રાખી ઉવાચ્ : ઉદ્ધવ બરાબર બોલે છે : જુઓ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 24 જાન્યુઆરી : બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદન સાથે સંમત છે કે જેમાં તેમણે કહ્યુ હતું કે રાખી સાવંત અરવિંદ કેજરીવાલ કરતાં બહેતર વહિવટકર્તા બની શકે છે. રાખીએ જણાવ્યું કે તેમને નથી લાગતું કે અરવિંદ કેજરીવાલ કંઈ કરી શકશે.

રાખી સાવંતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - મેં સામનામાં પ્રકાશિત ઉદ્ધવનો લેખ વાંચ્યો છે. ઉદ્ધવે જે કંઈ લખ્યું છે, તે બરાબર છે. હું મરાઠી છું અને ઉદ્ધવ કોઈ મરાઠી વિરુદ્ધ કંઈ પણ ન બોલી શકે. તેઓ સારૂં કામ કરી રહ્યાં છે અને લોકોની સેવા કરી રહ્યાં છે.

નોંધનીય છે કે શિવસેનાના મુખપત્ર સામાનામાં આમ આદમી પાર્ટીને ઉદ્ધવ ઠાકરેએ એક બદનામ આઇટમ ગર્લ ગણાવી હતી છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કરતાં તેમને પાગલ કહ્યાં હતા. તેમને સામનામાં લખ્યું છે કે કેજરીવાલ કરતાં સારું શાસન તો બૉલીવુડની આઇટમ ગર્લ રાખી સાવતં ચલાવી શકે છે.

રાખીએ પોતાનું નામ રાજકારણમાં ઘસડી લાવવા અંગેના સવાલના જવાબમાં જણાવ્યું કે અગાઉ પણ તેમને આ વિવાદોમાં લાવવામાં આવ્યા છે, પરંતુ આ વખતે ઉદ્ધવે કંઈ જ ખોટુ નથી કર્યું. આ અગાઉ જ્યારે અરવિંદ કેજરીવાલ સાથે તેમની સરખામણી કરાઈ હતી, ત્યારે તેમને માઠુ લાગ્યુ હતું. રાખી સાવંતે જણાવ્યું કે તેઓ પોતાની સરખામણી અરવિંદ કેજરીવાલ સાથે થાય, તે નહીં પસંદ કરે.

રાખીએ કેજરીવાલ અંગે જણાવ્યું કે દિલ્હીના લોકોએ તેમને પસંદ કર્યાં છે. તેમણે પોતાની પાવરનો ઉપયોગ કરતા લોકોની સેવા કરવી જોઇએ. જે વાયદા કર્યાં છે, તે પૂરા કરવા જોઇએ. રોડ ઉપર આવી હોબાળો કરવાની જગ્યાએ મૌન રહી કામ કરી બતાવવું જોઇએ. અંતે રાખીએ જણાવ્યું - મને નથી લાગતું કે અરવિંદ કેજરીવાલ કંઇ કરી શકશે.

આવો આપને બતાવીએ રાખીના કેટલાંક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ નિવેદનો તેમની તસવીરો સાથે :

ઉદ્ધવ સાથે સંમત

ઉદ્ધવ સાથે સંમત

બૉલીવુડ અભિનેત્રી રાખી સાવંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદન સાથે સંમત છે કે જેમાં તેમણે કહ્યુ હતું કે રાખી સાવંત અરવિંદ કેજરીવાલ કરતાં બહેતર વહિવટકર્તા બની શકે છે. રાખીએ જણાવ્યું કે તેમને નથી લાગતું કે અરવિંદ કેજરીવાલ કંઈ કરી શકશે. રાખીના અગાઉના વિવાદાસ્પદ નિવેદનો અંગે જાણવા સ્લાઇડર ફેરવતા જાઓ.

