Exclusive: શિવસેનાના ઉશ્કેરવાથી રાખી લડી રહી છે ચૂંટણી?

Google Oneindia Gujarati News

આઇટમ ગર્લ રાખી સાવંત જે ના કરે તે ઓછું છે. પહેલા કોંગ્રેસ, નીતિશ પછી મોદીના ગુણગાન કરનારી રાખીએ અચાનકથી જાહેરાત કરી છે કે તે મુંબઇથી અપક્ષ લોકસભા ચૂંટણી લડશે. તેમને કોઇ પાર્ટીની જરૂર નથી.

રાખીનું આ નિવેદન હેડલાઇન બનાવવા માટે પૂરતું હતું, ત્યારબાદ તેમની પર પ્રતિક્રિયાઓનો દૌર પણ જારી થઇ ગયો છે. રાખીના સવાલ પર વનઇન્ડિયાએ બેંગલોરના કેટલાંક જાણીતા લોકો સાથે ખાસ વાતચીત કરી. જેમણે માન્યુ કે રાખીનું ચૂંટણી લડવું માત્ર એક પલ્બિસિટી સ્ટંટ છે. જોકે એતો સૌ જાણે છે કે તે ચૂંટણી હારવાની જ છે. પરંતુ કેટલાંક જાણીતા લોકોએ કેટલીંક ચોંકાવનારી વાતો પણ કરી.

કેટલાંક લોકોએ જણાવ્યું છે કે રાખી સાવંત શિવસેના દ્વારા ઉશ્કેરવાને કારણે ચૂંટણી લડવાની વાત કરી રહી છે. કારણ કે ગયા દિવસોમાં શિવસેનાએ આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની તુલના આયટમ ગર્લ રાખી સાવંત સાથે કરી હતી અને રાખીને અરવિંદ કરતા સારી પ્રશાસક ગણાવી હતી.

જેના બાદથી જ રાખી સતત ચૂંટણીને લઇને ચર્ચામાં રહી છે. પહેલા તો તે પટણા જઇને નીતિશ કુમારના ગુણગાન કરીતી દેખાઇ, જ્યારે જેડીયૂએ તેને ઘાસ ના નાખ્યું એટલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કરવા લાગી, જ્યારે અહીં પણ તેની દાળ ના ગળી તો તેણે અપક્ષ ચૂંટણી લડવાનો અને ફિલ્મોને છોડી દેવાની જાહેરાત કરી દીધી. લગભગ શિવસેનાના એ નિવેદનથી રાખીને લાગવા લાગ્યું છે કે તેનામાં એક સફળ નેતા બનવાના તમામ ગુણ છે.

ભલે આ તો લોકતંત્ર છે જ્યાં સૌને પોતાની વાત રાખવા અને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત છે, એવામાં રાખીની મુંબઇથી ચૂંટણી લડવાની જાહેરાત પર કોઇને વાંધો ના હોવો જોઇએ. જો રાખી જીતે છે કે નથી જીતતી એ તો પછીની વાત છે પરંતુ જ્યાં સુધી ચૂંટણી પરિણામ આવી નથી જતા ત્યાં સુધી કહેવું ખોટું નથી કે રાખી હેડલાઇનમાં બની રહેશે.

અત્રે નોંધનીય છે કે બુધવારે રાખી સાવંત અપક્ષીય ઉમેદવારના રૂપમાં ઉત્તર-પશ્ચિમ મુંબઇ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે. રાખીએ બુધવારે મીડિયાકર્મીઓને જણાવ્યું કે 'તમામ લોકો માંગ કરી રહ્યા છે કે મારે ચૂંટણી લડવી જોઇએ, માટે હું ચૂંટણી લડવા જઇ રહી છું. રાખીએ જનતાને જણાવ્યું કે બસ તેમને એક તક જોઇએ પછી જુઓ કે તે કઇ રીતે મુંબઇની કાયા કલ્પ કરી દેશે.'

