Review/Pics : હાઈવેની આ સફર સાથે જોડાવા જેવું છે ભાઈ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 21 ફેબ્રુઆરી : ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવે ભલે લોકોને એક ફિલ્મ તરીકે એટલી બહેતરીન ન લાગે અને કદાચ તેમાં કોઇક સપનાનો રાજકુમાર કે લાર્જર ધૅન લાઇફ પાત્ર પણ જોવા ન મળે, પણ વીરા અને મહાબીરા ક્યાંકને ક્યાંક લોકો સાથે જોડાયેલાં જરૂર લાગશે. આ પાત્રો લોકોને જિંદગીના કેટલાંક નવા અર્થો શિખવાડી જશે. સામાન્ય રીતે શહેરમાં રહી આપણે નથી સમજી શકતાં કે આપણે શું મિસ કરી રહ્યાં છીએ. શહેરમાંથી બહાર ગયા બાદ જ શહેરની હકીકત આપણને નજરે પડે છે. કહે છે કે જીવવા માટે જે વસ્તુઓની સૌથી વધુ જરૂર હોય છે, તે તો આપણને પ્રકૃતિએ મફતમાં આપી જ દીધી છે, પણ આપણે આ મફતની વસ્તુઓ છોડી પૈસા દ્વારા ખરીદાતી ખુશીઓને જ વધુ મહત્વ આપીએ છીએ.

શહેરોના મોટા-મોટા ઘરોની અંદર પણ કેટલીક ગંદકી તથા કેટલી અપૂર્ણતા છે, તે હાઈવે ફિલ્મમાં ઇમ્તિયાઝ અલીએ પોતાના પાત્ર વીરા ત્રિપાઠી (આલિયા ભટ્ટ) વડે દાખવવાની કોશિશ કરી છે. વીરા અને મહાબીર ભાટી (રણદીપ હુડા) બંને એકદમ વિરુદ્ધ સમાજ અને પરિવારમાંથી આવેલા છે. બંનેની પરિસ્થિતિઓ તેમનો એક-બીજા સાથે ભેટો કરાવી આપે છે અને પછી શરૂ થાય છે હાઈવેની સફર. આ સફર દરમિયાન જ બંને પાત્રો વચ્ચે એક વણકહ્યો સંબંધ બંધાઈ જાય છે કે જે ધીમે-ધીમે પોતાનું સ્વરૂપ બદલી પ્રેમમાં પલટાઈ જાય છે, પણ હાઈવેની સફર ખતમ થતા જ આ સંબંધ પણ ખતમ થઈ જાય છે. કેવી રીતે શરૂ થયો આ સંબંધ અને કેવી રીતે ખતમ થઈ ગયો? શું વાર્તા છે મહાબીર-વીરાની? તે જાણવા તો ફિલ્મ જોવી જ રહી.

હાઈવે ફિલ્મ જુદા-જુદા લોકો ઉપર જુદી-જુદી જ છાપ છોડશે, પણ એટલું જરૂર છે કે ઇમ્તિયાઝ અલી અગાઉ એક ઇંટરવ્યૂમાં જેમ કહી ચુક્યાં છે તેમ - કેટલીક વાર્તાઓ આપની સાથે જ ચાલે છે, આપને છોડતી નથી. તેવું જ કંઇક આપની સાથે હાઈવે જોયા બાદ થઈ શકે છે. હાઈવેનું દરેક દૃશ્ય બોલે છે. દરેક દૃશ્યની પોતાની વાર્તા છે. ઇમ્તિયાઝે જુદા-જુદા રાજ્યોને મેળવી ત્રણ કલાકની એક સફરને રેકૉર્ડ કરી છે અને આ સફરમાં એક વ્હાલી વાર્તા નાંખી છે વીરા-મહાબીરની. આ સફર દર્શકોને સાથે લઈ ચાલશે. સાથે જ ફિલ્મનું સંગીત પણ ક્યાંકને ક્યાંક વાર્તા સાથે વહેતું અનુભવાશે.

ચાલો કરીએ હાઈવેનું રિવ્યૂ અને જોઇએ ફિલ્મ તેમજ સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

ઇમ્તિયાઝની છે આ સફર

ઇમ્તિયાઝની છે આ સફર

હાઈવે ફિલ્મ અંગે ઇમ્તિયાઝે એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું કે હાઈવે એવી પ્રથમ ફિલ્મ છે કે જેને અપૂર્ણ વાર્તામાં જ અમે બનાવવી શરૂ કરી હતી. ફિલ્મ હાઈવેની સફર દરમિયાન જ ખતમ થઈ. રસ્તામાં કેટ-કેટલીય નવી વસ્તુઓ અમે જોઈ અને તેને વાર્તા સાથે જોડી દીધી.

પરમ્પરાગત સંગીતનો સમાવેશ

પરમ્પરાગત સંગીતનો સમાવેશ

ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું કે હાઈવેના શૂટિંગ દરમિયાન અમે પંજાબથી લઈ હિમાચલ પ્રદેશ, હરિયાણા સુધી અનેક રાજ્યોની સફર કરી અને રસ્તામાં અમારો સામનો તમામ પરમ્પરાગત ગાયકો તથા સંગીત સાથે થયો. હાઈવેમાં તે સંગીતનો પણ સમાવેશ કરાયો છે.

