For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : બૉસને તો માત્ર પાણી કાઢતા આવડે છે

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : બૉસ
દિગ્દર્શક : એંથૉની ડિસૂઝા
નિર્માતા : અક્ષય કુમાર
સંગીત : મીત બ્રધર્સ
સ્ટાર્સ : 2.5

અક્ષય કુમારની ફિલ્મ બૉસ બકરી ઈદના દિવસે બૉક્સ ઑફિસે રિલીઝ થઈ છે અને ફિલ્મ અંગે લોકોમાં ખાસો ઉત્સાહ છે. જોકે ફિલ્મ જોયા બાદ ફિલ્મ રિવ્યૂઅર્સનો એક જ અભિપ્રાય છે કે બૉસ ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો સ્લો છે, પણ ફિલ્મના સેકેંડ હાફમાં ઘણા સારા પિક-અપ છે. અક્ષય કુમાર દ્વારા બૉસમાં જે પંચિસ અપાય છે અને તેમના જે ડાયલૉગ્સ છે, તે બહેતરીન છે. સરવાળે બૉસ એક ફૅમિલી એંટરટેનર ફિલ્મ છે કે જેને જોવા આપ આખી ફૅમિલી સાથે જઈ શકો છો, પણ ફિલ્મ અંગે જેટલી ઓછી અપેક્ષાઓ લઈને આપ થિયેટરમાં જશો, એટલા જ ખુશ થઈ બહાર આવશો, કારણ કે સામાન્ય રીતે આ પ્રકારની ફિલ્મો પાસે લોકોની અપેક્ષાઓ એટલી વધુ હોય છે કે ફિલ્મ જોયા બાદ તેમને નિરાશા સાંપડે છે.

વાર્તા : બૉસ ફિલ્મની વાર્તા પિતા-પુત્રની વાર્તા પર આધારિત છે. બૉસ એટલે કે અક્ષય કુમાર બાળપણમાં પોતાના પિતા સત્યકાંત શાસ્ત્રી એટલે કે મિથુન ચક્રવર્તી વિરુદ્ધ કંઈ પણ ખરાબ સાંભળી નહોતો શકતો. તેથી બૉસને સત્યકાંત ઘરમાંથી કાઢી મૂકે છે. બૉસ એક મોટા ગૅંગસ્ટર એટલે કે ડૅનીની જાન બચાવે છે અને ડૅની બૉસને પોતાની સાથે રાખી લે છે. બૉસ મોટો થઈ એક મોટો ગુન્ડો બને છે કે જે લોકોને મારવાના કૉન્ટ્રૅક્ટ લેતો હોય છે. બીજી બાજુ બૉસનો નાનો ભાઈ શિવ એટલે કે શિવ પંડિત પ્રથમ વાર મુંબઈ આવે છે અને મુંબઈમાં અંકિતા એટલે કે અદિતી રાવ હૈદરી સાથે તેની મુલાકાત થાય છે. આ મુલાકાત બાદ શિવ અંકિતાને પ્રેમ કરવા લાગે છે. અદિતીનો ભાઈ આયુષ્માન ઠાકુર એટલે કે રોનિત રૉય એક ખૂબ જ મોટો ભ્રષ્ટ તથા રુશ્વતખોર પોલીસ ઑફિસર છે. તે પોતાની નોકરીમાં પ્રમોશન માટે એક નેતાના પુત્ર સાથે પોતાની બહેન અંકિતાના લગ્ન નક્કી કરી નાંખે છે.

દરમિયાન શિવને પોલીસ કોઈ ખોટા આરોપ હેઠળ જેલની અંદર નાંખી દે છે અને બૉસને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે શિવના મર્ડરનો. તે વખતે સત્યકાંત પણ બૉસ પાસે આવે છે અને શિવને બચાવવાનો કૉન્ટ્રૅક્ટ બૉસને આપે છે. બૉસને જાણ થાય છે કે શિવ તેનો નાનો બાઈ છે, તો શિવને તે આ કેસમાંથી બહાર કાઢે છે અને પછી તમામ દુશ્મનો સામે બદલો લે છે.

અદિતી માત્ર સિમ્બૉલ

અદિતી માત્ર સિમ્બૉલ

બૉસમાં અદિતી રાવનો કોઈ ખાસ રોલ નથી. અદિતીના ભાગે માત્ર કેટલાંક જ સીન્સ છે કે જેમાં પણ તેઓ ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યાં. અદિતીના સેક્સી બિકિની સીન્સે જરૂર લોકોને થોડોક સમય અદિતી પ્રત્યે આકર્ષિત કર્યાં, પણ એક્ટિંગની બાબતમાં અદિતી ઘણા પાછળ રહી ગયાં.

મિથુનની એક્ટિંગમાં ઝોલ

મિથુનની એક્ટિંગમાં ઝોલ

મિથુનની એક્ટિંગમાં પણ અનેક વખત ખામીઓ દેખાઈ. અનેક વાર ઇમોશનલ શીન્સ મિથુન બરાબર નથી કરી શક્યાં. મિથુન એક પિતાના રોલમાં છે, પણ અનેક વાર લાગ્યું કે તેઓ પિતા તરીકે પોતે સક્ષમ નહોતા થઈ શકતાં.

બહેતરીન ગીતો

બહેતરીન ગીતો

બૉસના ગીતો મોટા પડદે ગઝબ દેખાય છે. ખાસ તો હની સિંહે ગીતોમાં જે ટચ આપ્યું છે, તે જ ગીતોની યૂએસપી બની ગયું. ફિલ્મનું ટાઇટલ સૉંગ, પાર્ટી ઑલ નાઇટ... આ બંને ગીતો મોટા પડદે વધુ સુંદર અને શ્રેષ્ઠ દેખાય છે.

અક્ષય શ્રેષ્ઠ

અક્ષય શ્રેષ્ઠ

અક્ષય કુમારે બહેતરીન એક્ટિંગ કરી છે અને તેમના ડાયલૉગ્સના પંચિસ ઘણા બહેતરીન છે. અક્ષય અગાઉ પણ કૉમેડી દ્વારા લોકોને હસાવી ચુક્યાં છે. બૉસમાં ફરી એક વાર તેમણે લોકોને કૉમેડી તથા એક્શન સાથે એંટરટેન કર્યાં છે.

શિવને શ્રેષ્ઠ તક

શિવને શ્રેષ્ઠ તક

શિવ પંડિતે પણ પોતાની તરફથી પુરતી કોશિશ કરી છે દર્શકોને ઇમ્પ્રેસ કરવાની. જોકે શિવના ભાગે થોડાક જ બહેતરીન સિક્વંસ આવ્યાં, પણ ઘણી જગ્યાએ શિવ પોતાના ઇમોશન્સને બહાર કાઢવામાં થોડુક ચૂકી ગયાં.

English summary
Boss Movie is based on father and son relationship. Akshay Kumar has done a great job and made audience laugh like anything. Akshay is very good in comedy and also his dialogues punches are superb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X