પાવર કપલ રણવીર સિંહ-દીપિકા પાદુકોણ પાસે છે લક્ઝરી કારોનુ શાનદાર કલેક્શન, જુઓ
પાવર કપલ રણવીર-દીપિકા પાસે શાનદાર કારોનો સંગ્રહ પણ છે. ચાલો જાણીએ તેમની કાર વિશે.
મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય અને સફળ કપલ છે જેઓ તેમની શાનદાર કારકિર્દી માટે જાણીતા છે પરંતુ આ પાવર કપલ પાસે શાનદાર કારોનો સંગ્રહ પણ છે. લેમ્બોર્ગિનીની ઉરુસ એસયુવીથી લઈને મર્સિડીઝ મેબેક કાર તેના ગેરેજમાં હાજર છે. ચાલો જાણીએ તેમની કાર વિશે.

લેમ્બોર્ગિની ઉરુસ
લેમ્બોર્ગિની ઉરુસ વિશ્વમાં સૌથી વધુ વેચાતી લક્ઝરી એસયુવીમાંની એક છે અને તે બૉલિવુડ કલાકારોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. રણવીર સિંહ ઘણી વખત આ કારની સવારી કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે લેમ્બોર્ગિની ઉરુસ હાલમાં 4.5 કરોડ રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. આ કાર 4.0-લિટર V8 એન્જિન સાથે આવે છે જે 650 HP પાવર અને 850 Nm ટાર્ક જનરેટ કરે છે.

લેન્ડ રોવર રેંજ રોવર વૉગ
લક્ઝુરિયસ એસયુવી માટે જાણીતી કંપની લેન્ડ રોવરનુ મોડલ પણ આ કપલના ગેરેજમાં છે અને દીપિકા આ કારનો વારંવાર ઉપયોગ કરે છે. લેન્ડ રોવર રેન્જ રોવર વૉગ હાલમાં રૂ. 2.26 કરોડની કિંમતે વેચાય છે. આ SUV 3.0-લિટર V6 એન્જિન સાથે આવે છે જે 250bhp પાવર અને 600Nm ટાર્ક જનરેટ કરે છે.

ઑડી ક્યૂ5
Audi Q5 એ શહેરની મુસાફરી માટે એક ઉત્તમ રાઈડ છે અને તે રૂ. 65 લાખની કિંમતે ઉપલબ્ધ છે. Audi Q5 વર્ચ્યુઅલ કોકપિટ પ્લસ, ઑટો પાર્ક આસિસ્ટ, 10.1-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જર અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ અને સાધનો સાથે આવે છે. તેને ગયા વર્ષે જ નવા અવતારમાં લાવવામાં આવી છે.

ઑડી ક્યૂ7
આ ઑડીની એક વૈભવી લક્ઝરી કાર છે જે દીપિકા પાદુકોણ ચલાવે છે અને ઘણી ઇવેન્ટ્સમાં તે આ કારમાં જોવા મળી છે. Audi Q7 હાલમાં રૂ. 90 લાખની કિંમતે ઉપલબ્ધ છે અને તે પ્રીમિયમ પ્લસ અને ટેક્નોલૉજી વેરિઅન્ટ્સ સાથે આવે છે. તેમાં LTE એડવાન્સ્ડ કનેક્ટિવિટી, Wi-Fi સ્પીકર, 30 કલર એમ્બિયન્ટ લાઇટિંગ, ચાર ઝોન ક્લાઇમેટ કંટ્રોલ છે.

જગુઆર એક્સજેએલ
Jaguar XJL એક શાનદાર કાર રહી છે પરંતુ હવે તેને બંધ કરી દેવામાં આવી છે. જો કે આ પાવર કપલ આ કારમાં સવારી કરતા જોવા મળ્યા છે. Jaguar XJ L અનેક એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ હતુ અને તેની કિંમત રૂ. 1 કરોડથી રૂ. 2 કરોડ સુધીની છે. વળી, તે કાર તેની અલ્ટ્રા લક્ઝરી કેબિન માટે જાણીતી છે અને ડ્રાઇવિંગનો ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે.

મર્સિડીઝ મેબેક જીએલએસ600
રણવીર સિંહને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે અને તે આ કાર જાતે જ ચલાવે છે. ઘણી વખત તે આ કારમાં ફરતો જોવા મળ્યો છે. આ મર્સિડીઝ મેબેક કાર તેના આકર્ષક અને આરામદાયક ઇન્ટિરિયર માટે જાણીતી છે જેની કિંમત હાલમાં રૂ. 2.80 કરોડ છે. તે 4.0-લિટર V8 એન્જિન દ્વારા સંચાલિત છે જે 550 bhp જનરેટ કરે છે.

મર્સિડીઝ બેંઝ જીએલએસ
Mercedes Benz GLS કંપનીની લક્ઝરી છે અને તે દીપિકાના ગેરેજમાં શામેલ છે. તેની કિંમત 1.16 કરોડ રૂપિયા છે. મર્સિડીઝ બેન્ઝ જીએલએસ 2.9 લિટર એન્જિન દ્વારા સંચાલિત છે. કારની ટૉપ સ્પીડ 238 કિમી/કલાક છે અને તે માત્ર 6.3 સેકન્ડમાં 0 - 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.












Click it and Unblock the Notifications
