For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Movie Review : નામ શબાના, ફિલ્મ બેબી જેટલી હીટ રહેશે? જાણો અહીં

ત્યારે આ ફિલ્મ જોવી કે નહીં તે અંગે જાણો વિગતવાર અહીં. સાથે જ જાણો કે આ ફિલ્મની સ્ટોરી શું છે અને આ ફિલ્મના સારા નસારા પોઇન્ટ શું છે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

નામ શબાના, છે બોલીવૂડની મચ અવેટેડ ફિલ્મ. તાપસી પન્નુ અને અક્ષય કુમાર ફરી એક વાર ફિલ્મ બેબી પછી આ ફિલ્મમાં જોરદાર એક્શન જોડે સાથે દેખાવાના છે. નોંધનીય છે કે આ ફિલ્મને શિવમ નાયરે ડાયરેક્ટ કરી છે. અને આ ફિલ્મમાં તાપસી અને અક્ષય સિવાય મનોજ બાજપાઇ અને અનુપર ખેર પણ દમદાર રોલ નિભાવી રહ્યા છે. જો કે આ ફિલ્મ શરૂઆતમાં ખૂબ જ દિલચસ્પ લાગે છે પણ ઇન્ટરવલ પછી આ ફિલ્મ થોડી બોરિંગ થવા લાગે છે. વધુમાં ફિલ્મમાં ગમે ત્યારે ગીતો ટપકી પડી છે. જે પણ દર્શકોને કંટાળો અપાવી શકે છે.

taapsee pannu

Read also : બેગમ જાનની અભિનેત્રી.. પહેલા હતી શર્મીલી, પણ હવે...Read also : બેગમ જાનની અભિનેત્રી.. પહેલા હતી શર્મીલી, પણ હવે...

કહાની!

કહાની!

ફિલ્મની શરૂઆત વિયાના, ઓસ્ટ્રેલિયા માંથી થાય છે જ્યાં ભારતના બે ગુપ્તચર એજન્ટોની હત્યા થઇ જાય છે. તેના પછી શબાના ખાનને (તાપસી પન્નૂ) બતાવવામાં આવે છે જે મુંબઇમાં SYBCom ની વિદ્યાર્થી છે. ફિલ્મમાં શબાનાને ખૂબ જ મજબૂત છોકરી બતાવવામાં આવી છે જેનુ જીવન પોતાની માતા અને કુડો તાલીમની આસપાસ જ ફરતુ હોય છે. તે પોતાની ભાવનાઓને પોતાના ક્લાસમેટ "જય" કે જે તેને ખુબ જ ચાહતો હોય છે તેની સામે પણ વ્યક્ત નથી કરતી.

કહાની!

કહાની!

જો કે જયના વારંવાર પૂછતા તે તેના ભૂતકાળ વિશે જણાવે છે કે તે શા માટે કઠોર છે . એક રોમાંટિક ગીત સાથે જય શબાનાનુ કઠણ હૃદયને પીગળવા લાગે છે. પરંતુ આ પ્રેમ કથા ખૂબ ઝડપથી પૂર્ણ થાય છે કારણ કે શબાના એક છેડતીનો શિકાર બને છે અને તેમાં જયની હત્યા થાય છે. તે જયને ન્યાય અપાવવા લડે છે ત્યારે જ તેને એક ગુપ્ત એજન્સીથી કોલ આવે છે જે તે એજન્સીમાં જોડાવવા અને સાથે જયને ન્યાય આપવા માટે તેની મદદ કરશે તેમ જણાવે છે. આ રીતે શબાના પોતાના પ્રથમ મિશન પર જાય છે, ત્યાં તે અજય રાજપૂત (અક્ષય કુમાર)ને મળે છે. જે તેની સહાય મલેશિયાના હથિયાર હેરફાર કરનાર વિલન ટોનીનો ખત્મો કરવા માટે કરે છે .

ડાયરેક્શન!

ડાયરેક્શન!

નામ શબાના ફિલ્મ નીરજ પાંડેની બેબી ફિલ્મની સિક્વલ છે પરંતુ આ ફિલ્મ બેબી સરખામણીએ ધણી ઉતરતી છે. ફિલ્મ નબળા સ્ક્રીન પ્લેના કારણે અનેક જગ્યાએ પીટાઇ ગઇ હોય તેવું લાગે છે. જો કે ફિલ્મમા ડાયરેક્ટર શિવમ નાયરએ સારુ કામ કર્યું છે, પરંતુ ફિલ્મની નબળાઈઓને છુપાવવામાં તે અસફળ રહ્યા છે. ચોંકવાનારી વાત તો એ છે કે બેબી અને નામ શબાના નિરજ પાંડે દ્વારા જ લખવામાં આવી છે પણ તેમ છતાં સ્ટોરી કેટલીક જગ્યાએ તેની પકડ ખોઇ દે છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુ

સમગ્ર ફિલ્મ નામ શબાના ઉર્ફ તાપસી પન્નૂ નામ પર ચાલે છે. તાપસીએ આ ફિલ્મમાં શાનદાર એક્શન સીન કર્યા છે જે એકદમ નેચરલ લાગે છે અને સાથે જ તેમણે ફિલ્મો ભાર પણ પોતાના ખભા પર લીધો છે. વળી લાગણીશીલ દ્રશ્યો પણ ખૂબ જ સારી રીતે તાપસીએ નીભાવ્યા છે. તો જો તમે તાપસી પન્નુના ફેન હોવ તો તમને આ ફિલ્મ જોવી ચોક્કસથી ગમશે.

મનોજ વાજપાઇ

મનોજ વાજપાઇ

મનોજ વાજપાઇ અદ્ધભૂત કલાકાર છે. તે દર વખતે દરેક રોલ સારી રીતે નિભાવે છે અને આ વખતે પણ તેમણે તેમના રોલમાં જાન નાખી દીધી છે. જો કે આ ફિલ્મમાં અક્ષય કુમારે એક નાનો પણ દમદાર કેમિયો કર્યો છે. વિલન તરીકે પૃત્વીરાજ સુકુમારણે સામાન્ય એક્ટિંગ કરી છે.

ટેકનિકલ બાજુ

ટેકનિકલ બાજુ

ફિલ્મ નબળી બાજુ છે તેનું લેખન, ડાયલોગ પણ જોઇએ તેટલા ચોટદાર નથી. ફિલ્મોનો પહેલા હાફ જ્યાં થોડાક પણ જોવા લાયક લાગે છે ત્યાં જ ઇન્ટરવલ પછી તમને સ્ટોરી સમજમાં આવવા લાગે છે. અને ફિલ્મ થોડીક બોરિંગ લાગે છે. આમ નામ શબાના ફિલ્મ તમને દુનિયાના બે અલગ અલગ તરફના લોકોની સ્ટોરી જણાવે છે.

ફિલ્મ જોવી કે નહીં

ફિલ્મ જોવી કે નહીં

જે લોકો ફિલ્મ બેબી જોઇ છે, જે લોકો ફિલ્મ બેબીના ચાહક છે અને તે આશાએ આવ્યા છે કે આ ફિલ્મ પણ બેબી જેવી જ દમદાર હશે તો તેમની આ આશા સંપૂર્ણ પણે સાચી નહીં ઠરે. પણ જો તમને નારીવાદી ફિલ્મો ગમતી હોય અને તાપસી પન્નુ તમારી ગમતી અભિનેત્રીઓમાંથી એક હોય તો તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો.

English summary
Naam shabana movie review story plot and rating
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X