સની લિયોનીના માં બન્યા પર રાખી સાંવતે કર્યો ચોંકવનારો સવાલ

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ અભિનેત્રી સની લિયોની અને તેના પતિ ડેનિયર વેબર હાલ જોડિયા પુત્રોના માતા પિતા બન્યા છે. સેરોગસી દ્વારા બાળક પેદા કર્યા પછી સોશ્યલ મીડિયામાં સની લિયોનીએ જ આ વાતની જાણકારી આપી હતી. જે પછી બોલીવૂડના અનેક સેલેબ્રિટી હાલ તેમને આ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે સની લિયોનીની જૂની દુશ્મન ગણાતી રાખી સાંવતી જ્યાં એક તરફ સની લિયોનીને માતા બનવા માટે શુભેચ્છા પાઠવી છે. ત્યાં જ શુભેચ્છા સાથે તેણે સની લિયોનીને કંઇક કંઇક તેવું પુછી લીધું જેના કારણે તે ચર્ચામાં આવી ગઇ છે. સની લિયોનીના માં બન્યા પછી રાખી સાવંતે સનીને પુછ્યું કે તું માં ક્યારે બની ગઇ? જાણો આ સિવાય રાખીએ બીજો શું બફાટ કર્યો...

તું પ્રેગનેન્ટ ક્યારે થઇ?

તું પ્રેગનેન્ટ ક્યારે થઇ?

બોલીવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંતે કહ્યું કે "હાય સની, અભિનંદન, હું ખુબ ખુશ છું કે તમે જોડિયા બાળકો થયા છે. પણ મને ખબર નથી કે તું પ્રેગનેન્ટ ક્યારે થઇ અને તને બાળકો ક્યારે થયા. એક તરફ તો તું લેલા મેં લેલા ગીત પર ડાન્સ કરી રહી છે. અને બીજી તરફ તે બાળકો પણ પેદા કરી લીધા. તું એલએ ગઇ ત્યારે તારા બાળકો પેદા થયા ને? કંઇ નહીં બાળકોને સારી રીતે મોટા કરજે, તેમને સ્કૂલમાં ભણાવજે, અને તારી જેમ ફર્રાટેદાર અંગ્રેજી બોલતા કરજે" આમ કહીને રાનીએ સનીને પુછી લીધું કે તેણે બાળકો ભારતમાં પેદા કર્યા છે કે પછી વિદેશમાં...

હું પણ બનીશ માં

હું પણ બનીશ માં

રાખી સાવંતે આ મામલે એક વીડિયો શેયર કરીને કહ્યું કે તે તો બાળકો પણ પેદા કરી લીધા અને લગ્ન પણ કરી લીધા. મેં તો હજી સુધી કંઇ નથી કર્યું. હવે મને લાગે છે કે મારે પણ કંઇ કરવું પડશે. આજ કાલ ડાન્સ, ગીત તમામમાં કોમ્પિટિશન થવા લાગ્યું છે. હવે બાળકો પેદા કરવામાં પણ કોમ્પિટિશન જોવા મળે છે. હું પણ બાળક પેદા કરીશ. મારે હવે કોઇને શોધવો પડશે.

સની લિયોની

સની લિયોની

ઉલ્લેખનીય છે કે સેરોગસી દ્વારા સની લિયોની માં બની છે. જો કે બોલીવૂડમાં તેવા અનેક અભિનેતા છે જે આ દ્વારા મા કે બાપ બન્યા છે. તુષાક કપૂરથી લઇને, કરણ જોહર સુધીના સેલેબ્રિટીએ આ રીતે બાળકોને જન્મ આપી પોતાના જીવનને ખુશીઓથી ભરી દીધુ છે. સની લિયોનીએ તેના બાળકોનું નામ અશર અને નોઆહ રાખ્યું છે. અને સ્પષ્ટતા પણ આપી છે કે આ અમારા બાયોલોઝિકલ બાળકો છે. અને સરોગસી દ્વારા બાળકો લાવવાનો નિર્ણય અમે પહેલા જ કરી લીધો હતો અને હવે તે હકીકત બની ગયું છે. વધુમાં આ બંન્નેએ મહારાષ્ટ્રના લાતૂરથી 21 મહિનાની બાળકીને પણ આ પહેલા દત્તક લીધી હતી.

English summary
Rakhi Sawant Asks Sunny Leone How Babies Were Born If She wasnt Pregnant?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.