• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : ભાગ મિલ્ખા ભાગ ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ : રિવ્યૂ

|

નિર્માતા : રાકેશ ઓમપ્રકાશ મહેરા

દિગ્દર્શક : રાકેશ ઓમપ્રકાશ મહેરા

કલાકાર : ફરહાન અખ્તર, સોનમ કપૂર, દિવ્યા દત્તા, પ્રકાશ રાજ, યોગરાજ સિંહ, પવન મલ્હોત્રા

સંગીત : શંકર મહાદેવન, ઈશાન નૂરાની, લૉય મેન્ડોન્સા

પટકથા-ગીત : પ્રસૂન જોશી

અવધિ : 3 કલાક 10 મિનિટ

સ્ટાર : 4.5

ફરહાન અખ્તરની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ આજે રિલીઝ થઈ છે. ફિલ્મ અંગે લોકોમાં તો અગાઉથી જ એક્સાઇટમેંટ હતી. કહે છે કે આ ફિલ્મ માટે આ વર્ષે ફરહાન જ તમામ ઍવૉર્ડ્સ લઈ જશે. જોકે ફિલ્મની અવધિ થોડીક લાંબી હોવાથી ફિલ્મ જોતી વખતે થોડોક કંટાળો આવી શકે છે, પરંતુ છતાં ફિલ્મ ખૂબ જ શ્રેષ્ઠ છે. ફરહાને તો જાણે મિલ્ખા સિંહનું જીવન જ જીવી નાંખ્યું છે પડદા ઉપર. બીજી બાજુ દિવ્યા દત્તાની એક્ટિંગે પુનઃ એક વાર લોકોને પોતાની સાથે સાંકળી લીધી, તો સોનમ કપૂરની સાદગી તથા તેમની અદાઓએ તો લોકોના દિલ જ લૂંટી લીધાં. ફરહાને આખી ફિલ્મમાં જે રીતે પોતાની બૉડીને એકથી બીજા રૂપે ટ્રાંસફર કરી, તો સાચે જ વખાણવા યોગ્ય છે.

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મના ગીતો પણ લિમિટેડ છે અને સાથે જ ફિલ્મમાં ગીતોનો યૂઝ ખૂબ જ ખૂબીપૂર્વક કરાયો છે. ફિલ્મમાં ફરહાન અખ્તર એક્ટિંગની બાબતમાં વખાણવા યોગ્ય છે. ફિલ્મ લાંબી છે. આખરે ત્રણ કલાસ દસ મિનિટની ફિલ્મો આજે ક્યાં બને છે. સોનમ કપૂર તથા પ્રકાશ રાજ તથા દિવ્યા દત્તાએ પણ પોતાના નાના-નાના પાત્રોમાં પ્રાણ પૂર્યાં છે. ફિલ્મની વાર્તા શરુથી લઈ અંત સુધી એકદમ વાસ્તવિક લાગે છે. ક્યાંય પણ વધુ મસાલો ઉમેરવાનો પ્રયત્ન નથી કરાયો. મિલ્ખા સિંહ તરીકે ફરહાન અખ્તર એક નૉર્મલ તથા સિમ્પલ છોકરા તરીકે જ દર્શાવાયાં છે. તેમની સાદગીમાં જ ફિલ્મનો સાર છુપાયેલો છે અને તે જ ફિલ્મની વિશેષતા છે.

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની વાર્તા જાણવા સ્લાઇડ્સ ક્લિક કરો :

વિભાજને ગુમાવ્યાં માતા-પિતા

વિભાજને ગુમાવ્યાં માતા-પિતા

મિલ્ખા સિંહ એક શીખ છોકરો છે કે જે હિન્દુસ્તાન-પાકિસ્તાનના વિભાજન બાદ પાકિસ્તાનમાં પોતાના માતા-પિતા અને સમગ્ર પરિવારને પોતાની આંખો સામે કત્લ થતા જુએ છે. તે પાકિસ્તાનમાંથી ભાગી ભારત આવે છે અને અહીં તેની બહેન દિવ્યા દત્તા તેનો ઉછેર કરે છે.

મિલ્ખાની અંદર પરિવર્તનની ચાહત

મિલ્ખાની અંદર પરિવર્તનની ચાહત

મિલ્ખા સિંહ બાળપણથી જ છુરો ચલાવવા લાગે છે અને ચોરીઓ કરવા લાગે છે. મોટો થતા એક દિવસ તેની મુલાકાત સોનમ સાથે થાય છે. તેની સાથે તેને પ્રેમ થઈ જાય છે. સોનમ માટે મિલ્ખા કંઈક બનવાનો ફેંસલો કરે છે અને આર્મીમાં જોડાઈજાય છે. આર્મીમાં મિલ્ખાને દોડવાની તક મળે છે અને તે મોટો બનવાની ચાહતમાં આગળ વધતો જાય છે.

હિમ્મતે મર્દા તો મદદે ખુદા

હિમ્મતે મર્દા તો મદદે ખુદા

ફિલ્મની થીમ છે હિમ્મતે મર્દા તો મદદે ખુદા. એક એથલીટ બનવા માટે મિલ્ખા બહુ મહેનત કરે છે. તે અનેક ધુરંધરોને હરાવે છે અને ઇન્ડિયાનું નામ દુનિયામાં રોશન કરે છે. મિલ્ખા તરીકે ફરહાને સમ્પૂર્ણ જોર લગાવી દીધું છે. ફિલ્મ નવયુવાનોને પ્રેરિત કરશે.

લક્ષ્ય ઉપર ધ્યાન

લક્ષ્ય ઉપર ધ્યાન

ફિલ્મમાં દર્શાવાયું છે કે હંમેશા આપણે પોતાનું ધ્યાન પોતાના લક્ષ્ય ઉપર રાખવું જોઇએ, કારણ કે એક વાર ધ્યાન ભટકી જાય, તો પીછેહઠ કરવી પડે છે. ફરહાને ફિલ્મમાં જ્યારે પણ ધ્યાન હટાવ્યું, તે નિષ્ફળ થયો. ફિલ્મ યંગસ્ટર્સને ઇંસ્પાયર કરશે.

લાંબી ફિલ્મ

લાંબી ફિલ્મ

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની લંબાઈ છે 3 કલાક 10 મિનિટ. ફિલ્મની અવધિ કદાચ થોડીક કંટાળાજનક છે. છતાં ફરહાનની એક્ટિંગ આપને નિરાશ નહીં કરે. દરેક સીનમાં ફરહાને બેસ્ટ કર્યું છે.

English summary
Bhaag Milkha Bhaag, starring Farhan Akhtar and Sonam Kapoor in lead roles, is based on the life of Indian athlete Milkha Singh. The story talks about his perseverance as an athlete and also as a courageous human spirit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more