For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંડિત રવિશંકરની છેલ્લી ઇચ્છા અધૂરી રહી ગઈ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ડિસેમ્બર : આજે સિતાર સમ્રાટ પંડિત રવિશંકર દુનિયાને અલવિદા કહી ગયાં. સિતાર સમ્રાટે ભલે સંગીતની દુનિયામાં નવા વિક્રમો સ્થાપિત કર્યા હોય, પરંતુ જતાં-જતાં પણ તેમની એક ઇચ્છા અપૂર્ણ રહી ગઈ અને તે હતી બિગ બી અમિતાભ બચ્ચન સાથે વાત કરવાની.

Amitabh-Ravishankar

આ અંગે પોતે અમિતાભે બ્લૉગ પર લખ્યું છે કે થોડાંક દિવસ અગાઉ અચાનક મારા ઘરે પંડિત રવિશંકરજીના પત્ની સુકન્યાજીનો ફોન આવ્યો. તેમણે મને જણાવ્યું કે રવિશંકરજી મારી સાથે કંઇક વાત કરવા માંગે છે. તેમણે જ મને માહિતી આપી કે તેઓ માંદા છે અને ગુરુવારે તેમની સર્જરી થવાની હતી. તેઓ અમેરિકાના કૅલીફોર્નિયામાં છે, પરંતુ અફસોસ કે હું રવિશંકરજીની આ ઇચ્છા પૂરી ખરી ન શક્યો.

અમિતાભે આગળ લખ્યું છે કે પંડિત રવિશંકર અને મારા બાબુજી હરિવંશરાય બચ્ચન વચ્ચે મધુર સંબંધો હતાં જ્યારે મારી તેમના મોટા ભાઈ ઉદયશંકર સાથે વધુ ઘનિષ્ઠતા હતી. મને તેમના જવાનો અને તેમની સાથે વાત ન કરી શકવાનો ખૂબ દુઃખ અને અફસોસ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે.

નોંધનીય છે કે સિતાર સમ્રાટ પંડિત રવિશંકરનું આજે સવારે અમેરિકામાં નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતાં. તેઓ છેલ્લા કેટલાંક સમયથી માંદા હતાં. 1999માં તેમને ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતાં. વારાણસી ખાતે જન્મેલ પંડિત રવિશંકરને 1967માં પદ્મવિભૂષણથી પણ નવાજાયા હતાં. તેમને સંગીતના ગૉડફાદર કહેવાતા હતાં.

English summary
Sitar legend Ravi Shankar had wanted to speak to another legend Amitabh Bachchan. It was his Last wish.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X