આલિયાનું અદ્ભુત પરફૉર્મન્સ

આલિયાનું અદ્ભુત પરફૉર્મન્સ

આલિયા ભટ્ટે હાઈવે ફિલ્મમાં પોતાની એક્ટિંગ વડે સૌને આશ્ચર્યમાં મૂક્યાં છે. આલિયા પાસે કોઈને આશા નહોતી કે તેઓ આટલું સારૂં પરફૉર્મન્સ આપશે.વીરાના પાત્રમાં જ્યારે પણ આલિયા સ્ક્રીને નજરે પડ્યાં, તેમણે લોકોની નજરોને એક પળ માટે પણ પોતાની ઉપરથી ખસવા ન દીધી.

વિરોધાભાસ છતાં સુંદર યુગલ

વિરોધાભાસ છતાં સુંદર યુગલ

રણદીપ હુડાએ પણ હાઈવેમાં ક્યાંકને ક્યાંક પોતાની જાતને આલિયા સામે ફીકો ન પડવા દીધો. રણદીપની બેસ્ટ પરફૉર્મન્સ ધરાવતી ફિલ્મોમાં હાઈવેનો ઉમેરો થશે. રણદીપ-આલિયાની જોડી જેટલી એક-બીજાથી અલગ પડતી હતી, ફિલ્મમાં ઇમ્તિયાઝે આ જોડીને એટલી જ સુંદર દર્શાવી છે.

દરેક સીન બોલે છે

દરેક સીન બોલે છે

હાઈવે ફિલ્મનું શૂટિંગ જેટલા જુદા-જુદા સ્થળે થયું છે, ફિલ્મમાં એટલાં જ શેડ્સ પણ અપાયાં છે. દરેક સીન ફિલ્મની વાર્તા સાથે જોડવામાં આવ્યું છે. દરેક અવાજ વડે ફિલ્મની વાર્તા આગળ વધતી દર્શાવાઈ છે. (ચાલો હવે જોઇએ ગઈકાલે યોજાયેલ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચનારાઓની તસવીરો અને જાણીએ હાઈવેની વાર્તા)

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

હાઈવે ફિલ્મની વાર્તા લીક સે હટકે અને એક સફર પર આધારિત છે. આ સફરમાં મહાબીર ભાટી (રણદીપ હુડા) અને વીરા ત્રિપાઠી (આલિયા ભટ્ટ)નો સાવેશ થાય છે.

કબીર ખાન-મિની માથુર

કબીર ખાન-મિની માથુર

મહાબીર હાઈવે ઉપરથી ભૂલમાં વીરાનું અપહરણ કરી લે છે. તેને ખબર નથી હોતી કે વીરા દિલ્હીના એક બહુ મોટી અને જાણીતી હસ્તી મિસ્ટર ત્રિપાઠીની દીકરી છે.

ક્રિશિકા લુલા

ક્રિશિકા લુલા

મહાબીરને સૌ સમજાવે છે કે તે વીરાને છોડી દે, નહિંતર વીરાના પિતા તેને જાનથી મારી નાંખશે, પણ મહાબીર અમીરો સાથે પોતાની કેટલીક અંગત દુશ્મનાવટના પગલે બદલો લેવાનું વિચારે છે અને નક્કી કરે છે કે તે વીરાને ક્યાંક વેચી નાંખશે.

નીતૂ સિંહ-ઋષિ કપૂર

નીતૂ સિંહ-ઋષિ કપૂર

પરંતુ હાઈવેની આ સફર દરમિયાન વીરા-મહાબીર એક-બીજા વિશે એટલું જાણી જાય છે અને એક-બીજાની એટલી નજીક આવી જાય છે કે તેમને એક-બીજા સાથે પ્રેમ થઈ જાય છે.

રાજકુમાર હીરાણી

રાજકુમાર હીરાણી

રખે ચૂકતાં! હાઈવેની વાર્તા આટલી બધી સિમ્પલ નથી. ફિલ્મની વાર્તામાં ઘણા બધા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ આવે છે કે જે છેલ્લે સુધી જકડી રાખશે.

હીરાણીનો પરિવાર

હીરાણીનો પરિવાર

હાઈવેની વાર્તા ઉપરાંત ગીતો પણ દર્શકોને એક નવો જ અહેસાસ કરાવશે. આલિયા ભટ્ટે પણ એક ગીત ગાયું છે. ફિલ્મમાં સંગીત એ આર રહમાને આપ્યું છે.

રેસુલ પૂકુટ્ટી

રેસુલ પૂકુટ્ટી

હાઈવેમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડા બંનેએ બહેતરીન કામ કર્યું છે.

શેખર કપૂર

શેખર કપૂર

આલિયાના અંદરના કલાકારને ઇમ્તિયાઝે ખૂબી સાથે બહાર કાઢ્યું છે. ફિલ્મના પ્રોમો જોઈ નથી લાગતું કે આલિયાની આ બીજી ફિલ્મ છે. આલિયા ભટ્ટ હાઈવેમાં ખૂબ જ સુંદર અને વ્હાલા નજરે પડ્યાં છે.

English summary
Highway movie is a story of Mahabir and Veera and their journey. Imtiaz Ali experimented a lot with music, with scenes and with emotions in Highway. Highway is a story that will never eave you. Alia and Randeep are super in Highway.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.