• search

ત્રણેય ખાનોને લઈ ફિલ્મ બનાવશે રણબીર : જુઓ કેટલો મોટો છે પડકાર?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 21 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરે થોડાક દિવસ અગાઉ કહ્યુ હતું કે તેઓ પોતાના અભિનેતા-ફિલ્મ નિર્માતા દાદાજી રાજ કપૂર ઉપર એક લઘુ ફિલ્મ બનાવવા માંગે છે. રણબીર કપૂરની મહેચ્છા હવે આ લઘુ ફિલ્મમાં બૉલીવુડના ત્રણેય ખાનોને લેવાની છે. રણબીરે જણાવ્યું - મેં કહી તો દીધું કે હું દાદાજી ઉપર લઘુ ફિલ્મ બનાવીશ, પણ આવુ કહ્યા બાદ મને વિચાર આવ્યો કે રાજ કપૂરના જીવન વિશે બતાવવામાં લઘુ ફિલ્મ નાની પડી જશે. આવુ કરવામાં મને 500 કલાક લાગશે.

  રણબીરે જણાવ્યું - પરંતુ તે પછી મેં એમ પણ વિચાર્યુ કે હું કોની ઉપર લઘુ ફિલ્મ બનાવી શકું? પછી મેં આઠ મિનિટની એક લગુ ફિલ્મ બનાવવા અંગે વિચાર્યું કે જેમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન એક સોફા ઉપર બેઠેલા હોય અને માત્ર વાતો કરતા હોય.

  રણબીર કપૂરે આ ઇચ્છા તો વ્યક્ત કરી દીધી, પરંતુ બૉલીવુડના આ ત્રણેય ખાનો વચ્ચેના સંબંધો જે પ્રકારના છે, તે જોતા લાગે છે કે રણબીરે ઇચ્છા નહીં, પણ મહેચ્છા વ્યક્ત કરી છે. રણબીરની આ ઇચ્છા ક્યાંક સ્વપ્ન બની ન રહી જાય. કોણ નથી જાણતું કે બૉલીવુડમાં શાહરુખ-સલમાન વચ્ચે સંબંધો કઈ હદે વણસેલા છે. કોણ નથી જાણતુ કે શાહરુખ-આમિરની આજ સુધી કોઈ પણ ફુલ-ફ્લૅશ ફિલ્મ લોકોને જોવા નથી મળી. કોણ નથી જાણતું કે અંદાઝ અપના-અપના બાદ સલમાન-આમિરની જોડી જોવા લોકો તલસી ગયાં.

  ચાલો હાલ તો આપને બતાવીએ શાહરુખ-સલમાન-આમિરે સ્ક્રીન-શૅર કરેલી જૂજ ફિલ્મો :

  શાહરુખ-આમિર

  શાહરુખ-આમિર

  શાહરુખ ખાન અને આમિર ખાન બૉલીવુડના એવા બે ખાન છે કે જેમની વચ્ચે કોઈ ખુલ્લી લડાઈ નથી. બંને એક-બીજા સાથે વાત કરે છે, મંચ શૅર કરે છે, પણ સ્ક્રીન શૅર નથી કરતાં.

  એકમાત્ર ફિલ્મ

  એકમાત્ર ફિલ્મ

  શાહરુખ-આમિરની લીડ રોલ ધરાવતી કોઈ ફિલ્મ નથી બની. જોકે 1993માં આવેલી આશુતોષ ગોવારીકર દિગ્દર્શિત ફિલ્મ પહલા નશામાં શાહરુખ અને આમિર બંનેએ કૅમિયો રોલ કર્યા હતાં. આ ફિલ્મ દીપક તિજોરી, પૂજા ભટ્ટ, રવીના ટંડન અને પરેશ રાવલની હતી.

  શાહરુખ-સલમાન

  શાહરુખ-સલમાન

  હવે વાત બૉલીવુડમાં પોતાના સંબંધો અંગે સતત ચર્ચામાં રહેતા શાહરુખ-સલમાનની વાત કરીએ.