અત્રે નોંધનીય છે કે જે બેઠક પરથી રાખી ચૂંટણી લડવા જઇ રહી છે, તે બેઠક પરથી પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ ગુરુદાસ કામત, શિવસેનાના ગજાનન કીર્તિકર, ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકર મનસેથી, નિર્માતા અને અભિનેતા કમાલ આર. ખાન સમાજવાદી પાર્ટીથી અને મયંક ગાંધી આમ આદમી પાર્ટીથી ચૂંટણી લડી રહ્યા છે.

Did You Know: 1966માં દિવંગત બાળા સાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના નામથી કટ્ટર હિન્દુરાષ્ટ્રવાદી સંગઠનની સ્થાપના કરી હતી. જોકે શરૂઆતી દૌરમાં બાળ ઠાકરેને અપેક્ષિત સફળતા ન્હોતી મળી પરંતુ અંતે તેમણે શિવસેનાને સત્તાની સીઢીઓ સુધી પહોંચાડી જ દીધું. 1955માં ભાજપ-શિવસેનાનું ગઠબંધને મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી હતી.

રાખીની વાસ્તવિકતા

રાખીની વાસ્તવિકતા

પહેલા તો તે પટણા જઇને નીતિશ કુમારના ગુણગાન કરીતી દેખાઇ, જ્યારે જેડીયૂએ તેને ઘાસ ના નાખ્યું એટલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કરવા લાગી, જ્યારે અહીં પણ તેની દાળ ના ગળી તો તેણે અપક્ષ ચૂંટણી લડવાનો અને ફિલ્મોને છોડી દેવાની જાહેરાત કરી દીધી. લગભગ શિવસેનાના એ નિવેદનથી રાખીને લાગવા લાગ્યું છે કે તેનામાં એક સફળ નેતા બનવાના તમામ ગુણ છે.

રાખી હેડલાઇનમાં બની રહેશે

રાખી હેડલાઇનમાં બની રહેશે

ભલે આ તો લોકતંત્ર છે જ્યાં સૌને પોતાની વાત રાખવા અને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત છે, એવામાં રાખીની મુંબઇથી ચૂંટણી લડવાની જાહેરાત પર કોઇને વાંધો ના હોવો જોઇએ. જો રાખી જીતે છે કે નથી જીતતી એ તો પછીની વાત છે પરંતુ જ્યાં સુધી ચૂંટણી પરિણામ આવી નથી જતા ત્યાં સુધી કહેવું ખોટું નથી કે રાખી હેડલાઇનમાં બની રહેશે.

મુંબઇથી ચૂંટણી લડશે

મુંબઇથી ચૂંટણી લડશે

અત્રે નોંધનીય છે કે બુધવારે રાખી સાવંત અપક્ષીય ઉમેદવારના રૂપમાં ઉત્તર-પશ્ચિમ મુંબઇ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે.

મુંબઇની કાયા કલ્પ કરી દેશે

મુંબઇની કાયા કલ્પ કરી દેશે

રાખીએ બુધવારે મીડિયાકર્મીઓને જણાવ્યું કે 'તમામ લોકો માંગ કરી રહ્યા છે કે મારે ચૂંટણી લડવી જોઇએ, માટે હું ચૂંટણી લડવા જઇ રહી છું. રાખીએ જનતાને જણાવ્યું કે બસ તેમને એક તક જોઇએ પછી જુઓ કે તે કઇ રીતે મુંબઇની કાયા કલ્પ કરી દેશે.'

મુંબઇ ઉત્તર-પશ્ચિમ બેઠક

મુંબઇ ઉત્તર-પશ્ચિમ બેઠક

અત્રે નોંધનીય છે કે જે બેઠક પરથી રાખી ચૂંટણી લડવા જઇ રહી છે, તે બેઠક પરથી પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ ગુરુદાસ કામત, શિવસેનાના ગજાનન કીર્તિકર, ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકર મનસેથી, નિર્માતા અને અભિનેતા કમાલ આર. ખાન સમાજવાદી પાર્ટીથી અને મયંક ગાંધી આમ આદમી પાર્ટીથી ચૂંટણી લડી રહ્યા છે.

English summary
The Lok Sabha election in Mumbai North West constituency will get a dose of glamour with the entry of Bollywood item girl Rakhi Sawant as an Independent candidate Because of Shiv Sena said People.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X