સન્ની વધુ મજા કરાવી શકે

સન્ની વધુ મજા કરાવી શકે

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે રાખીએ કેસ કર્યો છે કારણ કે સિંહે જણાવ્યુ હતું કે કેજરીવાલ અને રાખી બંને જ પોતાને એક્સપોઝ કરે છે. જવાબમાં રાખીએ જણાવ્યું કે દિગ્ગીજી આપને મારા કરતાં વધુ મજા સન્ની લિયોન આપી શકે છે.

કેજરીવાલને ટિપ્સ આપવાના હતા રાખી

કેજરીવાલને ટિપ્સ આપવાના હતા રાખી

રાખીએ કેજરીવાલને રાજકારણ તેમજ દુનિયાના લોકોને સમજાવવા માટેની ટિપ્સ આપવાની વાત કરી હતી. તે અંગે ખૂબ હોબાળો મચ્યો હતો. આ અગાઉ રાખીએ કેજરીવાલને રાવણ કહ્યા હતાં.

સૈફ સાથે લગ્ન કરી કરીનાએ કર્યો ગુનો

સૈફ સાથે લગ્ન કરી કરીનાએ કર્યો ગુનો

કરીના કપૂરના લગ્ન અંગે રાખીએ જણાવ્યુ હતું કે સૈફ સાથે લગ્ન કરવાં કરીના કપૂરનો સૌથી મોટો ગુનો છે કારણ કે સફ અલી ખાન કરીના કપૂરને યુઝ કરી છોડી દેશે.

જયસવાલ સાથે પોસ્ટર જોઈ ભડક્યાં.

જયસવાલ સાથે પોસ્ટર જોઈ ભડક્યાં.

શ્રીપ્રકાશ જયસવાલ સાથે પોતાનું પોસ્ટર જોઈ રાખી ભડકી ઉઠ્યા હતાં. તેમને વાંધો એ વાતનો હતો કે તેમને એક વૃદ્ધ નેતા સાથે જોડવામાં આવ્યાં.

આમિર અંગે પણ ટિપ્પણી

આમિર અંગે પણ ટિપ્પણી

રાખીએ આમિર ખાન અંગે ટિપ્પણી કરતાં જણાવ્યુ હતું કે તેઓ કરે તો સમાજ સેવા અને હું કરું તો નાટક. તે અંગે તેમને ખૂબ સાંભળવુ પડ્યુ હતું.

વિદ્યા કરતા વધુ ડર્ટી

વિદ્યા કરતા વધુ ડર્ટી

વિદ્યા બાલનની સફળતા અંગે રાખીએ જણાવ્યુ હતું કે તેઓ વિદ્યા કરતાં વધુ ડર્ટી ફિલ્મ બનાવશે. વિદ્યાને પરાણે હિટ કરવામાં આવી રહી છે.

રામદેવ સાથે લગ્ન

રામદેવ સાથે લગ્ન

રાખીએ 2011માં એમ કહી સનસનાટી મચાવી દીધી હતી કે તેઓ બાબા રામદેવ સાથે લગ્ન કરી તેમના બાળકોના માતા બનવા માંગે છે.

કૅટે સામે કૉપીનો આરોપ

કૅટે સામે કૉપીનો આરોપ

અગ્નિપથના હિટ ગીત ચિકની ચમેલી... અંગે રાખીએ કૅટરીના કૈફ સામે પોતાના ડાંસ સ્ટેપ કૉપી કરવાનો આરોપ મુક્યો હતો.

વીણા ધંધાર્થી સ્ત્રી

વીણા ધંધાર્થી સ્ત્રી

બિગ બૉસ સીઝન 4માં વીણા મલિક માટે રાખીએ જણાવ્યુ હતું કે તેમાં અને ધંધો કરનારમાં કોઈ ફરક નથી.

રાહુલ સાથે લગ્ન

રાહુલ સાથે લગ્ન

રાખી સાવંતે જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના મોટા ફૅન છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે.

English summary
Rakhi Sawant agreed with Uddhav Thackeray, who has compared Delhi Chief Minister Arvind Kejriwal to item girl Rakhi Sawant.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.