For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Piku Review: ઇમોશન મોશન સાથે જોડાયેલું હોય છે..!

|
Google Oneindia Gujarati News

[ ફિલ્મ રિવ્યૂ ] લગ્ન બાદ આપને પણ ભાસ્કર બેનર્જીની જેમ એવું તો નથી લાગતું ને કે લગ્નનો નિર્ણય આપના ઓછા આઇ ક્યૂનું પરિણામ છે. જો હા તો પછી પીકૂ આપના માટે પરફેક્ટ ફિલ્મ છે. શૂજિત સરકારે આજના સમયની વિચાર અને પરિવારમાં વૃદ્ધોના મહત્વને ખૂબ જ ઊંડાણપૂર્વક પરદા પર ઊતાર્યું છે.

અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન જેવા શાનદાર બોલીવુડ સિતારાઓથી સજેલી ફિલ્મ પીકૂ હાલમાં બોક્સ ઓફિસ પર લાગેલી એક એવી ફિલ્મ છે જે સંપૂર્ણપણે પારિવારિક કહી શકાય છે. જોકે ફિલ્મમાં કેટલીક જગ્યાએ વર્જિન જેવા એડલ્ટ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આ શબ્દોને આજના યુવા વર્ગમાં સરળતાથી ઉપયોગ કરવામાં આવે છે.

આવો જાણીએ પીકૂ સાથે જોડાયેલ કેટલીંક ખાસ વાતો...

વાર્તા

વાર્તા

પીકૂ ફિલ્મની વાર્તા પીકૂ એટલે કે દીપિકા પાદુકોણની આસપાસ ફરે છે. જેની દુનિયા છે તેના બાબા ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન). પીકૂની જીંદગીમાં રાણાની એન્ટ્રી થાય છે અને સ્થિતિ કંઇક એવી સર્જાય છે કે ત્રણેય દિલ્હીથી કોલકાતાની યાત્રા કાર દ્વારા કરે છે. આ દરમિયાન પીકૂ, રાણા અને તેના બાબા એકબીજાની નજીક આવી જાય છે.

અભિનય

અભિનય

અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાન ખાન જેવા સિતારાઓની ફિલ્મ હોય તો સ્વાભાવિક છે કે અભિનય શાનદાર રહેવાનો જ. બચ્ચને એક મિનિટ પણ એવો અહેસાસ નથી અપાવ્યો કે તેઓ ખરેખર આટલા વૃદ્ધ છે. તેમના દ્વારા મસ્તી કરવી વાત વાતમાં વાદ-વિવાદ કરવું આ તમામ આપને ઘરના વૃદ્ધની યાદ અપાવી દેશે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકાનો પીકૂ કેરેક્ટર કંઇક એવું છે જે આજના યુવાનોને અહેસાસ અપાવશે કે અસલમાં અમારા માતા-પિતા અમારા માટે કેટલાં મહત્વપૂર્ણ છે. અને તેમના બાળક હોવાના નાતે તેમની દેખભાળ કરવી અમારુ કર્તવ્ય છે.

ઇરફાન ખાન

ઇરફાન ખાન

જ્યારે ઇરફાન ખાનના રૂપમાં આપને એક નવો રોમેન્ટિક હીરો આપને દેખાશે. જેનો પ્રેમ કરવાનો અંદાજ કંઇક એવો છે કે જેનાથી આપને પણ પ્રેમ થઇ જશે.

સંગીત

સંગીત

પીકૂના ગીત ખૂબ જ સુંદર છે. ગીતોના શબ્દો ખૂબ જ મહત્વ ધરાવે છે.

નિર્દેશન

નિર્દેશન

મદ્રાસ કેફે જેવી ફિલ્મ બનાવ્યા બાદ શૂજીત પાસેથી લોકોની આશાઓ ઘણી વધી ગઇ છે. પીકૂ દ્વારા શૂજિતે એક શાનદાર પારિવારિક વાર્તા કહી પરંતુ સાથે જ ફિલ્મની ગતિ થોડી ધીમી થઇ જાય છે. આ ઉપરાંત ફિલ્મમાં કોઇ એવો વળાંક ના આવ્યા જ્યાં દર્શકોને આગળ શું થશે તેની ઉત્સુકતા બની રહે.

જોવી કે નહીં

જોવી કે નહીં

સ્વાભાવિક છે કે આટલા વખાણ કર્યા બાદ હવે આ સવાલનો જવાબ તો આપને મળી જ ગયો હશે. મોડુ ના કરો આપના પરિવારની સાથે ફટાફટ આ ફિલ્મ જોઇ આવો.

English summary
Piku is all set to hit the theatres today, Amitabh Bachchan and Deepika Padukone are palying lead roles . Here are Review in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X