For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : અમિતાભ માટે ‘પ્રાણ’ હતાં, ખલનાયક નહીં!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 જુલાઈ : સદીના મહાનાયક માટે આજનો દિવસ કદાચ સૌથી વધુ દુઃખદ હશે. તેમણે ફિલ્મ જગતમાં પોતાનો એક અઝીજ મિત્ર ગુમાવ્યાં છે. પ્રાણ સાહેબના નિધનથી અમિતાભ બચ્ચન જ સૌથી વધુ દુઃખી હશે, કારણ કે જે ઝંજીર ફિલ્મે અમિતાભને આ મુકામો પહોંચાડી, તે અપાવવામાં પ્રાણનો મહત્વનો ફાળો હતો. આમ જોઇએ તો અમિતાભ બચ્ચન માટે પ્રાણ સાચે જ તેમના બૉલીવુડ કૅરિયરના પ્રાણ હતાં. એ પણ મહત્વની બાબત છે કે અમિતાભ બચ્ચન સાથેની કોઈ પણ ફિલ્મમાં પ્રાણ ખલનાયક નહોતાં બન્યાં.

અમિતાભ બચ્ચન અને પ્રાણની પ્રથમ હિટ ફિલ્મ એમ તો ઝંજીર જ કહેવાય, પરંતુ બહુ ઓછાં લોકો જાણે છે કે બંનેએ પહેલી વાર સ્ક્રીન શૅર કરી હતી ફિલ્મ ગુડ્ડીમાં. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનીત ગુડ્ડી ફિલ્મ મૂળત્વે જયા બચ્ચન પર કેન્દ્રિત હતી. બીજી બાજુ અમિતાભ બચ્ચન તે વખતે સંઘર્ષ કરી રહ્યા હતાં.

દરમિયાન પ્રકાશ મહેરા પોતાની ફિલ્મ ઝંજીર માટે નાયકની શોધમાં હતાં. દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા તે વખતના સ્ટાર્સે આ ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી હતી. તેવામાં તે પ્રાણ જ હતાં કે જેમણે પ્રકાશ મહેરા સમક્ષ અમિતાભના નામનું સુચન કર્યું અને ઝંજીર એવી હિટ સાબિત થઈ કે તેમાંથી બૉલીવુડને એક ઍંગ્રી યંગ મૅન મળ્યાં.

આવો આપને બતાવીએ અમિતાભ બચ્ચન અને પ્રાણની ગુડ્ડીથી મૃત્યુદાતા ફિલ્મ સુધીની સફર વિશે. પ્રાણે બૉલીવુડમાં પોતાનું કૅરિયર નિઃશંકપણે ખલનાયક તરીકે કર્યુ હતું, પરંતુ અમિતાભ સાથેની કોઈ પણ ફિલ્મમાં તેઓ ખલનાયક નહોતાં બન્યાં.

ગુડ્ડી-1971

ગુડ્ડી-1971

અમિતાભ બચ્ચન અને પ્રાણે પ્રથમ વાર 1971માં ફિલ્મ ગુડ્ડીમાં સ્ક્રીન શૅર કરી હતી. જોકે ફિલ્મ હિટ નહોતી થઈ.

ઝંજીર-1973

ઝંજીર-1973

1973માં આવેલી ઝંજીર ફિલ્મ અમિતાભ માટે પ્રાણની ભેંટ હતી અને આ ભેંટ તેમના માટે આશીર્વાદ બની ગઈ. ફિલ્મમાં અમિતાભ સામે પ્રથમ ખલનાયક તરીકે દેખાતાં પ્રાણ પછીથી તેમના મિત્ર બની જાય છે.

કસૌટી-મજબૂર-1974

કસૌટી-મજબૂર-1974

1974માં અમિતાભ-પ્રાણ કસૌટી તેમજ મજબૂર ફિલ્મમાં સાથે દેખાયાં. બંને ફિલ્મોમાં પ્રાણનો દમદાર રોલ હતો અને દમદાર અભિનય પણ ખરો.

