For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્થ ડે ગર્લ દિપીકા વિષે જાણો તેવી વાતો, જે નથી ફિલ્મી

|
Google Oneindia Gujarati News

બોલીવૂડ ઇન્ડસ્ટ્રી અન્ય કોઇ ઇન્ડસ્ટ્રીની જેમ જ મેલ ડોમિનેટેડ ઇન્ડસ્ટ્રી છે. અને આવી ઇન્ડસ્ટ્રીમાં એક મહિલાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હોય અને તે ઓળખને જાણવી રાખી હોય તો તે છે દિપીકા પાદુકોણ. આજે છે દિપીકા પાદુકોણનો બર્થ ડે. ત્યારે તેના જન્મદિવસ પર અમે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક તેવી વાતો કરવાના છીએ જે ફિલ્મી નથી.

દિપીકા પાદુકોણ બેડમિન્ટન સ્ટાર પ્રકાશ પાદુકોણની દિકરી છે પહેલા મોડલિંગ અને પછી ઓમ શાંતિ ઓમથી બોલીવૂડમાં પદાર્પણ કરનાર આ અભિનેત્રી જોડે કામ કરવા માટે ઇન્ડસ્ટ્રીના તમામ મોટા ડાયરેક્ટર બેકરાર છે. અને જે તેની સાથે કામ કરી ચૂક્યા છે તે ફરી તેની જોડે જ કામ કરવા ઇચ્છે છે. દિપીકાએ તેના કેરિયરની શરૂઆતમાં તેના પિતાની એક સલાહ વિષે વાત કરતા કહ્યું હતું કે "ઊંચાઇ પર પહોંચવું સરળ છે પણ ઊંચાઇ પર બની રહેવું કઠિન છે." આને આજે તે વાતને સાચા શબ્દોમાં સાર્થક કરી રહી છે કારણ કે તેણે ઊંચાઇઓને આંબી લીધી છે અને તે એ ઊંચાઇ પર ટકી પણ રહી છે.

દિલથી છે ધાર્મિક

દિલથી છે ધાર્મિક

દીપીકા પાદુકોણને લોકો ભલે બોલ્ડ માનતા હોય પણ તે દિલથી ધાર્મિક છે. તે અનેક વાર મંદિરોમાં જોવા મળી છે. અને તેના ઘરમાં તે રોજ સવારે તુલસીના ક્યારા પર દિવા કરે છે અને તે જ્યાં વિદેશમાં હોય છે ત્યાર પણ તેના નોકર દ્વારા ક્યારામાં તુલસીને પાણી જરૂરથી નખાવે છે.

બોલ્ડ વ્યક્તિત્વ

બોલ્ડ વ્યક્તિત્વ

દિપીકા પાદુકોણની છબી તે લોકોમાં આવે છે જે ખોટાને ખોટુ અને સાચાને સાચું કહેવાની હિંમત રાખતા હોય. તે સાવર્જનિક જગ્યાઓ પર નારીવાદના મુદ્દે ખુલીને બોલે છે. અને તેમણે સ્ત્રીને એક સશક્ત છબી રજૂ કરી છે.

ડિપ્રેશનનો ભોગ

ડિપ્રેશનનો ભોગ

ભાગ્યેજ ફિલ્મી સ્ટાર તેમની ખામીઓ વિષે જગજાહેર રીતે સ્વીકારતા હોય છે. પણ દિપીકા બધાથી અલગ તરી આવે તેવા વ્યક્તિવાળી છોકરી છે અને તેણે પોતાના ડિપ્રેશનની વાતને ડંકાની ચોટ બોલી બતાવ્યું.

દિપીકાનું કોલમ

દિપીકાનું કોલમ

દિપીકાએ પોતાનું એક કોલમ શરૂ કરી છે. જેમાં તે મહિલાઓના સ્વાસ્થયથી જોડાયેલી વાતો કરે છે. તે એક ચેરિટી સંગઠનમાં પણ કામ કરે છે જેના માટે તે સ્ટેજ શો પણ કરી ચૂકી છે.

હિંદુસ્તાન ટાઇમ્પ

હિંદુસ્તાન ટાઇમ્પ

વર્ષ 2009માં હિંદુસ્તાન ટાઇમ્સની એક સાપ્તાહિક કોલમ માટે પણ તેને સાઇન કરવામાં આવી હતી. જેમાં તે પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રોફેનલ લાઇફ વિષે જાણકારી આપતી હતી.

મેરાથન

મેરાથન

વર્ષ 2009 દિપીકાએ વિશ્વ 10 કે બેંગલોર મેરેથોનમાં ભાગ લીધો હતો જે એક એનજીઓ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

દત્તક લીધું ગામ

દત્તક લીધું ગામ

વર્ષ 2010માં દિપીકાએ મહારાષ્ટ્રનું Ambegaon ગામ દત્તક લીધું અને ત્યાં વિજળીની આપૂર્તિ માટે તેમને સારું કામ કર્યું જે પછી ગામની સ્થિતિ સુધરી છે.

જવાનો સાથે એક સાંજ

જવાનો સાથે એક સાંજ

સ્વતંત્રતા દિવસ પર દિપીકાએ એનડીટીવીના એક પ્રોગ્રામ દ્વારા ભારતના રીયલ હિરો એટલે કે સેનાના જવાનોને મળવા જમ્મુ ગઇ.

ઓલમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ ટીમ

ઓલમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ ટીમ

દીપીકાએ ઓલમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ ટીમમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. જે તેના પિતા પ્રકાશ પાદુકોણ અને ગીત સેઠીએ એથ્લેટ્સને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કર્યું છે.

મહિલાઓ માટે ઓનલાઇન કપડાની સેલિંગ

મહિલાઓ માટે ઓનલાઇન કપડાની સેલિંગ

બહુ ઓછા લોકોને ખબર હશે કે દિપીકા પાદુકોણ એક સારી ફેશન ડિઝાઇનર પણ છે અને તેણે પોતે ડિઝાઇન કરેલા કપડા પણ એક જાણીતી બ્રાન્ડ સાથે મળીને બનાવ્યા છે.

ઇચ્છા શક્તિ, બુદ્ધિશાળી અને મજબૂત સુંદરી

ઇચ્છા શક્તિ, બુદ્ધિશાળી અને મજબૂત સુંદરી

પત્રકાર વીર સાંધવીએ 2013માં દિપીકા પાદુકોણ માટે લખ્યું હતું કે તે એક એવી મહિલાનું ચારિત્ર રજૂ કરે છે જે મજબૂત, સ્વતંત્ર અને પોતાના માટે જ આદર્શ છે.

English summary
Today is Bollywood beauty Deepika Padukone's Birthday, here is non filmi but Interesting fact about her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X