સની દેઓલ અને સલમાન ખાન એક સાથે, શાહરુખ ને મળશે ટક્કર

Posted By:
Subscribe to Oneindia News

સની દેઓલ, ધર્મેન્દ્ર અને બોબી દેઓલની ફિલ્મ યમલા પગલાં દીવાના ફિર સે, હવે વધુ શાનદાર બનતી દેખાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દેઓલ પરિવાર સાથે સારા સંબંધ અને સાજીદ નડિયાદવાલા સાથે દોસ્તીને કારણે સલમાન ખાન ફિલ્મના ગીતમાં કેમિયો કરી રહ્યા છે.

yamla pagla deewana 3

પરંતુ આ ગીત હવે ધીરે ધીરે મોટું થઇ રહ્યું છે. ધર્મેન્દ્ર સાથે આ ગીતનું શૂટિંગ સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, રેખા અને શત્રુઘ્ન સિન્હા પણ કરી રહ્યા છે. હવે આ ગીતમાં સની દેઓલ અને બોબી દેઓલ હશે કે નહીં તેના વિશે કઈ પણ જણાવવામાં આવ્યું નથી.

પરંતુ જયારે આટલા બધા સ્ટાર એક સાથે એક જગ્યા પર આવી ચુક્યા હોય તો સની અને બોબી પણ તેમાં જોડાવવાનો મોકો નહીં છોડે. હવે જો કોઈ એવું ગીત વિચારો જેમાં ઘણા સ્ટાર કેમિયો કરી ચુક્યા હોય તો તમને શાહરુખ ખાન નું ગીત ઓમ શાંતિ ઓમ યાદ આવી જાય છે. જેમાં બધા જ સ્ટાર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.

હવે સની દેઓલ, ધર્મેન્દ્ર અને બોબી દેઓલની ફિલ્મ યમલા પગલાં દીવાના સોન્ગ શાહરુખ ખાનની ઓમ શાંતિ ઓમ ગીતને ટક્કર જરૂર આપશે. રસપ્રદ વાત છે કે શાહરુખ ખાનને આ ટક્કર સની દેઓલ ઘ્વારા મળશે અને સની દેઓલનો સાથે સલમાન ખાન આપી રહ્યા છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે યમલા પગલાં દીવાના ફિલ્મના પહેલા બંને પાર્ટ દર્શકો ઘ્વારા વખાણવામાં આવ્યા હતા. આજ કારણ છે કે ફિલ્મના ત્રીજા પાર્ટ પર ખુબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.

English summary
Rekha shatrughan sinha joins yamla pagla deewana phir se special song

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.