કાકાના મોતના આઘાતે ભત્રીજા રવિ ચોપરા આઈસીયૂમાં
મળતી માહિતી મુજબ રવિ ચોપરાના ફેફસામાં કઈંક ખરાબી આવી ગઈ છે. તેના પગલે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. 66 વર્ષીય રવિ યશ ચોપરાના મોટા ભાઈ બી. આર. ચોપરાનાં પુત્ર છે. રવિએ બિગ બી અમિતાભ બચ્ચનની અનેક હિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.
બ્રિચકૅન્ડી હૉસ્પિટલના તબીબોએ પીટીઆઈને જણાવ્યું કે રવિ ચોપરા આઈસીયૂમાં દાખલ છે. તબીબોએ તેમની તબીયત અંગે જણાવ્યું કે હાલ તેઓની હાલત અગાઉ કરતાં બહેતર છે, પરંતુ તબીબોએ તેનાથી વિશેષ કઈંક બતાવવાનો ઇનકાર કર્યો.
રવિ ચોપરાએ ઝમીર, ધ બર્નિંગ ટ્રેન, બાગબાન, બાબુલ જેવી અનેક હિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. રવિ ચોપરા દ્વારા દિગ્દર્શિત ફિલ્મોમાં મોટાભાગે અમિતાભ બચ્ચન હીરો રહે છે.
રવિ ચોપરાએ અમિતાભ બચ્ચનની ભૂતનાથ ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. રવિવારે જ પોતાના કાકા યશ ચોપરાના નિધન બાદથી રવિ ચોપરા આઘાતમાં હતાં અને પછી અચાનક તેમનું સ્વાસ્થ્ય પણ કથળી ગયું અને તેમને હૉસ્પિટલાઇઝ કરવું પડ્યું. જ્યારે તેમને દાખલ કરવામાં આવ્યાં, ત્યારે જણાવાયું હતું કે તેમની હાલત બહુ ગંભીર છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
