતી અને આથી તેણે 29 પાનાની ફરિયાદ કંગના વિરૂદ્ધ કરી હતી. પોતાની ફરિયાદમાં તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, કંગનાના આવા ઇ-મેઇલ્સ તેણે આઉટ ઓફ ડિસન્સિ ઇગ્નોર કર્યા હતા.

હૃતિક રોશન અને કંગના રણાવત

હૃતિક રોશન અને કંગના રણાવત

હૃતિક રોશને પોતાની 29 પાનાં લાંબી ફરિયાદમાં સતત એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેના અને કંગના વચ્ચેના સંબંધો માત્ર અને માત્ર વ્યવસાયિક હતા. હૃતિકે પણ પોતાના તમામ નિવેદનોમાં આ સંબંધને પ્રોફેશનલ સંબંધો જ કહ્યા છે. તો બીજી બાજુ આ ફરિયાદ બધાની સામે આવી જતા કંગનાના વકીલે નિવેદન આપતા આ તમામ આરોપો નકાર્યા હતા.

English summary
Rakesh Roshan has broken his silence over the Hrithik Roshan-Kangana Ranauts legal battle.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.