મહિલાએ ખુદ ખોલી દીધી પોલ, રામ ગોપાલ વર્મા સાથે શેર કર્યો નવો વાંધાજનક Video
રામ ગોપાલ વર્માનો બીજો એક કૉન્ટ્રોવર્સિયલ વીડિયો સામે આવ્યો છે જે એ યુવતીએ જ શેર કર્યો છે. જુઓ વીડિયો..
મુંબઈઃ બૉલિવુડના ડાયરેક્ટર રામ ગોપાલ વર્માનો થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રામ ગોપાલ વર્મા એક યુવતી સાથે ગંદી રીતે ક્લોઝ ડાંસ કરતા દેખાઈ રહ્યા હતા. જો કે રામ ગોપાલ વર્માએ એક પોસ્ટ શેર કરીને એ માહિતી આપી કે આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ એ નથી પરંતુ બીજુ કોઈ છે. તેમણે આના ભગવાનના સમ પણ ખાધા. આ દરમિયાન એક નવો વીડિયો સામે આવ્યો છે કે જે વીડિયોમાં દેખાતી યુવતી ઈનાયા સુલતાને જ શેર કર્યો છે.

વીડિયોમાં રામ ગોપાલ વર્મા જ છે
ડાયરેક્ટર રામ ગોપાલ વર્માનો એક યુવતી સાથે બીજા ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે યુવતીએ ખુદ રામ ગોપાલ વર્માને ટેગ કર્યા છે અને જાહેર કરી દીધુ છે કે વીડિયોમાં રામ ગોપાલ વર્મા જ છે. પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ઈનાયા સુલતાને આ વીડિયો શેર કરવા સાથે એ તરફ ઈશારો કરી દીધો છે કે તે આ વીડિયોમાં રામ ગોપાલ વર્મા જ છે. ઈનાયા સુલતાને પોતાના ટ્વિટર હેન્ડલ પર રામ ગોપાલ વર્મા સાથે વીડિયો શેર કર્યો છે.

નવા વીડિયોમાં રામ ગોપાલ વર્મા
આ વીડિયોમાં બંને એ ડાંસ સીકવન્સને જોઈ રહ્યા છે. ઈનાયા સુલતાનાએ આ વીડિયો શેર કરવા સાથે કેપ્શનમાં લખ્યુ છે કે હું અધિકૃત રીતે પોતાના અને રામ ગોપાલ વર્માના આ વીડિયોને શેર કરુ છુ. તમને જણાવી દઈએ કે પહેલા વીડિયો સામે આવ્યા બાદ રામ ગોપાલ વર્માને યુઝર્સે ટ્રોલ કર્યા હતા. ઘણા યુઝર્સનુ કહેવુ છે કે વીડિયોમાં જે વ્યક્તિ યુવતી સાથે આ રીતનો ડાંસ કરી રહ્યો છે તે રામ ગોપાલ વર્મા જ છે બીજુ કોઈ નથી.

રામ ગોપાલ વર્માનો કૉન્ટ્રોવર્સિયલ વીડિયો
રામ ગોપાલ વર્માના નામથી જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને રામ ગોપાલ વર્માના પેજ પર જ શેર કરવામાં આવ્યો છે. રામ ગોપાલવર્માએ આ વીડિયો રિટ્વિટ કરીને લખ્યુ છે કે હું બાલાજી, ગણપતિ, યીશૂ સહિત ઘણા અન્યની કસમ ખઈને કહુ છુ કે આ હું નથી.

રામ ગોપાલ વર્માનો ફોટો વાયરલ
આ સાથે પોતાના નામ સાથે કૉન્ટ્રોવર્સી વધારીને રામ ગોપાલ વર્માએ એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યુ કે સુંદર ઈનાયા સુલતાના સાથે વાયરલ વીડિયોમાં આ મારી ડાંસિંગ પાર્ટનર છે. ત્યારબાદ ઈનાયા સુલતાનાએ રામ ગોપાલ વર્માને ટેગ કરીનેઆ વીડિયો શેર કર્યો. રામ ગોપાલ વર્માએ પહેલા વીડિોયમાં હોવાનો ઈનકાર કર્યા બાદ ફરીથી ઈનાયા સાથે ફોટા શેર કરીને આ મામલે અસમંજસ પેદા કરી દીધી છે.
I officially share this video of mine and @RGVzoomin pic.twitter.com/gr80fFARnK
— Inaya Sultana (@inaya_sultana) August 25, 2021
With the beautiful @inaya_sultana my dancing partner in the viral video pic.twitter.com/4jRGwn1Mh6
— Ram Gopal Varma (@RGVzoomin) August 24, 2021
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
