રામલીલા વિરુદ્ધ અમિતાભ ઠાકુરની સેંસર બોર્ડમાં અરજી
મુંબઈ, 9 નવેમ્બર : આગામી 15મી નવેમ્બરે રિલીઝ થતી મોસ્ટ અવેટેડ ફિલ્મ રામલીલા સામે ફરી એક વાર મુશ્કેલી ઊભી થઈ છે. ફરી એક વાર રામલીલા ફિલ્મના નામ અંગે હોબાળો ઊભો થયો છે. લખનઉમાં આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર તેમજ સામાજિક કાર્યકર નૂતન ઠાકુરે રામલીલા વિરુદ્ધ સિનેમેટોગ્રાફર એક્ટ 1952 હેઠળ સેંસર બોર્ડમાં અરજી દાખલ કરી છે.

તેમણે જણાવ્યું કે આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં અરજી દાખલ કરાઈ હતી. અદાલતે જણાવ્યું કે સેંસર બોર્ડે આ મુદ્દે કોઈ નિર્ણય કર્યો નથી. તેથી તેની પર સુનાવણી ઉતવાળિયું પગલુ ગણાશે. તેથી અમિતાભ-નૂતને સેંસર બોર્ડ સમક્ષ આ ફિલ્મનું નામ તત્કાળ બદલવાની અને તેના પ્રોમો પર પ્રતિબંધ લગાવવાની અને ફિલ્મને મંજૂરી નહીં આપવાની માં કરી છે.
નોંધનીય છે કે સેંસર બોર્ડ તરફથી ફિલ્મને યૂ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મનો લોકોને આતુરાતપૂર્વક ઇંતેજાર છે. ફિલ્મના ગીતોએ જોરદાર ધૂમ મચાવી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત આ ફિલ્મના ગીતો લોકોના હૃદયમાં સ્થાન બનાવી ચુક્યાં છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પણ એક આયટમ સૉંગ કરતાં નજરે પડવાના છે.












Click it and Unblock the Notifications
