For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : એક સારી મનોરંજક ફિલ્મ છે સુધીરની ઇનકાર

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ઇનકાર
દિગ્દર્શક : સુધીર મિશ્રા
સંગીત : શાંતનુ મોઇત્રા
કલાકાર : અર્જુન રામપાલ, ચિત્રાંગદા સિંહ, વિપિન શર્મા, દીપ્તિ નવલ તથા ગૌરવ દ્વિવેદી.

સમીક્ષા : બૉલીવુડને લેખક તરીકે જાને ભી દો યારોં, દિગ્દર્શક-લેખક તરીકે હજારોં ખ્વાહિશેં ઐસી, ઇસ રાત કી સુબહ નહીં જેવી શાનદાર ફિલ્મો આપનાર સુધીર મિશ્રા પાસે અપેક્ષાઓ ખૂબ ઊંચી હોવી સ્વાભાવિક છે અને તેમણે આ વખતે પણ આ અપેક્ષાઓનો ગ્રાફ નીચે આવવા દીધો નથી. તેમની આજે રિલીઝ થયેલી ફિલ્મ ઇનકાર અદ્ભુત તેમજ આકર્ષક પટકથા તથા અર્જુન રામપાલ તેમજ ચિત્રાંગદા સિંહના ઉર્જાપૂર્ણ અભિનય સાથે એક સારી મનોરંજક મૂવી છે.

Chitrangad-Arjun

વાર્તા : રાહુલ વર્મા (અર્જુન રામપાલ) એક એડવર્ટાઇઝિંગ કમ્પનીમાં સીઈઓ છે. તેની વિરુદ્ધ તેની સહ-કર્મચારી માયા લુથરા (ચિત્રાંગદા સિંહ) જાતિય શોષણનો આરોપ મૂકે છે. રાહુલનુ ભૂતકાળ જુઓ, તો તમને જણાશે કે રાહુલ આજે જે કંઈ પણ છે તે તેની સખત મહેનત અને તેના પિતાના વારસાગત મૂલ્યોના બળે છે. માયા એક નાના શહેરની યુવતી છે કે જે જીવનમાં મોટી વ્યક્તિ બનવા માંગે છે. રાહુલની માયા સાથે મુલાકાત એક એડવર્ટાઇઝિંગ ફેસ્ટિવલ દરમિયાન થાય છે અને રાહુલ તેને પોતાની એજંસીમાં જૉબ ઑફર કરે છે. માયા પોતાનું નાનું શહેર છોડી મુંબઈમાં રાહુલ સાથે કામ કરવા આવી જાય છે. દરમિયાન રાહુલના હાથ નીચે કામ કરનાર માયા રાહુલની જ એજંસીમાં નેશનલ ક્રિએટિવ હૅડ તરીકે નિમાય છે. તે જ દરમિયાન રાહુલ અને માયા બિઝનેસ ટ્રિપ હેઠળ થાઈલૅન્ડ જાય છે. તે પછી શું થાય છે? આના પછીની વાર્તા સસ્પેંસ, ડ્રામા, સંઘર્ષ અને વિરોધાભાસથી ભરપૂર છે. તો તમે કોની દલીલ ઉપર ભરોસો કરશો? માયા ઉપર કે જેનો આરોપ છે કે રાહુલે તેનું જાતિય શોષણ કર્યું? કે પછી રાહુલ ઉપર કે જેનો દાવો છે કે માયાએ કૉર્પોરેટ જગતમાં મુકામ હાસલ કરવા તેનો જાતિય રીતે ઉપયોગ કર્યો.

પરફૉર્મન્સ : ઇનકાર ફિલ્મમાં બંને મુખ્ય પાત્રો અર્જુન અને ચિત્રાંગદાએ પોતાના પાત્રો સાથે પુરતો ન્યાય કર્યો છે. ફિલ્મ ઇનકાર અર્જુન રામપાલના ચહેરા સામે ટીકા કરનારાઓ માટે તમાચો છે કે જેમનું કહેવું હતું કે તે આ રોલ નહીં કરી શકે. અર્જુને આઉટસ્ટૅન્ડિંગ પરફૉર્મન્સ કર્યું છે અને આ ફિલ્મમાં અર્જુનનું પરફૉર્મન્સ ડેફિનેટલી અત્યાર સુધીનું સૌથી બેસ્ટ છે. બીજી બાજું ચિત્રાંગદાનું પરફૉર્મન્સ પણ એક વાર જોવા જેવું છે. તેમનો અભિનય સ્વાભાવિક અને શાનાર છે. સહાયક કલાકારો વિપિન શર્મા, દીપ્તિ નવલ તથા ગૌરવ દ્વિવેદીએ પણ બ્રિલિયંટ રોલ કર્યાં છે.

સંગીત : શાંતનુ મોઇત્રાના સંગીતે ફિલ્મ સાથે પુરતો ન્યાય કર્યો છે. સેવરલ સિક્વન્સિસ ઉપર બૅકગ્રાઉંડ સંગીત પ્રભાવ પાડે છે તથા મૌલા તૂ માલિક હૈ..., દરમિયાં... જેવા ગીતો સાચે જ કર્ણપ્રિય છે.

સાર : ઇનકારની વાર્તા સારી છે કે જે તમને છેક સુધી જકડી રાખે છે, પરંતુ તેનું ક્લાઇમૅક્સ ડલ છે. ક્લાઇમૅક્સ એવું નથી કે તમને આ ફિલ્મ બીજી વખત જોવા પ્રેરી શકે. સુધીર મિશ્રાના દિગ્દર્શન તથા પાત્રોનાં શાનદાર પરફૉર્મન્સ જોતાં ફિલ્મ એક વાર જોવા જેવી છે.

English summary
Inkaar is a well-crafted script with an intriguing back-and-forth narrative and power packed performances by Arjun Rampal and Chitrangada Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X