MovieReview: સિક્રેટ મોટિવેટરનું કામ કરશે સિક્રેટ સુપરસ્ટાર

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ: સિક્રેટ સુપરસ્ટાર

કાસ્ટ: આમિર ખાન, ઝાયરા વસીમ, મેહેર વિજ

ડાયરેક્ટર: અદ્વૈત ચંદન

પ્રોડ્યૂસર: આમિર ખાન, કિરણ રાવ, આકાશ તાવલા, સંજય કુટ્ટી, બી.શ્રીનિવાસ રાવ

શું છે ખાસ? પર્ફોમન્સ, ડાયરેક્શન

શું છે બકવાસ? સેકન્ડ હાફના કેટલાક સિન્સ થોડા નબળા છે

કેટલા સ્ટાર? 4

પ્લોટ

પ્લોટ

વડોદરામાં રહેતી 15 વર્ષીય ઇન્સિયાને ફેમસ સિંગર બનવાની ઇચ્છા છે. તેની માતા નજમા(મેહેર વિજ) પોતાની પુત્રીના સપના પૂરા કરવા માંગે છે. પંરતુ ઇન્સિયાના પિતા ખૂબ કડક અને રૂઢિચુસ્ત છે. આવા વાતાવરણમાં પણ ઇન્સિયા અને તેની માતા તેના પિતા આસપાસ ન હોય ત્યારે થોડું મનોરંજન કરી લે છે. પોતાની માતાના સૂચનથી ઇન્સિયા ઇન્ટરનેટ પર પોતાના સિંગિગ વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરે છે અને પોતાનું નામ રાખે છે સિક્રેટ સુપરસ્ટાર. તે બુરખો પહેરીને સિંગિગ વીડિયો પોસ્ટ કરે છે, જેથી તેની ઓળખાણ છતી ન થાય. તેના વીડિયો વાયરલ થાય છે અને તે મ્યૂઝિક ડાયરેક્ટર શક્તિ કુમાર(આમિર ખાન)ના ધ્યાનમાં આવે છે. શું ઇન્સિયા પોતાના પિતાના વિરોધ અને ડરને ઓવરકમ કરીને સફળતાની સીડી પર પગલું ભરી શકશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

'સિક્રેટ સુપરસ્ટાર'નો પ્લોટ ટ્રાઇડ અને ટેસ્ટેડ પ્લોટ છે. પરંતુ ડાયરેક્ટર અદ્વૈત ચંદનનો ફ્રેશ ટચ ફિલ્મને મજેદાર બનાવે છે. ફિલ્મનો દરેક સિન તમને જણાવશે કે, આ ડાયરેક્ટર સાહેબની ટ્રેનિંગ મિ.પરફેક્શનિસ્ટ આમિર ખાનના હાથ નીચે થઇ છે. તેમની ડાયરેક્ટર તરીકેની આ ડેબ્યૂ ફિલ્મ ખરેખર સુંદર છે. આ માત્ર ટીનએજ ઇન્સિયાની સ્ટોરી નથી, આ સમાજને જૂની, રૂઢિવાદી અને બિનજરૂરી વિચારસરણીમાંથી ફ્રી થઇ પોતાના સપનાંને સાકાર કરવાની પ્રેરણા આપતી ફિલ્મ છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

'દંગલ'માં ટફ છોકરીનો નાનકડો રોલ ભજવનાર ઝાયરા વસીમ આ ફિલ્મમાં અત્યંત સુંદર લાગે છે અને તેની એક્ટિંગ પણ વખાણવાલાયક છે. સેલ્ફ-ઓબસેસ્ડ, ભડકીલા કપડામાં સજ્જ મ્યૂઝિક ડાયરેક્ટરના રોલમાં આમિર ખાન અત્યંત રમૂજી છતાં ઇમ્પ્રેસિવ લાગે છે. ફિલ્મની લીડ એક્ટર ઝાયરા છે અને આમિરે એને પૂરતી સ્પોટલાઇટ આપી છે. ઝાયરાની માતાના રોલમાં જોવા મળતી મેહેર વિજને 'બજરંગી ભાઇજાન'માં મુન્નીની માતા તરીકે ખાસ સ્ક્રિન સ્પેસ નહોતી મળી, પરંતુ આ ફિલ્મમાં તેને સારી તક મળી છે. તેમની એક્ટિંગ આઉટસ્ટેન્ડિંગ છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

અનિલ મહેતાની સિનેમેટોગ્રાફી યોગ્ય છે. ઇન્ટરવલ બાદ થોડી અમુક સિન કાચા પડે છે, જે ખામી સુધારી શકાઇ હોત. આ ફિલ્મના સોંગ્સ અર્થસભર છે, પરંતુ ખાસ લોકોના મોઢે ચડે એવા નથી.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મની વાર્તા અને પાત્રો સાથે દર્શકો ઇમોશનલી કનેક્ટ થઇ શકે છે, ફિલ્મ જોતાં તમને લાગશે જાણે તમે પણ ઇન્સિયાની જ દુનિયાનો એક ભાગ છો. સંવેદનશીલ અને મનોરંજક ફિલ્મ તરીકે સિક્રેટ સુપરસ્ટાર તમારા મનમાં એક સિક્રેટ જગ્યા ચોક્કસ બનાવી લેશે.

English summary
Secret Superstar movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Secret Superstar in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.