MovieReview: માત્ર અમિતાભ માટે જોઇ શકાય સરકાર 3!

Posted By:
Subscribe to Oneindia News

સ્ટાર કાસ્ટ - અમિતાભ બચ્ચન, મનોજ વાજપાયી, અમિત સાધ, યામી ગૌતમ, જેકી શ્રોફ, રોનિત રોય, સુપ્રિયા પાઠક

ડાયરેક્ટર - રામ ગોપાલ વર્મા

પ્રોડ્યૂસર - રાહુલ મિત્ર, આનંદ પંડિત, ગોપાલ શિવરામ દાલ્વી, કૃષ્ણન ચૌધરી, વિયોન

લેખક - પી.જયા કુમાર, રામ કુમાર સિંહ

પ્લસ પોઇન્ટ - અમિતાભ અને મનોજ વાજપાયીની એક્ટિંગ

માઇનસ પોઇન્ટ - લેખન અને બેકગ્રાઉન્ડ સ્કોર

સ્ટાર્સ - 2.0

પ્લોટ

પ્લોટ

રેલી સંબોધિત કરી રહેલ સુભાષ નાગરે(અમિતાભ બચ્ચન)ના ડાયલોગ સાથે ફિલ્મની શરૂઆત થાય છે. સફેદ દાઢી, કાળા કપડા, ગળામાં રૂદ્રાક્ષની માળા અને કપાળે લાલ તિલક. સરકારના આ પાત્રના લૂકમાં કોઇ ચેન્જ કરવામાં નથી આવ્યો, તે આજે પણ એ જ રીતે ચા પીએ છે અને અટકી-અટકીને વાત કરે છે. લોકોમાં તેમનો ભય અને માન યથાવત છે. તેમના બંન્ને દિકરા વિષ્ણુ અને શંકરના મૃત્યુ બાદ તેઓ પત્ની પુષ્પા(સુપ્રિયા પાઠક) અને બે નજીકના સલાહકારો(રોનિત રોય) અને રમણ(પરાગ ત્યાગી)ના આધારે જીવન વિતાવી રહ્યાં છે. તેમના દુશ્મનોની સંખ્યા વધી ગઇ છે.

પ્લોટ

પ્લોટ

દુબઇ બેઝ્ડ બિઝનેસમેન(જેકી શ્રોફ)ના હાથ નીચે કામ કરતા લોકો અને સરકારના પૌત્ર શિવાજી નાગરે(અમિત સાધ) વચ્ચે સરકાર ઘેરાયેલા છે. શિવાજી અનુ(યામી ગોતમ)ને પ્રેમ કરે છે, જે આ પરિવાર સામે વેર વાળવા માંગે છે. અનેક ષડયંત્રો અને હત્યાઓ બાદ શું સરકાર ફરી એકવાર હાથમાં બંદૂક લેશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

અનેક ફ્લોપ ફિલ્મો બાદ રામ ગોપાલ વર્મા સરકાર 3 લઇને આવ્યા છે, આ ડાયરેક્ટર તરીકે તેમનું ધમાકેદાર કમબેક સાબિત થઇ શક્યું હોત. ફિલ્મની સ્ટાર કાસ્ટ ખૂબ દમદાર છે અને તેમણે ફિલ્મમાં જીવ રેડ્યો છે. પરંતુ વાર્તામાં એવું કશું ખાસ નથી, જે દર્શકોને જકડી રાખી શકે. અનેક ષડયંત્રો અને હત્યાઓવાળી આ વાર્તામાંથી ષડયંત્ર રચવાનો કે હત્યા કરવાનો મુખ્ય હેતુ જ ગાયબ છે. ફિલ્મમાં ટ્વીસ્ટ લાવવાનો ડાયરેક્ટરનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

અમિતાભની એક્ટિંગ અંગે ખાસ કહેવાની જરૂર નથી, તેમણે અને મનોજ વાજપાયીએ પોતાની એક્ટિંગ દ્વારા વાર્તામાં જીવ રેડવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. અમિત સાધે પણ એન્ગ્રી યંગ મેનના રોલમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી છે. રોનિત રોય અને અમિતાભનો આમનો-સામનો ખૂબ રસપ્રદ છે. જેકી શ્રોફે પણ પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે. યામી ગૌતમે પોતાના કેરેક્ટરના ગ્રે શેડને સરસ રીતે સ્ક્રિન પર રજૂ કર્યો છે. ગુજરાતી સુપ્રિયા પાઠકે ખૂબ સુંદર રીતે મરાઠી હાઉસવાઇફનો રોલ પ્લે કર્યો છે.

ટેક્નિકલ, મ્યૂઝિક

ટેક્નિકલ, મ્યૂઝિક

રામ ગોપાલ વર્માના જાણીતા ટાઇટ ક્લોઝ અપ સિન આ ફિલ્મમાં યથાવત છે. એક જ સિન જુદા-જુદા કેમેરા એન્ગલથી બતાવવાને કારણે કેટલાક સિન ફેક લાગવા માંડે છે. ડાયલોગમાં પંચની ખોટ વર્તાય છે, સ્ક્રિન પ્લે ખાસ દમદાર નથી. 'ગોવિંદા...ગોવિંદા' સિવાયનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કર્કશ ઘોંઘાટ સમાન છે. ગીતોમાં અમિતાભના અવાજમાં રેકોર્ડ થયેલ ગણેશ આરતી સિવાય સારા મ્યૂઝિક માટે કોઇ સ્કોપ નથી.

Verdict

Verdict

એક વાક્યમાં કહીએ તો રામ ગોપાલ વર્માનું ટ્વીટર પેજ 132 મિનિટની આ ફિલ્મ કરતાં વધુ એન્ટરટેઇનિંગ છે. રામ ગોપાલ વર્માએ પોતાની ફિલ્મોમાં કોઇ નવી ફ્લેવર એડ કરવાની જરૂર છે. જો તમે ફિલ્મ બાહુબલી 2 જોઇ લીધી અને અમિતાભની શાનદાર એક્ટિંગ જોવા માંગતા હોવ તો આ ફિલ્મ જોઇ શકાય.

English summary
Sarkar 3 movie review story plot and rating, know how the movie is.Read here more.
Please Wait while comments are loading...