Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આદિત્ય સાથે ફેરા ફરતી વખતે કોને મિસ કરી રહી હતી ‘રાણી’?

મુંબઈ, 22 એપ્રિલ : લાંબા સમયથી અભિનેત્રી રાણી મુખર્જી અને નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરાના લગ્નનો ઇંતેજાર થઈ રહ્યો હતો અને આ ઇંતેજાર ગઈકાલે રાત્રે ખતમ થઈ ગયો. આદિત્ય અને રાણીએ ગઈકાલે રાત્રે ઇટાલી ખાતે લગ્ન કરી લીધાં અને આ સાથે જ બૉલીવુડના મોસ્ટ અવેટેડ મૅરેજ સમ્પન્ન થઈ ગયાં.

આજે સવારે આદિત્ય ચોપરા તરફથી નિવેદન આવ્યું કે ગઈકાલે રાત્રે ઇટાલીમાં આદિત્ય-રાણીએ એક નાનકડા સમારંભ સાથે એક-બીજા જોડે લગ્ન કરી લીધાં. જોકે રાણીના લગ્નનો ઇંતેજાર તેમના ફૅન્સ કરતા હતાં, પરંતુ રાણીએ પોતાના લગ્નને બહુ મોટું ઇવેંટ નહી બનાવી દેશથી બહુ દૂર માત્ર પોતાના પરિવારજનો અને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં. જોકે રાણી આટલા સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં પણ કોઇકને મિસ કરી રહ્યા હતાં. રાણીની નજરો એક એવા શખ્સને શોધતી હતી કે જે કદાચ હવે ક્યારેય તેમની નજરમાં આવવાનો નથી.

રાણીના ફૅન્સ જોકે આ સમાચારથી થોડાક નિરાશ છે, પરંતુ તેમને ખુશી છે કે અંતે તેમની મનપસંદ અભિનેત્રી પોતાના જીવનના સૌથી મહત્વના અધ્યયામાં પ્રવેશી ગયાં છે. રાણી મુખર્જી અને આદિત્ય ચોપરા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધો હતાં અને બંનેના લગ્ન યશ ચોપરાની હયાતીમાં જ થઈ જવાના હતાં, પરંતુ યશ ચોપરા ડેંગૂની બીમારીનો ભોગ બની અચાનક નિધન પામ્યા અને આ લગ્ન પાછા ઠેલવાઈ ગયાં. વચ્ચે-વચ્ચે બંનેના લગ્નના સમાચારો પણ આવ્યાં, પરંતુ દરેક વખતે લોકો નિરાશ જ થયાં, પરંતુ હવે આ યુગલ દમ્પતિ બની ગયું છે. રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્નના સમાચારથી ફિલ્મી શેરીઓમાં ખુશીની લહેર છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કે રાણી મુખર્જી કોને મિસ કરતા હતાં :

ખુશી શૅર કરવા માંગુ છું

ખુશી શૅર કરવા માંગુ છું

રાણી મુખર્જીએ લગ્ન બાદ જણાવ્યું - હું પોતાના જીવનનો સૌથી ખુશી ભર્યો દિવસ પોતાના દુનિયા ભરના ફૅન્સ સાથે શૅર કરવા માંગુ છું.

જીવનનો મહત્વનો ભાગ

જીવનનો મહત્વનો ભાગ

રાણીએ કહ્યું - આ સૌ મારા જીવનનો એક મહત્વનો ભાગ રહ્યાં છો.

ફૅન્સ ખુશ હશે

ફૅન્સ ખુશ હશે

રાણી બોલ્યાં - મને ખબર છે કે તે સૌ લોકો કે જે હંમેશા મારી ખુશીની દુઆ કરતા હતાં અને જેમણે આ દિવસનો આતુરતાપૂર્વક ઇંતેજાર કર્યો છે, તે સૌ આજે ખૂબ ખુશ હશે.

સુંદર લગ્ન હતાં

સુંદર લગ્ન હતાં

રાણી મુખર્જીએ જણાવ્યું - આ એક ખૂબ જ સુંદર લગ્ન હતાં.

નિકટ સંબંધીઓ હાજર

નિકટ સંબંધીઓ હાજર

રાણીએ કહ્યું - ઇટાલીના કંટ્રીસાઇડે સમ્પન્ન થયેલ આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો અને કેટલાંક નજીકના મિત્રો જ હાજર રહ્યા હતાં.

યશ અંકલને મિસ કર્યાં

યશ અંકલને મિસ કર્યાં

રાણી મુખર્જીએ જણાવ્યું - પરંતુ એક માણસને મેં બહુ યાદ કર્યાં અને તે હતાં યશ અંકલ (યશ ચોપરા), પરંતુ મને ખબર છે કે તેઓ જ્યાં પણ છે, તેમની દુઆઓ અને શુભેચ્છાઓ મારી અને આદિની સાથે છે.

મારૂં જીવન પરીઓ જેવું

મારૂં જીવન પરીઓ જેવું

રાણીએ કહ્યું - હું હમેશા પરીઓની વાર્તાઓમાં વિશ્વાસ કરતી રહી છું અને ભગવાનનો આશીર્વાદ છે કે મારી જિંદગી પણ પરીઓની વાર્તા જેવી જ રહી.

જીવનનો મહત્વનો ભાગ

જીવનનો મહત્વનો ભાગ

રાણી કહે છે - હવે હું પોતાના જીવનના સૌથી મહત્વના ભાગે પ્રવેશી રહી છું અને આ પરીની વાર્તા આગળ વધશે.

લાંબો ઇંતેજાર

લાંબો ઇંતેજાર

રાણી-આદિત્યના લગ્નના સમાચારો ઘણા સમયથી આવતા હતાં.

ચુપકે-ચુપકે લગ્ન

ચુપકે-ચુપકે લગ્ન

કહેવાતુ તો એમ પણ હતું કે રાણીએ આદિત્ય સાથે ચુપકે-ચુપકે લગ્ન કરી લીધાં છે અને એટલે જ તેઓ યશ રાજનું તમામ કામ જોઈ રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X