ચલા મુરારી હીરો બનને-અમર અકબર એંથૉની-1977

ચલા મુરારી હીરો બનને-અમર અકબર એંથૉની-1977

1977માં અમિતાભ-પ્રાણ ચલા મુરારી હીરો બનને તથા અમર અકબર એંથૉનીમાં સાથે દેખાયાં. અમર અકબર એંથૉની સુપરહિટ ફિલ્મ રહી. આ ફિલ્મમાં પ્રાણે અમિતાભના પિતાની ભૂમિકા ભજવી હતી.

ગંગા કી સૌગંધ-ડૉન-1978

ગંગા કી સૌગંધ-ડૉન-1978

1978માં પુનઃ અમિતાભ-પ્રાણ ગંગા કી સૌગંધ તેમજ ડૉન ફિલ્મમાં દેખાયાં. ડૉન સુપરહિટ રહી અને તેમાં પ્રાણના ડાયલૉગ આજે પણ યાદગાર છે.

દોસ્તાના-1980

દોસ્તાના-1980

1980માં અમિતાભ-પ્રાણ દોસ્તાના ફિલ્મમાં દેખાયાં. આ ફિલ્મ પણ સુપરહિટ રહી.

નસીબ-કાલિયા-1981

નસીબ-કાલિયા-1981

1981માં વધુ બે સુપરહિટ ફિલ્મો આવી નસીબ અને કાલિયા. નસીબમાં પ્રાણ અમિતાભના પિતાની ભૂમિકામાં હતાં, તો કાલિયામાં રઘુવીર સિંહ જેલર તરીકે તેમણે શાનદાર ડાયલૉગ ડિલીવરી કરી આ રોલને અમર બનાવી દીધો હતો.

નાસ્તિક-અંધા કાનૂન-1983

નાસ્તિક-અંધા કાનૂન-1983

1983માં પુનઃ બે ફિલ્મો નાસ્તિક અને અંધા કાનૂનમાં અમિતાભ-પ્રાણ સાથે હતાં. નાસ્તિકમાં અમિતાભ લીડ રોલમાં હતાં, પરંતુ અંધા કાનૂનમાં અમિતાભ સાઇડ રોલમાં હતાં. રજનીકાંતના લીડ રોલ વાળી આ ફિલ્મમાં ચોક્કસ પ્રાણ ખલનાયક હતાં, પરંતુ તેઓ અમિતાભના ખલનાયક નહોતાં. આ ફિલ્મમાં અમિતાભના ખલનાયક અમરીશપુરી હતાં.

શરાબી-1984

શરાબી-1984

1984માં શરાબી ફિલ્મ આવી. આ ફિલ્મમાં અમિતાભ-પ્રાણ પુનઃ પિતા-પુત્રના રોલમાં આવ્યાં. વ્યસ્ત વ્યવસાયી અને શરાબી તેમજ દાઝેલા પુત્ર વચ્ચેની ડાયલૉગ ડિલીવરી કોણ ભુલી શકે.

શહેંશાહ-તૂફાન-જાદૂગર-1988

શહેંશાહ-તૂફાન-જાદૂગર-1988

અમિતાભના ખરાબ દિવસોમાં પણ પ્રાણ તેમની સાથે રહ્યાં. 1988માં આવેલી શહેંશાહ, 1989માં આવેલી તૂફાન અને જાદૂગર ફિલ્મોમાં પણ અમિતાભ-પ્રાણે સ્ક્રીન શૅર કરી હતી.

તેરે મેરે સપને-1996

તેરે મેરે સપને-1996

અમિતાભ બચ્ચનની ફિલ્મ નિર્માણ કમ્પની દ્વારા 1996માં નિર્મિત તેરે મેરે સપને ફિલ્મમાં અમિતાભ-પ્રાણ સાથે હતાં.

મૃત્યુદાતા-1997

મૃત્યુદાતા-1997

અમિતાભ-પ્રાણની છેલ્લી ફિલ્મ મૃત્યુદાતા હતી કે જે 1997માં આવી હતી.

English summary
Pran was vital breath for Mega star Amitabh Bachchan. Pran did not play nagetive role with Amitabh in any Movie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X