આ બોલિવૂડ સિતારાઓના ભાઇ-બહેનને તમે ઓળખો છો?

Written By:
Subscribe to Oneindia News

રક્ષાબંધનનો તહેવાર કોને માટે ખાસ નથી હોતો? આપણા બોલિવૂડ સિતારાઓ પણ વાજતે-ગાજતે રક્ષાબંધનની ઉજવણી કરે છે. આજે અમે તમને કેટલાક બોલિવૂડ સિતારાઓ અને તેમના ભાઇ-બહેન વિશે, તેમના બોન્ડિંગ વિશે રસપ્રદ વાતો જણાવીશું. આમાંથી કેટલાક બોલિવૂડ સિતારાઓના ભાઇ-બહેનને તમે ઓળખતા પણ હશો, પરંતુ કેટલાક ચહેરા એવા છે જે ક્યારેય લાઇમલાઇટમાં નથી આવ્યા.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

ઘણા ઓછાને ખબર હશે કે, અક્ષય કુમારની પણ એક બહેન છે, જેનું નામ છે અલ્કા ભાટિયા. તે ભાગ્યે જ લાઇમલાઇટમાં જોવા મળે છે. હાલમાં જ અક્ષય કુમારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અલ્કાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે અક્ષય કુમાર તરફથી મળેલ રક્ષાબંધનની સૌથી સુંદર ભેટ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા જ્યારે કશે પણ બહાર જવાનું હોય ત્યારે મારા માતા-પિતા કહેતા કે રાજુ(અક્ષય કુમાર)ને સાથે લઇ જા. ત્યારે અક્ષય હંમેશા એક જ જવાબ આપતા, પોતાનું ધ્યાન જાતે રાખ. મારા પિતાના નિધન બાદ અક્ષય ક્યારે મારા પિતાના રોલમાં આવી ગયા, મને ખબર જ નથી પડી. ત્યાર બાદ મારી પુત્રી મોટી થઇ અને એને જ્યારે અમેરિકા ભણવા જવાનું થયું ત્યારે મેં પણ હિંમત કરીને એને એટલું જ કહ્યું હતું કે, તારું ધ્યાન જાતે રાખજે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાનો પણ એક નાનો ભાઇ છે. જેનું નામ છે સિદ્ધાર્થ ચોપરા. સિદ્ધાર્થ પ્રિયંકા કરતા 7 વર્ષ નાનો છે અને આમ છતાં તે હંમેશા તેની સાથે જોવા મળે છે. રિસન્ટલી પ્રિયંકા પોતાના જન્મદિવસ માટે હોલિડે પર ગઇ હતી, જ્યાં પ્રિયંકા, તેના માતા મધુ ચોપરા અને ભાઇ સિદ્ધાર્થ ચોપરા પણ જોવા મળ્યા હતા.

પરિણીતિ ચોપરા

પરિણીતિ ચોપરા

એક્ટ્રેસ પરિણીતિ ચોપરાના બે નાના ભાઇઓ છે, સહજ ચોપરા અને શિવાંગ ચોપરા. તે બંન્ને ભાઇઓની ખૂબ નજીક છે. તેઓ અલગ-અલગ શહેરોમાં રહેવા છતાં હંમેશા એકબીજાના કોન્ટેક્ટમાં રહે છે. તેણે આ અંગે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, અમે ત્રણેય છેલ્લે 2006ની રક્ષાબંધનમાં સાથે હતા. પરંતુ અમારી રોજ વાત થાય છે. તેમને મારા અંગે બધી જાણકારી હોય છે, મારી લવ લાઇફ, ગોસિપ, ફાયનાન્શિયલ પ્રોબ્લેમ. મારા દરેક નિર્ણય અંગે દુનિયા કરતા પહેલાં તેમને ખબર પડે છે.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરની સગી નાની બહેન છે અંશુલા કપૂર. તે અર્જુનની ખૂબ નજીક છે. અર્જુન કપૂરની માતાના નિધન બાદ તેના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે અંશુલા. અંશુલા પણ અર્જુનનું ખૂબ ધ્યાન રાખે છે. એક ઇન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે, અંશુલા મારા કરતાં નાની છે, આથી હું તેના માટે પ્રોટેક્ટિવ છું. પરંતુ ખરેખર તો તે મારું વધારે ધ્યાન રાખે છે.

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેના કરતાં 3 વર્ષ નાની છે. ક્રિષ્ના પોતાના હોટ ફોટોઝને લઇને અવાર-નવાર ચર્ચામાં રહે છે. પરંતુ ટાઇગરને આ વાતથી કોઇ ફરક નથી પડતો, ના તો તે ક્રિષ્નાને કોઇ વાતે રોકે છે. ટાઇગર ક્રિષ્નાની વિચારસરણીને ખૂબ માન આપે છે. બંન્ને ભાઇ-બહેન એકબીજાની ખૂબ નજીક છે. ટાઇગર અનુસાર, તેની બેસ્ટ ક્રિટિક તેની નાની બહેન ક્રિષ્ના છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન પોતાના ફેમિલીને કેટલો પ્રેમ કરે છે, એ કહેવાની જરૂર નથી. ખાસ કરીને બહેનો અલવિરા ખાન અને અર્પિતા ખાન ત્રણેય ભાઇઓ સલમાન, અરબાઝ અને સોહેલની લાડકી છે. ત્રણેય ભાઇઓ તેમનું ખૂબ ધ્યાન રાખે છે. સ્ટાર ન હોવા છતાં પણ અર્પિતા ખાન તો સતત ચર્ચામાં રહે છે. સલમાન જ નહીં, શાહરૂખ ખાન પણ અર્પિતાને ખૂબ પ્રેમ કરે છે અને બહેનની જેમ જ તેનું ધ્યાન રાખે છે. શાહરૂખ અને સલમાનનો 10 વર્ષ જૂનો ઝગડો અર્પિતાના લગ્નને કારણે જ ઉકેલાયો હતો.

English summary
Rakshabandhan 2017: Famous siblings of bollywood, see photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.