For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: રિતિક ફેન્સ માટે પરફેક્ટ છે, મોહેં જો દડોની પ્રેમકહાની...

|
Google Oneindia Gujarati News

આ શુક્રવારે બે મોટી ફિલ્મો રિલીઝ થઇ છે. એક છે અક્ષય કુમારની રુસ્તમ અને બીજી છે રિતિક રોશનની મોહેં જો દડો. બંને ફિલ્મો એકબીજાથી ખુબ જ અલગ છે. રિતિક રોશનની મોહેં જો દડો ની કહાની સરમણ (રિતિક રોશન) અને ચાની (પૂજા હેગડે) ની પ્રેમકહાની પર છે.

બધી જ પ્રેમ કહાની જેમ અહીં પણ ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. એક ગરીબ છોકરો અને એક આમિર છોકરી. છોકરીને પિતા વિલન, હીરો સાથે લડાઈ, હીરોઇનની મુસીબત, એટલે કે આખી મસાલા ફિલ્મ.

ફિલ્મમાં રિતિક રોશનની એન્ટી ખુબ જ ધમાકેદાર છે. પરંતુ ફિલ્મનો અંત રસપ્રદ બનાવવાની કોશિશમાં નિર્દેશકે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી દીધી છે. કેટલાક સીનમાં ફિલ્મ લંબાતી હોય તેવું પણ લાગશે. આપણે જણાવી દઈએ કે ફિલ્મ 2 કલાક અને 35 મિનિટની છે.

વાંચો ફિલ્મ મોહેં જો દડોનો આખો રિવ્યૂ...

કહાની

કહાની

ફિલ્મની કહાની શરૂ થાય છે સરમણ થી. જે નીલની ખેતી કરવાવાળો એક સાધારણ ખેડૂત હોય છે. સરમણ કોઈક કારણસર મોહેં જો દડો પહોંચે છે. જ્યાં સરમણની મુલાકાત ચાની (પૂજા હેગડે) સાથે થાય છે.

કહાની

કહાની

સરમણ ચાનીનો જીવ બચાવે છે. ચાનીને મોહેં જો દડોમાં માતા સિન્ધુનું પ્રતીક માનવામાં આવે છે.

કહાનીમાં ટ્વિસ્ટ

કહાનીમાં ટ્વિસ્ટ

કેટલીક મુલાકાતોમાં સરમણ અને ચાની એકબીજાને પ્રેમ કરવા લાગે છે. પરંતુ ત્યારબાદ સરમણને તેનો અને મોહેં જો દડો નો જોડાવનું રહસ્ય ખબર પડી જાય છે. આ રહસ્ય ત્યાંના લોકલ નેતા માહામ (કબીર બેદી) સાથે જોડાયેલો હોય છે.

કહાનીમાં ટ્વિસ્ટ

કહાનીમાં ટ્વિસ્ટ

માહામ એક ક્રૂર અને જુલ્મી નેતા છે. જેનાથી આમ જનતા ત્રાસી ગયી હોય છે. તેવામાં સરમણ માહામને હરાવી શકશે? લોકોને બચાવી શકશે? શુ સરમણ અને ચાની એક થઇ શકશે? તે જોવા માટે તમારે સિનેમાઘર સુધી જવું પડશે.

અભિનય

અભિનય

આ ફિલ્મમાં રિતિક રોશન ખુબ જ પરફેક્ટ લાગી રહ્યા છે. રિતિકના એક્શન સીન પર લોકોની તાળીઓ ચોક્કસ પડશે.

અભિનય

અભિનય

પૂજા હેગડેને આ ફિલ્મમાં ઘણો સારો અભિનયનો મોકો આપવામાં આવ્યો. જેનો તેમને ખુબ જ સારો ઉપયોગ પણ કર્યો. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ પણ ખુબ જ સારી છે.

નિર્દેશન

નિર્દેશન

ફિલ્મની કહાની ખુબ જ ઢીલી છે. પરંતુ આશુતોષ ગોવારિકરે તેને ચોક્કસ બાંધી રાખી છે. ફિલ્મનો સેકન્ડ હાફ લોકોને વધુ પસંદ પડશે.

મ્યુઝિક

મ્યુઝિક

ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાનએ આપ્યું છે એટલે ચોક્કસ પસંદ પડશે.

તકનીકી પક્ષ

તકનીકી પક્ષ

ફિલ્મનો પહેલો હાફ તમને થોડો બોર કરી શકે છે. પરંતુ સેકન્ડ હાફ ફિલ્મની કહાનીને બાંધી રાખે છે.

સારી વાત

સારી વાત

ફિલ્મના બધાની જ એક્ટિંગ ખુબ જ સારી છે. એક્શન સીન ખુબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે.

નેગેટિવ વાતો

નેગેટિવ વાતો

ફિલ્મ થોડી લાંબી થઇ ચુકી છે અને ઇતિહાસના તથ્યો સાથે થોડી છેડછાડ પણ કરવામાં આવી છે. જે કેટલાક લોકો ને પસંદ નહિ આવે.

English summary
Read here, MohenjoDaro movie review, featuring Hrithik Roshan and Pooja Hedge. Directed by Ashutosh Gowarikar in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X