• search

Movie Review:રૂઢિવાદી વિચારસરણી સામે બળવો પોકારતી વાર્તા

By Shachi
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ફિલ્મ: લિપસ્ટિક અંડર માય બુરખા

  કાસ્ટ: કોંકણા સેન શર્મા, રત્ના પાઠક શાહ, આહના કુમરા, પ્લબિતા બોર્થાકુર, સુશાંત સિંહ, વૈભવ, વિક્રાંત મેસી, શશાંક અરોરા

  ડાયરેક્ટર: અલંક્રિતા શ્રીવાસ્તવ

  પ્રોડ્યુસર: પ્રકાશ ઝા

  લેખક: અલંક્રિતા શ્રીવાસ્તવ

  પ્લસ પોઇન્ટ: પર્ફોમન્સ, ડાયરેક્શન, સ્ટોરી

  માઇનસ પોઇન્ટ: પુરુષ પાત્રોને વધારે મહત્વ નથી મળ્યું, ફિલ્મની વાર્તા કેટલીક હદે વન-ડાયમેન્શનલ છે

  કેટલા સ્ટાર્સ: 3.5

  પ્લોટ

  પ્લોટ

  'લિપસ્ટિક અંડર માય બુરખા'ની વાર્તા શરૂ થાય છે, ભોપાલમાં. આ ચાર એવી સ્ત્રીઓની વાર્તા છે, જે સમાજના કહેવાતા બંધનોમાંથી મુક્ત થઇ પોતાની ઇચ્છાથી જીવન જીવવા માંગે છે. કપડા અને લિપસ્ટિકની ચોઇસથી માંડીને જાતિય ઇચ્છા સુધી તમામ બાબતે સ્વતંત્રતા માંગે છે, જે તેનો હક છે. આ બાબતોમાં છોકરીઓને શરમાળ જ દર્શાવવાની સમજની વિચારસરણી સામે બળવો પોકારતી આ ફિલ્મની વાર્તા છે.

  રેહાના(પ્લાબિતા બોર્થાકુર) એક ટીનએજ યુવતી છે, જેને ઘરે બુરખામાં રહેવાની ફરજ પડે છે. પરંતુ બહાર તે દેશી માઇલી સાયરસ બનવાની ઇચ્છા રાખે છે. કોલેજમાં તે જિન્સ બેનનો વિરોધ કરતી જોવા મળે છે. શિરીન(કોંકણ સેન શર્મા) એક હાઉસવાઇફ છે, જેને તેના પતિ દ્વારા બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવે છે, તેના પતિ માટે શિરીન મનોરંજનના સાધન સિવાય બીજું કંઇ નથી. તે પોતાના સંતોષ માટે ડોર-ટુ-ડોર સેલ્સ પર્સનની જોબ સ્વીકારે છે, જે અંગે તેના પતિને જાણકારી નથી.

  પ્લોટ

  પ્લોટ

  લીલા(આહના કુમારા) બ્યુટી પાર્લર ચલાવે છે અને તેને પોતાના સપના સાચા કરવા માટે સુહાગરાતની રાહ જોવી યોગ્ય નથી લાગતી. ઉષા પરમાર કે બુઆજી(રત્ના પાઠક શાહ) 55 વર્ષીય સ્ત્રી છે, સમાજની દ્રષ્ટિએ તેની ઉંમરને જોતાં તેણે પોતાની જાતિય વૃત્તિ પર કાબુ મેળવવો ખૂબ જરૂરી છે. તે પોતાના યંગ સ્વિમિંગ કોચને પસંદ કરે છે અને પોતાની ઇચ્છા સંતોષવા નકલી નામ હેઠળ ફોન-સેક્સનો આધાર લેવાનો પણ પ્રયત્ન કરે છે. આ ચારેય સ્ત્રીઓ હવા હવાઇ નામના એક ઘરમાં રહે છે, જે બુઆજીની માલિકીનું છે. રેહાના, શિરીન અને લીલા ત્યાં રેન્ટ પર રહે છે. વાર્તા આ ચાર સ્ત્રીઓની આસપાસ ફરે છે, જેઓ પોતાની સાહસી પ્રવૃત્તિઓનું પરિણામ જાણતી હોવા છતાં સમાજની રૂઢિવાદી વિચારસરણી સામે બળવો પોકારવાની હિંમત કરે છે.

