શું બદ્રીનાથની દુલ્હનીયા છે ફૂલ ટુ પૈસા વસૂલ? ફિલ્મ રિવ્યૂ

Posted By:
Subscribe to Oneindia News

બદ્રીનાથ કી દુલ્હનીયાના ફિલ્મના રિવ્યૂમાં એટલું જ કહીશ કે બોલીવૂડમાં લાંબા સમય પછી તેવી કોઇ ફિલ્મ આવી છે જે ફૂલ ટૂ પૈસા વસૂલ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્મમાં તમામ પ્રકારના મસાલા નાંખવામાં આવ્યા છે રોમાન્સથી લઇને એક્શન અને ઇમોશન સુધી. વળી વરુણ ધવન અને આલિયા ભટ્ટની લવલી ડવલી જોડી તમારું મન મોહી શકે છે. તો શશાંક ખેતાન દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ તમને હમ્ટી શર્માકી દુલ્હનિયા ફિલ્મની યાદ અપાવશે. યંગ જનરેશનને ટારગેટ કરીને બનાવેલી આ ફિલ્મ ચોક્કસથી યુવા વર્ગને પસંદ આવશે. ત્યારે આ રોમાન્ટિક કોમેડી ફિલ્મનો ફિલ્મ રિવ્યૂ વિગતવાર વાંચો અને નક્કી કરો કે જોવા જવું કે નહીં....

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી બદરી અને વૈદેહીની આસપાસ ફરે છે. ઝાંસીના પૈસાદાર પરિવારથી આવતો બદરી એક લગ્ન સમારંભમાં અલ્લડ વૈદેહીના પ્રેમમાં પડી જાય છે. પણ વૈદહીનો પ્રેમ મેળવવો કંઇ એટલો પણ સરળ નથી અને ત્યાંથી જ શરૂ થાય છે આ રોમાન્ટિક કોમેડી જેમાં વૈદહી નક્કી કરે છે કે બદરીની દુલ્હનિયા બનવું કે નહીં.

સંવાદ અને સંગીત

સંવાદ અને સંગીત

આ ફિલ્મમાં અનેક પંચ દાર સંવાદ છે જે તમને હસાવશે પણ અને સ્ટોરી સાથે જોડી પણ રાખશે. તો બીજી તરફ તમ્મા તમ્મા જેવા ફેમસ ગીતો તમને ફુલ ટુ કરણ જોહર ટાઇપ ફિલ્મની ફિલિંગ આપશે.

એક્ટિંગ

એક્ટિંગ

એક્ટિંગ મામલે વરુણ ધવન અને આલિયા ભટ્ટ બન્નેએ પોતાના રોલ યોગ્ય રીતે નીભાવ્યો છે. જો કે ફિલ્મના અંતમાં જે ટ્વિસ્ટ છે જેમાં બરદી વૈદેહીની મુશ્કેલીઓને સમજી તેના પિતા વિરુદ્ધ ઊભો થાય છે તેમાં આલિયા સામે વરુણ એક્ટિંગમાં બાજી મારી જાય છે તેવું લાગે છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

આ ફિલ્મમાં સમાજમાં મહિલાઓની સમસ્યાને વાચા આપવા પ્રયાસ કરાયો છે પણ તે ખૂબ જ લાઇટર મોડ પર. વળી રોમાન્સ અને કોમેડીનો તકડો તમારા મગજને ફ્રેશ કરી શકે છે. યુવા લોકોને આ ફિલ્મ ચોક્કસથી ગમશે. તો વીક એન્ડમાં કંઇ ના હોય અને તમે વરુણ અને આલિયાની જોડી રૂપેરી પડદે જોવી ગમતી હોય તો બહુ વિચાર્યા વગર પીક્ચર જોઇ આવો. અને આ ફિલ્મને 3.5 સ્ટાર આપ્યા છે.

English summary
Read here Film Revie of Bollywood movie Badrinath KI Dulhania in Gujarati.
Please Wait while comments are loading...