ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?

Review: 'ચેન્નઈ એક્સપ્રેસ'ના દરેક ડબ્બામાં છે મનોરંજન

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  સમીક્ષા: જો 46 વર્ષના શાહરુખ ખાન પડદા પર 40 વર્ષના હોય તેવા લાગે છે અને તેમાં જવાનીના દિવસોવાળો અભિગમ જોવા મળે છે તો કહેવું ખોટું નહી હોય કે આ ફક્ત અને ફક્ત રોહિત શેટ્ટીની આવડત છે. હંમેશાની જેમ શાહરુખ ખાને આ વખતે પણૅ પ્રેમની નવી મહેક લોકો સુધી પહોંચાડી છે જેને લોકો પસંદ કરશે.

  શાહરુખ આખરે શાહરુખ ખાન છે અને તેના જેવું કોઇ નથી અને કોઇ બની પણ નહી શકે. લાંબાગાળા બાદ કિંગખાન પોતાની જૂની અદામાં જોવા મળે છે પરંતુ એક નવા અંદાજમાં. એમાં કોઇ શંકા નથી કે 'ચેન્નઈ એક્સપ્રેસ'માં શાહરુખનો સફળ અભિનય જોવા મળે છે તો બીજી તરફ દિપીકા પાદુકોણે પડદા પર સંપૂર્ણ રીતે દક્ષિણ ભારતીય છોકરીના પાત્રમાં જામે છે. તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. તેમને ઇમાનદારીપૂર્વક પોતાનો અભિયન ભજવ્યો છે. આ ફિલ્મ બાદ લોકો તેમને સારી અભિનેત્રી કહેવા લાગશે.

  ગીતો તો લોકોની જીભ પર છે, પરંતુ કહાણી લોચો જરૂર છે પરંતુ તેમછતાં જે પણ 'ચેન્નઈ એક્સપ્રેસ'માં છે તે એકદમ શાનદાર, મનોરંજનથી ભરપૂર, થોડી કોમેડીથી ભરપૂર છે અને પૈસા વસૂલ ફિલ્મ છે. ફિલ્મમાં શાહરુખ ખાનને તમે ડીડીએલજેના ચરિત્રોમાં પણ જોઇ શકો છો જો કે તેમને બોરિંગ નહી પરંતુ પસંદ આવશે.

  કહાની: 40 વર્ષના રાહુલના માતા-પિતા નથી. તેની દાદીએ તેનું પાલન-પોષણ કરી મોટો કર્યો છે. તે હલવાઇ છે પરંતુ હજુ સુધી તે કુંવારો છે. કહાનીમાં ટ્વિસ્ટ આવે છે જ્યારે તેનું દાદીનું અવસાન થાય છે. તેની દાદીની અંતિમ ઇચ્છા હતી કે તે પોતાની દાદાજીની અસ્થિઓ રામેશ્વરધામમાં પ્રવાહિત કરે. તેની દાદીની ઇચ્છા પૂરી કરવા માટે તે ચેન્નઈ એક્સપ્રેસમાં સવાર થાય છે પરંતુ ડબ્બાના દરવાજા પર જ એક છોકરી ગાડી પકડવા માટે હાથ આગળ કરે છે.

  તે છોકરી હોય છે મીનામ્મા જે ડૉનની પુત્રી છે અને પોતાના લગ્નના ડરથી ઘરેથી ભાગી આવે છે. ત્યારબાદ રાહુલ-મીનાની સાથે આશ્ચર્યજનક ઘટનાઓ ઘટે છે અને કહાની આગળ વધે છે. રાજ-મીનાનું શું થાય છે? મીનામ્મા અને રાજ કેવી રીતે એકબીજાને પ્રેમ કરી બેસે છે? આ બધુ જાણવા માટે જરૂર જુવો રોહિત શેટ્ટી નિર્દેશિત અને શાહરુખ ખાન નિર્મિત 'ચેન્નઈ એક્સપ્રેસ'.

  'ચેન્નઈ એક્સપ્રેસ'

  'ચેન્નઈ એક્સપ્રેસ'

  'ચેન્નઈ એક્સપ્રેસ'માં પહેલીવાર રોહિત શેટ્ટી સાથે શાહરુખ ખાને કામ કર્યું છે. આખી ફિલ્મ રોહિત શેટ્ટીની છે એટલે લોકોને પસંદ પણ આવશે.

  શાહરુખ-દીપિકા

  શાહરુખ-દીપિકા

  બીજીવાર પડદા પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે જોવા મળી રહ્યાં છે. જેમને સાથે આવીને કોઇ ભૂલ કરી નથી, બંનેએ શાનદાર કામ કર્યું છે.

  ડીડીએલજેની યાદ આવશે

  ડીડીએલજેની યાદ આવશે

  ફિલ્મમાં શાહરુખ ખાનને તમે ડીડીએલજેના ચરિત્રો પણ જોશો જે તમને બોરીંગ નહી પરંતુ પસંદ આવશે.

  સફળ અને સ્વસ્થ પ્રેમકહાની

  સફળ અને સ્વસ્થ પ્રેમકહાની

  ફિલ્મમાં સફળ અને સ્વસ્થ પ્રેમ કહાની બતાવવામાં આવી છે. ફિલ્મની અભિનેત્રી નખશિખ સુધી ઢંકાયેલી છે તેમછતાં ગજબની સુંદર દેખાય છે તો બીજી તરફ ફિલ્મનો હિરો લૂંગીમાં પણ સેક્સી લાગે છે.

  પૈસા વસૂલ ફિલ્મ

  પૈસા વસૂલ ફિલ્મ

  'ચેન્નઈ એક્સપ્રેસ' પૈસા વસૂલ ફિલ્મ છે જેની યાત્રા તમે આખા પરિવાર સાથે કરી શકો છો.

  English summary
  Shahrukh is back in his trademark DDLJ romance in his latest release Chennai Express, but this time in Rohit Shetty 'ishtyle'. Chennai Express is a super masala entertainment and promises a great deal of laughter as expected from the typical Rohit Shetty style flicks.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more