For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશ્કેલીભરી રહી રાનૂ મંડલની જિંદગી, આ વાતથી નારાજ થઈ પતિએ છોડી દીધો હતો સાથ

રાનૂ મંડલ રાતો રાત સ્ટાર બની ગઈ છે. આજે દરેક જણ તેના વિશે જાણવા ઈચ્છે છે અને તેના વિશે વિવિધ પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાનૂ મંડલ જ્યારે રાણાઘાટના રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો માટે ગીત ગઈને પોતાનુ પેટ ભરતી હતી ત્યારે એણે વિચાર્યુ નહિ હોય કે એક દિવસ તેનો આ સૂરીલો અવાજ તેને ફેમસ બનાવી દેશે. લતા મંગેશકરના ગીતો ગાઈને પોતાનું પેટિયુ રળતી રાનૂ મંડલનું નામ આજે દરેકની જીભે છે. હવે તે પ્લેબેક સિંગર તરીકે બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર માટે પ્લેબેક સિંગિંગ કરી રહેલી રાનૂ મંડલ રાતો રાત સ્ટાર બની ગઈ છે. આજે દરેક જણ તેના વિશે જાણવા ઈચ્છે છે અને તેના વિશે વિવિધ પ્રકારના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. આવો જ એક દાવો તેના લગ્ન માટે પણ કરવામાં આવી રહ્યો છે.

રાનૂ મંડલના બે લગ્ન થયા હતા

રાનૂ મંડલના બે લગ્ન થયા હતા

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાનૂ મંડલના બે લગ્ન થયા હતા. પહેલા પતિએ રાનીને ક્યારેય કોઈ ખાસ મહત્વ ન આપ્યુ. રાનૂ 20 વર્ષની ઉંમરમાં જ ક્લબમાં ગીત ગાતી હતી, ખૂબ જ સૂરીલો અવાજ હોવાના કારણે રાનૂ જલ્દી ફેમસ તો થઈ ગઈ પરંતુ આનાથી સાસરિયાઓને પ્રોબ્લેમ થવા લાગ્યો. રાનૂના પતિને આ બધુ પસંદ નહોતુ. ત્યારબાદ ધીમે ધીમે અંતર વધવા લાગ્યુ અને છેવટે પતિએ રાનૂને છોડી દીધી.

પહેલા પતિએ પણ છોડી દીધો હતો સાથ

પહેલા પતિએ પણ છોડી દીધો હતો સાથ

રાનૂને પહેલા પતિથી એક દીકરો અને એક દીકરી છે. પતિને છોડ્યા બાદ રાનૂ તૂટી ગઈ હતી અને તેણે ગીત ગાવાના બંધ કરી દીધા. ત્યારબાદ વર્ષ 2000માં તે મુંબઈ જતી રહી અને તેને અહીં ફિરોઝ ખાન જેવા સુપરસ્ટારના ઘરમાં નોકરી મળી ગઈ. બંગાળના રહેવાસી બબલુ સાથે રાનૂએ લગ્ન કરી લીધા. આ રાનૂના બીજા લગ્ન હતા.

આ પણ વાંચોઃ Article 370: કાશ્મીરી વહુ ઉર્મિલાએ વ્યક્ત કરી સાસુ-સસરાની ચિંતા, મોદી સરકાર પર સાધ્યુ નિશાનઆ પણ વાંચોઃ Article 370: કાશ્મીરી વહુ ઉર્મિલાએ વ્યક્ત કરી સાસુ-સસરાની ચિંતા, મોદી સરકાર પર સાધ્યુ નિશાન

બબલુ મંડલ સાથે કર્યા બીજા લગ્ન

બબલુ મંડલ સાથે કર્યા બીજા લગ્ન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બબલુનું 2003માં મૃત્યુ થઈ ગયુ. રાનૂ માટે પોતાને સંભાળવી મુશ્કેલ બની રહી હતી, હવે રાનીને મુંબઈમાં રહેવુ સારુ નહોતુ લાગતુ અને એક દિવસ ફરીથી તે પાછી પશ્ચિમ બંગાળ જતી રહી. પશ્ચિમ બંગાળ પાછા ફર્યા બાદ રાનૂ ફરી ફરીને ગાવાનુ શરૂ કરી દીધુ. રાનૂનો અવાજ ખૂબ જ સૂરીલો હતો અને હવે એ જ તેનો ગુજરાન કરવાનુ સાધન પણ.

પછી કંઈક આમ બદલાઈ રાનૂની જિંદગી

પછી કંઈક આમ બદલાઈ રાનૂની જિંદગી

લગભગ 10 વર્ષ સુધી આમ જ ચાલ્યુ. એક દિવસ રાનૂ જ્યારે રાણાઘાટના રેલવે સ્ટેશન પર બેસીને ગાતી હતી ત્યારે ત્યાંથી સોફ્ટવેર એન્જિનિયર અતીન્દ્ર પસાર થઈ રહ્યા હતા, રાનૂનો અવાજ સાંભળીને તે અટકી ગયા અને રાનૂનો ગાતા ગાતા એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. ત્યારબાદ રાનૂ જોતજોતામાં સ્ટાર બની ગઈ. આજે રાનૂ પોતાના જાદૂઈ અવાજથી બધાને પોતાના ફેન બનાવી ચૂકી છે. અમુક સમય પહેલા બેસહારા અને ગરીબીનું જીવન ગુજારનાર રાનૂને હવે રાણાઘાટની લતા મંગેશકર તરીકે બોલાવવામાં આવે છે.

English summary
ranu mondal marriage and her personal life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X