• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લેકર હમ દીવાના દિલ રિવ્યૂ : યે ક્યા હુઆ... કૈસે હુઆ... છોડો યે ના સોચો...

|

ફિલ્મ : લેકર હમ દીવાના દિલ

નિર્માતા : દિનેશ વિજન

દિગ્દર્શક : આરિફ અલી

સંગીત : એ આર રહમાન

કલાકાર : અરમાન જૈન, દીક્ષા સેઠ

રેટિંગ : **

રિવ્યૂની હૅડલાઇન વાંચીને આપ થોડાક આશ્ચર્યમાં મૂકાયા હશો, કારણ કે આ પંક્તિઓ છે જૂની ફિલ્મ ગુસ્તાખી માફના ગીતની. આ પંક્તિઓ અમે અહીં એટલા માટે લખી છે, કારણ કે અમને લેકર હમ દીવાના દિલ ફિલ્મ જોયા બાદ કંઇક આવી જ ફીલિંગ થઈ. ફિલ્મ જોયા બાદ અમને વિચાર આવ્યો - યે ક્યા હુઆ... કૈસે હુઆ... લેકિન ફિર લગા છોડો યાર... યે ના સોચો તો હી અચ્છા હૈ.

કપૂર ખાનદાનનું નામ આવતા જ દર્શકોના મગજમાં રાજ કપૂર, ઋષિ કપૂર, શશિ કપૂર, રણધીર કપૂર જેવા દિગ્ગજોની તસવીરો આંખો સામે તરી આવે છે, તો રણબીર કપૂર, કરીના કપૂર અને કરિશ્મા કપૂરના નામો પણ યાદ આવી જાય છે. આ શુક્રવારે કપૂર ખાનદાનના વધુ એક ચિરાગ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે કે જેમનું નામ છે અરમાન જૈન. અરમાન સાથે જ દીક્ષા સેઠ પણ બૉલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે. અરમાન-દીક્ષાની ડેબ્યુ ફિલ્મનું નામ છે લેકર હમ દીવાના દિલ.

વાર્તા : લેકર હમ દીવાના દિલ ફિલ્મની વાર્તા શરૂ થાય છે દિનેશ નિગમ ઉર્ફે ડિનો (અરમાન જૈન) અને કે ઉર્ફે કરિશ્મા શેટ્ટી (દીક્ષા સેઠ)ના દૃશ્યથી કે જેમાં બંને બેસીને એક સાથે દારૂ પી રહ્યાં છે અને એક-બીજાને પોતાના દિલની વાત કહી રહ્યાં છે. નશામાં વાત કરતા-કરતા ડિનો અને કે ઉર્ફે કરિશ્માને લાગે છે કે તેઓ કોઇક બીજા સાથે લગ્ન કરી પોતાની જિંદગી પસાર નહીં કરી શકે. બંને નક્કી કરે છે કે તેઓ એક-બીજાને પરણી જશે, પણ ડિનો બીજા દિવસે નશો ઉતરતા જ કેને કહે છે કે તે તો મજાક કરી રહ્યો હતો. કે એટલે કે કરિશ્મા સીરિયસ થઈ જાય છે, કારણ કે તેના ઘરના લોકો તેના લગ્ન કરાવવા માટે મૂરતિયો શોધી રહ્યાં છે. ડિનો પણ કરિશ્માને ઉદાસ જોઈ પોતાના પરિવાર સાથે લગ્ન અંગે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘરનો કોઈ સભ્ય તેનો સાથ નથી આપતો

અને અંતે ડિનો-કરિશ્મા બંને ઘર છોડીને ભાગી જાય છે. પછી કંઇક એવુ બને છે કે બંને પોતાન મુશ્કેલીઓ માટે એક-બીજાને જવાબદાર ઠેરવવા લાગે છે અને અંતે નારાજ થઈ બંને પોત-પોતાના ઘરે જતા રહે છે. હવે બંને ફરીથી મળે છે કે કેમ? એક-બીજાની નજીક આવે છે કે કેમ? શું તેઓ પોતાના માતા-પિતાને લગ્ન માટે રિઝવી લે છે? આવા તમામ પ્રશ્નોના જવાબ જાણવા આપે જવી પડશે લેકર હમ દીવાના દિલ.

ચાલો હાલ તો તસવીરો સાથે કરીએ ફિલ્મની સમીક્ષા :

વાર્તા

વાર્તા

લેકર હમ દીવાના દિલની વાર્તામાં અનેક એવા ટર્નિંગ પૉઇંટ્સ છે કે જ્યાં આપને લાગશે કે ફિલ્મ ફરીથી ત્યાં જ પહોંચી ગઈ કે જ્યાંથી શરૂ થઈ હતી. વાર્તા થોડીક ગુંચવણભરી લાગે છે. લોકોને પાત્રો સાથે કનેક્ટ ન કરી શકવું ફિલ્મની વાર્તાની સૌથી મોટી નબળાઈ છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

આરિફ અલીએ પુરતી કોશિશ કરી છે દર્શકોને એક સારી રોમાંટિક ફિલ્મ આપવાની, પણ વાર્તામાં નબળી હોવાના પગલે બહેતરીન દિગ્દર્શન પણ દમ તોડી ગયું.

અભિનય

અભિનય

કપૂર ખાનદાન સાથે સંબંધ ધરાવવા છતાં અરમાન જૈનમાં તે વાત નથી કે જે કપૂર ખાનદાનના બાકીના એક્ટરોમાં નજરે પડે છે. જોકે હજી તો અરમાનની શરુઆત છે અને તેમને વધુ સમય આપવો જોઇએ. પછી કદાચ તેઓ દર્શકોને ઇમ્પ્રેસ કરી શકશે. વાત દીક્ષા સેઠની કરીએ, તો તેમના અભિનયે લોકોને ઘણા ઇમ્પ્રેસ કર્યા છે.

સંગીત

સંગીત

સંગીતની વાત કરીએ, તો લેકર હમ દીવાના દિલમાં એ આર રહમાને સંગીત આપ્યું છે કે જે લોકોને ગમી પણ રહ્યું છે. ખાસ તો ખલીફા... ગીત યુવાવર્ગમાં ખૂબ જ પસંદ કરાઈ રહ્યું છે.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

લેકર હમ દીવાના દિલ ફિલ્મ જોવાનું એક કારણ આ હોઈ શકે કે ફિલ્મમાં કેટલાક કૉમેડી સિક્વંસ તથા અરમાન-દીક્ષાના કેટલાક રોમાંટિક સીન્સ સારા છે. બે નવા ચહેરાઓ જોઈ ફ્રેશનેસ પણ અનુભવાય છે.

English summary
Lekar Hum Deewana Dil is a romantic movie that fails to charm its audience. Armaan Jain and Deeksha Seth were average but they both tried to deliver their best.Movie story gives you feeling that its going to nowhere.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more