For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MovieReview:જબ હેરી મેટ સેજલ, યુરોપમાં રચાયેલી સૂફી પ્રેમકથા

ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'નો રિવ્યુ, પ્લોટ અને રેટિંગ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ફિલ્મ: જબ હેરી મેટ સેજલ

સ્ટારકાસ્ટ: શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, એવલિન શર્મા

ડાયરેક્ટર: ઇમ્તિયાઝ અલી

પ્રોડ્યૂસર: રેડ ચીલિઝ એન્ટરટેઇન્મેન્ટ

લેખક: ઇમ્તિયાઝ અલી

પ્લસ પોઇન્ટ: શાહરૂખ-અનુષ્કાનું પરફોમન્સ, લોકેશન્સ

માઇનસ પોઇન્ટ: નબળી વાર્તા

કેટલા સ્ટાર: 3.5

પ્લોટ

પ્લોટ

આ ફિલ્મના વાર્તા બે પાત્રોની આસપાસ ફરે છે, હરિન્દર સિંહ નહેરા-હેરી(શાહરૂખ ખાન), જે એક ટૂર ગાઇડ છે અને સેજલ ઝવેરી(અનુષ્કા શર્મા). વિદેશ ફરવા આવેલી સેજલની એન્ગેજમેન્ટ રિંગ એમ્સટર્ડમમાં ખોવાઇ જાય છે, જે લેવા તે પાછી આવે છે. હેરીની ઇચ્છા ન હોવા છતાં તે સેજલને મદદ કરવા બંધાયેલો છે. સેજલની રિંગ શોધવાની આ જર્નીમાં હેરીને પ્રેમ અને રિલેશનશિપનો અર્થ સમજાય છે, તે સેજલના પ્રેમમાં પડે છે. તો બીજી બાજુ હંમેશા પોતાના ઘર અને કુંટંબ વચ્ચે રહેલી સેજલને સ્વતંત્રતા મળતાં તે ખુશ થાય છે, હેરીની કંપનીમાં તેને સુરક્ષાનો અનુભવ થાય છે. શું આ બંન્ને એકબીજા પ્રત્યેના પોતાના પ્રેમને સમજી શકશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

ઇમ્તિયાઝ અલીએ ફિલ્મનો સબ્જેક્ટ ખૂબ સુંદર રીતે હેન્ડલ કર્યો છે. પરંતુ તેમની તમામ ફિલ્મો કન્ટેમ્પરરી કોમ્પ્લિકેટેડ લવ-સ્ટોરી માટે એટલી જાણીતી છે, કે આ ફિલ્મમાં કદાચ દર્શકોને કંઇ નવું નહીં લાગે. હેરી અને સેજલ જ્યારે રિંગ શોધતા-શોધતા મજાક-મસ્તીમાં પડી જાય ત્યારે અમુક સિનમાં પ્રશ્ન થાય કે વાર્તા કઇ દિશામાં આગળ વધી રહી છે. ઇમ્તિયાઝ અલીની સ્ટોરીઝ બધા માટે નથી હોતી, એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ અહીં હંમેશની માફક તેઓ હળવી ક્ષણો અને ધીર-ગંભીર પરિસ્થિતિ વચ્ચે બેલેન્સ જાળવવામાં સફળ રહ્યાં છે. ફિલ્મના લોકેશન્સ ખૂબ સુંદર છે, શાહરૂખ અનુષ્કાનું પરફોમન્સ અને કેમેસ્ટ્રી પ્રભાવશાળી છે, આથી વાર્તાની અમુક ખામીઓ સરળતાથી અવગણી શકાય છે.

પરફોમન્સ

પરફોમન્સ

શાહરૂખ ખાનને લોકો આમ જ રોમાન્સ કિંગ નથી કહેતા, ફિલ્મના દરેક સિનમાં તે પોતાના ફેન્સનું મન જીતવામાં સફળ થયો છે. તેની ઇનટેન્સ એક્ટિંગ અને જરા હટકે લૂક દર્શકોને ખૂબ પસંદ પડશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અનુષ્કાના હેવી ગુજરાતી એક્સેન્ટ વિશે અનેક વાતો વહેતી થઇ હતી, ફિલ્મમાં અનુષ્કા એ એક્સન્ટ મેઇન્ટેન કરવામાં સફળ થઇ છે. બંન્નેની એક્ટિંગ લાજવાબ છે, જેને માટે ઇમ્તિયાઝ અલીને પણ અભિનંદન કહેવું પડે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

જો તમને સૂફી ટચ ધરાવતી કન્ટેમ્પરરી લવ-સ્ટોરી, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા પસંદ હોય તો ફિલ્મ ચોક્કસ જોવી. તમને પસ્તાવો નહીં થાય.

English summary
Jab Harry Met Sejal movie review in Gujarati. Plot, ratings and review of Jab Harry Met Sejal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X