MovieReview:'રાબતા' ઠીક છે, સુશાંત-કૃતિની કેમેસ્ટ્રી હિટ છે

Posted By:
Subscribe to Oneindia News

ફિલ્મ: રાબતા

કાસ્ટ: સુશાંત સિંહ રાજપૂત, કૃતિ સેનન, વરુણ શર્મા

ડાયરેક્ટર: દિનેશ વિજન

પ્રોડ્યૂસર: દિનેશ વિજન, હોમી અડજાનિયા, ભૂષણ કુમાર

લેખક: સિદ્ધાર્થ-ગરિમા

પ્લસ પોઇન્ટ: સુશાંત અને કૃતિની સિઝલિંગ કેમેસ્ટ્રી

માઇનસ પોઇન્ટ: કેટલીક જગ્યાએ ફિલ્મની વાર્તા ખેંચાયેલી લાગે છે, પાસ્ટની સ્ટોરીમાં જમાવટ નથી
સ્ટાર - 2.5

પ્લોટ

પ્લોટ

બુડાપોસ્ટમાં કામ કરતો મહત્વાકાંક્ષી શિવ(સુશાંત સિંહ રાજપૂત) સ્માર્ટ બેંકર અને ટીખળખોર પંજાબી યુવક છે. બેંકના કામ સિવાય તે મહિલાઓને ડેટ પર લઇ જવા માટે ફેમસ છે, એવી જ એક ડેટ પર તેની નજર પડે છે સુંદર સાયરા(કૃતિ સેનન) પર. શિવ સાયરાને જોતાં વેંત તેના પ્રેમમાં પડે છે. લવ-સ્ટોરીની અત્યંત બીંબાઢાળ શરૂઆત. જલ્દી જ એ બંન્નેને લાગવા માંડે છે કે, તેમનો સંબંધ વન નાઇટ સ્ટેડન્ડથી ઘણો વધારે ઊંડો છે. આ દરમિયાન સાયરાના મગજમાં ક્યારેક-ક્યારેક તેની પાછલી જિંદગીના પડછાયા દેખાય છે, તે હાઇડ્રોફોબિયાથી પીડિત હોય છે. સાયરાને લાગે છે તેની અને શિવ વચ્ચે કાર્મિક કનેક્શન છે.

ટ્વીસ્ટ

ટ્વીસ્ટ

ઝેક મર્ચન્ટ(જિમ સાર્ભ)ની એન્ટ્રીથી સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે. અચાનક સાયરાને તેની સાથે પણ કનેક્શન અનુભવાય છે. આ પછી તરત જ ડાયરેક્ટર દર્શકોને આ ત્રણેયની પાછલી જિંદગીમાં લઇ જાય છે અને વાર્તા એકદમ પ્રેડિક્ટેબલ થઇ જાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સુશાંત અને કૃતિની લવ-સ્ટોરી પર ફોકસ કરે છે. છતાં, અમુક સિન લંબાયેલા લાગે છે. ફિલ્મનો સેકન્ડ હાફ વધુ રસપ્રદ બનાવી શકાયો હોત. ફિલ્મનો પ્લોટ સાઉથ ઇન્ડિયન ફિલ્મ મગધીરા કરતાં ખાસો અલગ છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

બોલિવૂડમાં પૂર્જન્મ પર અનેક ફિલ્મો બની છે, પરંતુ ડાયરેક્ટર દિનેશ વિજન પોતાની ફિલ્મમાં નવીનતા લાવવામાં સફળ થયા છે. આ ડાયરેક્ટર તરીકે તેમની ડેબ્યૂ ફિલ્મ છે. તેઓ લીડિંગ પેરની કેમેસ્ટ્રીને પડદા પર ઉતારવામાં સફળ રહ્યાં છે, પરંતુ પોતાની સ્ટોરીને સ્ટિરિયોટાઇપ ડ્રામાથી દૂર નથી રાખી શક્યાં. પાસ્ટ લાઇફની સ્ટોરીમાં જમાવટની ખોટને કારણે ફિલ્મ નબળી પડે છે.

પરફોમન્સ

પરફોમન્સ

નટખટ યુવકના અવતારમાં સુશાંત તમારું મન જીતી લે છે. વોરિયરના વેશમાં પણ સુશાંત દર્શકો પર ઇમ્પ્રેશન જમાવવામાં સફળ રહ્યો છે. પાવરફુલ યોદ્ધાના રોલમાં તેની એક્ટિંગ કમાલની છે. કૃતિ ફિલ્મમાં સુંદર દેખાય છે, તેની છેલ્લી ફિલ્મ 'દિલવાલે' કરતાં તેણે સારી એક્ટિંગ કરી છે. વિલનના રોલમાં જિમ સાર્ભે જીવ રેડ્યો છે. મેકર્સે રાજકુમાર રાવના રોલ કરતા વધારે તેના લૂક પર ધ્યાન આપ્યું છે.

ટેકનિકલ

ટેકનિકલ

સિદ્ધાર્થ અને ગરિમાએ આ ફિલ્મની વાર્તા રામ-લીલા જેવી લખી છે, પરંતુ તેમાં નવીનતા ઉમેરવામાં ફેઇલ ગયા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પરફેક્ટ છે. થોડા શાર્પ એડિટિંગથી રાબતા વધુ સારી ફિલ્મ બની શકી હોત. ફિલ્મના ઘણા સોંગ પહેલેથી જ ચાર્ટમાં ટોપ પર છે, દીપિકાનું સોંગ ફિલ્મમાં ઘણું લેટ બતાવવામાં આવ્યું છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

આ ફિલ્મમાં રોમાન્સ, રિવેન્જ, ડ્રામા, યુદ્ધ બધું જ છે. સુશાંત સિંહ રાજપૂત અને કૃતિની કેમેસ્ટ્રી શાનદાર છે. થોડી ધીરજ સાથે ફિલ્મ જોવાની તૈયારી હોય તો ચોક્કસ જોઇ શકાય.

English summary
Raabta movie review is here. Directed by Dinesh Vijan featuring Sushant Singh Rajput- Kriti Sanon, read on to know how the movie is!
Please Wait while comments are loading...