  ડાયરેક્શન

  ડાયરેક્શન

  'લિપસ્ટિક અંડર માય બુરખા' ફિલ્મ તેના વિવાદાસ્પદ વિષય, બોલ્ડ ડાયલોગ્સ અને સિનને કારણે પહેલેથી જ ચર્ચામાં છે. 6 મહિનાની લડત બાદ FCAT દ્વારા આ ફિલ્મને અપ્રૂવલ મળ્યું હતું. સ્ત્રીઓની સૌથી ઊંડી અને અત્યાર સુધી પડદા પાછળ રહેલી ઇચ્છાઓ સમાજને દર્શાવવા માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. પુરૂષને જ વધુ મહત્વ આપવાની સમાજની વૃત્તિને કારણે તેમની જ પીઠ પાછળ શું થઇ શકે છે એ બતાવવાનો અહીં પ્રયત્ન થયો છે. જ્યાં દરેક ટીનએજ યુવતીને સમાજ સામે સંસ્કારી બતાવવા માટે અનેક બંધનો હેઠળ રાખવામાં આવે છે, જ્યાં દરેક આધેડ મહિલા માટે સાંસારિક સુખની ઇચ્છા બાજુએ મુકવી ફરજિયાત છે અને જ્યાં એક પતિને સંબંધ બનાવતા પહેલા તેની પત્નીની ઇચ્છા કે અનિચ્છાની ચિંતા કરવાની કોઇ જરૂર નથી લાગતી. ડારેક્ટર અલંક્રિતાની આ ફિલ્મ આવી દરેક સ્ત્રીની મનની વાતને વાચા આપવાનું કામ કરે છે, પરંતુ અમુક સિનમાં ફિલ્મની વાર્તા વન-ડાયમેન્શનલ લાગે છે. ફિલ્મમાં પુરૂષ પાત્રોને થોડું વધુ મહત્વ આપીને આ વાત અવગણી શકાઇ હોત.

  પર્ફોમન્સ

  પર્ફોમન્સ

  સબમિસિવ અને દબાયેલી હાઉસવાઇફના રોલમાં કોંકણા સેન શર્માએ ખૂબ સરસ એક્ટિંગ કરી છે, દર્શકો એના પાત્ર સાથે તુરંત કનેક્ટ થઇ શકે છે અને તેની લાગણી અનુભવી શકે છે. રત્ના પાઠક શાહનું આધેડ ઉંમરની સ્ત્રીનું પાત્ર સૌથી વધુ રસપ્રદ અને બોલિવૂડ માટે બોલ્ડ કહી શકાય એવું છે, આ પાત્ર ભજવવાની તેમની હિંમત અને એક્ટિંગ સ્કિલને ખરેખર સલામ છે. રત્ના પાઠક શાહે પોતાના પાત્ર સાથે પૂરેપૂરો ન્યાય કર્યો છે. ફિલ્મ જોયા પછી તમને બુઆજીનું પાત્ર શરમજનક ન લાગે એની પુરી દરકાર રાખવામાં આવી છે. આહના કુમારા અને પ્લબિતાની એક્ટિંગ પણ વખાણવા લાયક છે.

  ટેક્નિકલ પોઇન્ટ, સંગીત

  ટેક્નિકલ પોઇન્ટ, સંગીત

  ફિલ્મ માટે જરૂરી વાતાવરણ ઊભું કરાવામાં સિનેમેટોગ્રાફર અક્ષય સિંહ સફળ રહ્યા છે, ચારુ રોયનું એડિટિંગ પણ સુંદર છે. ગઝલ ધાલીવાલે આ ફિલ્મમાં અત્યંત બોલ્ડથી માંડીને લાગણીજન્ય વનલાઇનર્સ આપ્યા છે, જે ફિલ્મની વાર્તામાં ડેપ્થ લાવવામાં સફળ થયા છે. ફિલ્મનું સંગીત વાર્તા-વિષય અને ફિલ્મના વાતાવરણ સાથે બંધ બેસે છે.

  ફિલ્મ જોવી કે નહીં?

  ફિલ્મ જોવી કે નહીં?

  બોલ્ડ, પાવરફુલ અને જર હટકે ફિલ્મ જોવાની ઇચ્છા હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવા જેવી છે. સમાજના રૂઢિવાદી બંધનોની મહિલાના માનસ પર કેવી અસર પડતી હોય છે અને તેના શું પરિણામો આવી શકે એ આ ફિલ્મ દર્શાવે છે. કોઇ જાતના પૂર્વાગ્રહ વિના ફિલ્મ જોઇ શકાય, તો આ ખરેખર એક સુંદર ફિલ્મ છે.

  English summary
  Read our Lipstick Under My Burkha movie review to find out if this Konkona Sen Sharma- Ratna Pathak Shah starrer is worth your time.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more