  યાદગાર કરણ-અર્જુન

  યાદગાર કરણ-અર્જુન

  શાહરુખ-સલમાનની યાદગાર ફિલ્મ હતી રાકેશ રોશનની કરણ-અર્જુન. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આજે પણ લોકો શાહરુખ-સલમાનની જોડીને કરણ-અર્જુનના નામે જ સંબોધે છે.

  હર દિલ જો પ્યાર કરેગા

  હર દિલ જો પ્યાર કરેગા

  સલમાન ખાન, પ્રીતિ ઝિંટા અભિનીત હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મમાં શાહરુખે કૅમિયો કર્યો હતો.

  હમ તુમ્હારે હૈં સનમ

  હમ તુમ્હારે હૈં સનમ

  શાહરુખ-સલમાને હમ તુમ્હારે હૈં સનમ ફિલ્મમાં પણ સ્ક્રીન શૅર કરી હતી કે જેમાં માધુરી દીક્ષિત પણ હતાં.

  કુછ કુછ હોતા હૈ

  કુછ કુછ હોતા હૈ

  શાહરુખ ખાન, કાજોલ અને રાણી મુખર્જીના લીડ રોલ ધરાવતી કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં સલમાન ખાને કૅમિયો રોલ કર્યો હતો. જોકે તેમનો રોલ ખાસો લાંબો લગભગ 20 મિનિટનો હતો.

  દુશ્મન દુનિયા કા

  દુશ્મન દુનિયા કા

  1996માં આવેલી મેહમૂદ દિગ્દર્શિત ફિલ્મ દુશ્મન દુનિયા કામાં જીતેન્દ્ર, મંજૂર અલી, સુમનલતા, લલિતા મહેદીન, જ્હૉની લીવર, ફરીદા જલાલ અને મેહમૂદ લીડ રોલમાં હતાં, પરંતુ આ ફિલ્મમાં શાહરુખ-સલમાને કૅમિયો રોલ કર્યા હતાં.

  ઓમ શાંતિ ઓમ

  ઓમ શાંતિ ઓમ

  શાહરુખ-સલમાન છેલ્લી વખત ઓમ શાંતિ ઓમમાં સાથે દેખાયાં. શાહરુખ-દીપિકા અભિનીત ઓમ શાંતિ ઓમના એક ગીતમાં સલમાન કૅમિયો તરીકે દેખાયા હતાં.

  સલમાન-આમિર

  સલમાન-આમિર

  હવે વાત કરીએ સલમાન-આમિરની. આમિર એકમાત્ર એવા ખાન છે કે જેમના સંબંધો શાહરુખ-સલમાન બંને સાથે બગડેલા નથી, પરંતુ આ જોડી પણ દુર્લભ જ રહી છે.

  અંદાઝ અપના અપના

  અંદાઝ અપના અપના

  સલમાન-આમિરે આટલા લાંબા કૅરિયર દરમિયાન એકમાત્ર ફિલ્મ અંદાઝ અપના અપનામાં સ્ક્રીન શૅર કરી અને પછી લોકો આ જોડીને સ્ક્રીન પર જોવા તલસી ગયા.

  મોટો પડકાર

  મોટો પડકાર

  આમ રણબીર કપૂર માટે ત્રણેય ખાનોને એક સાથે લઈ એક ફિલ્મ બનાવવી એક મોટો પડકાર બની રહેશે. જોઇએ રણબીર સફળ થાય છે કે કેમ?

  આવી ગયુ પીકેનું બીજુ પોસ્ટર

  આવી ગયુ પીકેનું બીજુ પોસ્ટર

  PK : બીજુ પોસ્ટર રિલીઝ, આમિરે ધર્યો ગુજરાતી લુક, ટ્રાંઝિસ્ટર ફગાવી ભોંપૂ ઉપાડ્યો...

  English summary
  Ranbir Kapoor, who had earlier talked about making a short film on the life of his grandfather and legendary actor-filmmaker Raj Kapoor, has dropped the idea. Now he plans to make it with the three Khans.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more