For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: ઘાયલ વન્સ અગેન.

|
Google Oneindia Gujarati News

અજય મેહરા...નામ તો સાંભળ્યું જ હશે તમે ના યાદ આવે તો કહી દઉં આ તે વ્યક્તિ છે જેને 1990માં સુપરહિટ ફિલ્મ ધાયલ બનાવી હતી. અને હવે તે ફરી એક વાર રૂપેરી પડદે સની દેયોલની વાપસી કરાવી રહ્યા છે.

આ ફિલ્મ જ્યાંથી પતી હતી ત્યાંથી જ શરૂ થાય છે. ધાયલ વન્સ અગેનમાં 14 વર્ષની જેલ બાદ અજય મેહરા બહારની દુનિયામાં પગ મૂકે છે. આ વખતે પણ તે ભષ્ટ્રાચારની ખતમ કરવાની કસમ ખાય છે અને આ વખતે તેનો ટાર્ગેટ છે સફેદ કોલર વાળો ભષ્ટ્રાચાર.

ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન છે. વળી ચાર નવા કલાકારો પણ આ ફિલ્મમાં છે જેમનો મસીહા છે અજય મેહરા. આ ચાર બાળકો પાસે તેવો એક વીડિયો આવે છે જે દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રાજ બંસલનો પર્દાફાશ કરી શકે. આ ફિલ્મનો ક્લાયમેક્સ હોલીવૂડ કોમેડી એક્શન ફિલ્મ True Lies પરથી લેવામાં આવ્યો છે. સની દેઓલ સાથે આ ફિલ્મમાં સોહા અલી ખાન, ઓમ પુરી, તીસ્કા ચોપડા, સચિન ખેડેકર અને નરેન્દ્ર ઝા પણ મુખ્ય ભૂમિકામાં છે.

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી 4 બાળકોથી શરૂ થાય છે. રોહન (શિવમ પાટિલ), અનુષ્કા (આંચલ મુંજાલ), વરુણ (ઋષભ અરોરા) અને જોયા (ડાયના ખાન) કોલેજના વિદ્યાર્થીઓ હોય છે જેમના હાથમાં ભૂલથી એક વીડિયો આવી જાય છે. જેના કારણે સૌથી મોટા વેપારી રાજ બંસલનો પર્દાફાશ થઇ શકે છે. વીડિયોમાં રાજ બંસલનો પુત્ર કબીર બંસલ પૂર્વ એસીપી જો ડિસૂઝા (ઓમ પૂરી)ને ગોળી મારી રહ્યો છે.

સ્ટોરી

સ્ટોરી

ચાર વિદ્યાર્થીઓ આ વીડિયો દ્વારા રાજ બંસલને એક્સપોઝ કરવા માંગે છે. પણ તેમનો પરિવાર તેમનો સાથ નથી આપતો. ત્યારે બાળકો આ વીડિયો લઇને અજય મેહરા એટલે કે સની દેઓલ પાસે જાય છે. અને પછી થાય છે આર-પારની લડાઇ.

એક્ટિંગ

એક્ટિંગ

એક્ટિંગના મામલામાં આ ફિલ્મ ઠીક ઠાક છે. ચારે નવા ચહેરાઓની એક્ટિંગ સારી છે. નરેન્દ્ર ઝા પણ ઇમ્પ્રેસિવ છે. સની દેઓલ વારંવાર એક્શનથી દર્શકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

નિર્દેશન

નિર્દેશન

આ ફિલ્મનું નિર્દેશન પણ સની દિયોલે કર્યું છે. પ્રોડક્શન ધર્મેન્દ્ર કર્યું છે. ફસ્ટ હાફથી જ ઇન્ટરેસ્ટ ઓછા થઇ જાય છે. નિર્દેશનમાં પણ આ ફિલ્મ 1990 ફિલ્મ જેવી જ લાગે છે.

સંગીત

સંગીત

આ ફિલ્મનું સંગીત સામાન્ય છે. જો કે બ્રેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. યૂથને પસંદ આવે તેવું એક જ ગીત છે.

જોવું કે નહીં?

જોવું કે નહીં?

આ ફિલ્મને અમે 1.5 સ્ટાર આપ્યા છે. તમે સની દેઓલના ફેન હોવ તો જરૂરથી જાવ. સનીએ આ ફિલ્મમાં ભારે મહેનત કરી છે અને નવા ચહેરાનું કામ પણ વખાણવા લાયક છે તે માટે કહી શકાય કે એક વાર જોવાય તેમ છે.

નેગેટિવ વાતો

નેગેટિવ વાતો

ઇમોશનલ ડોયલોગ્સ અને ઓવર એક્ટિંગ કંટાળાજનક લાગી શકે છે.

English summary
Read here, Ghayal Once Again movie review, featuring Sunny Deol and Soha Ali Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X