નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે બર્થ ડે ગર્લ રાખી
મુંબઈ, 25 નવેમ્બર : મૉડર્ન, ડાન્સર, એક્ટ્રેસ, આયટમ ગર્લ, હૉટ ગર્લ... અરે કેટલા વિશેષણો લગાવી દીધા? આ તમામ વિશેષણો એક જ વ્યક્તિના નામ સાથે લાગી શકે છે અને તે છે રાખી સાવંત.
રાખી સાવંત ટેલીવુડથી લઈ બૉલીવુડ સુધી અને છેક રાજકારણ સુધી પણ ચર્ચામાં રહેતુ એવુ નામ છે કે જે આજે 35મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. હિન્દી ઉપરાંત કન્નડ સહિત બીજી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચુકેલા રાખી સાવંત ટેલીવિઝનના નાના પડદે પણ દેખાઈ ચુક્યાં છે. તેઓ રાજકારણમાં પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે. તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે પંકાયેલા છે.
વર્લી-મુંબઈ ખાતે 25મી નવેમ્બર, 1978ના રોજ જન્મેલ રાખી સાવંત આજકાલ નવા વર્ષના સ્વાગત માટેની તૈયારીઓ કરી રહ્યાં છે. રાખી સાવંત કંટ્રી ક્લબ તરફથી યોજાનાર એશિયાની સૌથી મોટી ન્યુ ઈયર પાર્ટી માટે વ્યસ્ત છે. તેમણે તાજેતરમાં જ એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આ અંગેની માહિતી પણ આપી.
આવો આપને બતાવીએ રાખીના કેટલાંક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ નિવેદનો તેમની તસવીરો સાથે.

સન્ની વધુ મજા કરાવી શકે
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે રાખીએ કેસ કર્યો હતો કારણ કે સિંહે જણાવ્યુ હતું કે કેજરીવાલ અને રાખી બંને જ પોતાને એક્સપોઝ કરે છે. જવાબમાં રાખીએ જણાવ્યું હતુ કે દિગ્ગીજી આપને મારા કરતાં વધુ મજા સન્ની લિયોન આપી શકે છે.

કેજરીવાલને ટિપ્સ આપવાના હતા રાખી
રાખીએ કેજરીવાલને રાજકારણ તેમજ દુનિયાના લોકોને સમજાવવા માટેની ટિપ્સ આપવાની વાત કરી હતી. તે અંગે ખૂબ હોબાળો મચ્યો હતો. આ અગાઉ રાખીએ કેજરીવાલને રાવણ કહ્યા હતાં.

સૈફ સાથે લગ્ન કરી કરીનાએ કર્યો ગુનો
કરીના કપૂરના લગ્ન અંગે રાખીએ જણાવ્યુ હતું કે સૈફ સાથે લગ્ન કરવાં કરીના કપૂરનો સૌથી મોટો ગુનો છે કારણ કે સૈફ અલી ખાન કરીના કપૂરને યુઝ કરી છોડી દેશે.

જયસવાલ સાથે પોસ્ટર જોઈ ભડક્યાં.
શ્રીપ્રકાશ જયસવાલ સાથે પોતાનું પોસ્ટર જોઈ રાખી ભડકી ઉઠ્યા હતાં. તેમને વાંધો એ વાતનો હતો કે તેમને એક વૃદ્ધ નેતા સાથે જોડવામાં આવ્યાં.

આમિર અંગે પણ ટિપ્પણી
રાખીએ આમિર ખાન અંગે ટિપ્પણી કરતાં જણાવ્યુ હતું કે તેઓ કરે તો સમાજ સેવા અને હું કરું તો નાટક. તે અંગે તેમને ખૂબ સાંભળવુ પડ્યુ હતું.

વિદ્યા કરતા વધુ ડર્ટી
વિદ્યા બાલનની સફળતા અંગે રાખીએ જણાવ્યુ હતું કે તેઓ વિદ્યા કરતાં વધુ ડર્ટી ફિલ્મ બનાવશે. વિદ્યાને પરાણે હિટ કરવામાં આવી રહી છે.

રામદેવ સાથે લગ્ન
રાખીએ ગત વર્ષે એમ કહી સનસનાટી મચાવી દીધી હતી કે તેઓ બાબા રામદેવ સાથે લગ્ન કરી તેમના બાળકોના માતા બનવા માંગે છે.

કૅટ સામે કૉપીનો આરોપ
અગ્નિપથના હિટ ગીત ચિકની ચમેલી... અંગે રાખીએ કૅટરીના કૈફ સામે પોતાના ડાંસ સ્ટેપ કૉપી કરવાનો આરોપ મુક્યો હતો.

વીણા ધંધાર્થી સ્ત્રી
બિગ બૉસ સીઝન 4માં વીણા મલિક માટે રાખીએ જણાવ્યુ હતું કે તેમાં અને ધંધો કરનારમાં કોઈ ફરક નથી.

રાહુલ સાથે લગ્ન
રાખી સાવંતે જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના મોટા ફૅન છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે.

ન્યુ ઈયર પાર્ટી અંગે વ્યસ્ત
રાખી સાવંતનો આજે 35મો જન્મ દિવસ છે. જોકે હાલ તેઓ ન્યુ ઈયર પાર્ટીની તૈયારીઓમાં વ્યસ્ત છે. કંટ્રી ક્લબ તરફથી યોજાનાર એશિયાની આ સૌથી મોટી પાર્ટીમાં રાખી પણ ઠુમકા લગાવવાના છે. (પ્રેસ કૉન્ફરંસની તસવીરો જોવા ક્લિક કરો.)












Click it and Unblock the Notifications
