Deepveer Wedding: મહેંદી સેરેમનીમાં રણવીરે દીપિકા પાસે કરી આ વસ્તુની ડિમાન્ડ

આજે બોલિવુડ હસીના દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા.

આજે બોલિવુડ હસીના દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. બંનેના ચાહકો લાંબા સમયથી બંનેના એક થવાની રાહ જોઈ રહ્યા હતા અને તેમની ઈચ્છા પૂરી થઈ. બંને સ્ટાર્સના પરિવાર અને નજીકના સંબંધીઓ હાલમાં ઈટલીમાં છે. એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા મુજબ 13 તારીખે દીપિકા અને રણવીર સિંહની સગાઈ થઈ ત્યારબાદ 6 વર્ષનો પ્રેમ એક સંબંધમાં બંધાઈ ગયો. કહેવામાં આવી રહ્યુ છે કે આ સગાઈ કોંકણી રિવાજથી કરવામાં આવી કારણકે દીપિકા કોંકણી છે.

રણવીર સિંહે મોકાનો ફાયદો ઉઠાવ્યો

રણવીર સિંહે મોકાનો ફાયદો ઉઠાવ્યો

સગાઈ બાદ સંગીત અને મહેંદીની રસમો કરવામાં આવી. પિંકવિલા વેબસાઈટના સમાચાર મુજબ કોંકણી રિવાજમાં ઘણી એવી રસમો હોય છે જેમાં હસી-મજાક ખૂબ હોય છે. જેનો રણવીર સિંહે પૂરો ફાયદો ઉઠાવ્યો.

રસપ્રદ છે રસમો

રસપ્રદ છે રસમો

વાસ્તવમાં એક પ્રથા અનુસાર વરરાજા પોતાની ભાવિ દુલ્હને મહેંદીની રસમ દરમિયાન પોતાના હાથે જમાડે છે જેના બદલામાં તે પોતાની ભાવિ પત્ની સામે એક શરત મૂકે છે જે પૂરી થયા બાદ જ તો દુલ્હનને જમાડે છે.

રણવીર સિંહે માંગી દીપિકા પાસે KISS

રણવીર સિંહે માંગી દીપિકા પાસે KISS

રણવીર સિંહ સામે જ્યારે આ વાત આવી તો તેને મસ્તી સૂઝી. તેણે કહ્યુ કે મને દીપિકા પાસેથી કંઈ ન જોઈએ. બસ તે મને કિસ કરી દે તો હું તેને જમાડી દઈશ. બધાની સામે રણવીર સિંહની આ વાત સાંભળીને દીપિકા એકદમ શરમાઈ ગઈ, તેને કદાચ આવો અંદાજ નહોતો કે રણવીર સિંહ આવુ કંઈક બોલી જશે.

બધાને લગ્નના ફોટાની રાહ

બધાને લગ્નના ફોટાની રાહ

આજે સાંજે 6.30 વાગ્યાથી લગ્નની રસમો શરૂ થશે. દીપવીરના લગ્ન સમારંભ સાથે જોડાયેલા કોઈ ફોટા તો સામે નથી આવ્યા પરંતુ રસમો વિશે આવી રહેલા સમાચાર એ જાહેર કરી રહ્યા છે કે આ વર્ષના યાદગાર લગ્ન બની ગયા છે. બંનેના લગ્નના ફોટાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X