For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

review with pics :: ક્યાંક લોહી તરસ્યો તો નથી આપનો 3જી ફોન ?

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : 3જી
દિગ્દર્શક :
શ્રીશલ આનંદ, શાંતનુ રે છિબ્બર
નિર્માતા : સુનીલ એ. લુલ્લા, વિક્રમ રજની
કલાકાર : નીલ નિતિન મુકેશ, સોનલ ચૌહાણ, મૃણાલિની શર્મા
સંગીતકાર : મિથુન

ટેક્નોલૉજી આજે આપણાં જીવનનો એક મહત્વનો ભાગ બની ચુકી છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની પાસે મોંઘામાં મોંઘો અને લેટેસ્ટ ટેક્નોલૉજી ધરાવતો ફોન હોય કે જે બીજાઓને બતાવતાં તેને લાગે કે તે તેના કરતાં શ્રેષ્ઠ છે, પરંતુ ક્યારેક-ક્યારેક આ દેખાડો પ્રાણઘાતક પણ સાબિત થઈ શકે છે. વિચારી જુઓ કે જો આપનો ફોન 3જી ટેક્નોલૉજી ધરાવતો હોય અને આપના સ્ટેટસ સિમ્બૉલની જેમ હોય અને તે જ આપનો જાનની પાછળ પડી જાય, તો આપ શું કરશો? કંઈક આવી જ વાર્તા છે સૅમ અરોરા અને શીનાની કે જેઓ એક 3જી ફોન ખરીદે છે અને પછી ભોગ બને છે એક એવા ષડ્યંત્રનો કે જે તેમનો ફોન જ તેમની વિરુદ્ધ રચી રહ્યું હોય છે.

વાર્તા : 3જી ફિલ્મની વાર્તાની શરુઆત થાય છે સૅમ અરોરા (નીલ નિતિન મુકેશ) તથા શીના (સોનલ ચૌહાણ) સાથે કે જેઓ એક કપલ છે અને એક-બીજાને ખૂબ પ્રેમ કરે છે. સૅમ અને શીના ફિજીમાં રજાઓ ગાળવા જાય છે. ત્યાં એક દિવસ સૅમ એક સેકેંડ હૅંડ 3જી ફોન ખરીદે છે. એક રાત્રે તે ફોન ઉપર એક અજાણ્યું કૉલ આવે છે કે જે શીન અને સૅમના જીવનને પૂરી રીતે બદલી નાંખે છે. તેમની સાથે ઘણા બધા આશ્ચર્યજનક બનાવો બને છે કે જે તેમને સ્વીકારવાં પડે છે. બંને પાસે પોતાના જીવન બચાવવાનો એક જ રસ્તો છે કે તેઓ ફોનની મિસ્ટ્રીને સૉલ્વ કરે, પરંતુ જેમ-જેમ સમય પસાર થાય છે, તે વધુ મુશ્કેલ થતું જાય છે. ફિલ્મની વાર્તા ખૂબ જ બહેતરીન રીતે રજૂ કરાઈ છે.

અભિનય : નીલ નિતિન મુકેશ અને સોનલ ચૌહાણ બંનેની એક્ટિંગ ખૂબ જ બહેતરીન છે. ફિલ્મ એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે. આપને ફિલ્મ જોઈ હૉરર જેવી લાગશે, પરંતુ હકીકતમાં ફિલ્મમાં કોઈ ભૂત નથી, પરંતુ છતાં અનેક વાર ભયના કારણે રુંઆટા ઊભા થઈ શકે છે. 3જી ફિલ્મ પાસે નીલ અને સોનલ બંનેને ખૂબ અપેક્ષાઓ છે, કારણ કે આ ફિલ્મ તેમના કૅરિયર માટે મહત્વની છે.

આવો આપણે જોઇએ 3જી ફિલ્મની તસવીરી ઝલક.

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

સોનલ ચૌહાણ અને નીલ નીતિન મુકેશની આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. ફિલ્મ પહેલાં જ શોમાં પસંદ કરવામાં આવી રહી છે. જોકે જૉલી એલએલબી પણ 3જીને ટક્કર આપી રહી છે.

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

સોનલ-નીલ વચ્ચે કેટલાંક કિસિંગ સીન્સ છે કે જેને લઈને ફિલ્મ ચર્ચામાં રહી છે. પહેલા કહેવાયુ હતું કે ફિલ્મમાં 30 કિસિંગ સીન્સ છે, પરંતુ પછીથી સોનલે જણાવ્યું કે માત્ર 3 કિસિંગ સીન્સ છે. નીલે જણાવ્યું કે આ સીન્સ પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે શૂટ કરાયાં છે.

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

સોનલ-નીલ વચ્ચેના રોમાંટિક સીન્સ સહજતા સાથે શૂટ કરાયાં છે. બંનેની કેમેસ્ટ્રી લાજવાબ છે. નીલ મુજબ સોનલ ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન એક સારાં મિત્ર છે.

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ છે 3જી. ફિલ્મમાં એક કપલના જીવનમાં 3જી ફોનના કારણે કેવી ઉથલપાથલ મચે છે, તે જ દર્શાવાયું છે.

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

લોહી તરસ્યો તો નથી આપનો 3જી?

સોનલે ફિલ્મમાં ઘણાં બિકિની સીન્સ પણ આપ્યાં છે. સોનલ મુજબ તેમણે આ સીન્સ માટે ખૂબ મહેનત કરી છે.

English summary
3G movie, starring Neil Nitin Mukesh and Sonal Chauhan, is the story of Sam Arora and Sheena, a couple. Once they to Fiji go on a holiday. During the holiday they become victims of a series of events when Sam buys a 3G enabled second hand phone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X