Movie Review: વાર્તા છે શુભ મંગલ, પરંતુ ક્લાઇમેક્સથી સાવધાન!

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ: શુભ મંગલ સાવધાન

સ્ટારકાસ્ટ: આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર

ડાયરેક્ટર: આર.એસ.પ્રસન્ના

પ્રોડ્યૂસર: આનંદ એલ. રાય, ક્રિશિકા લુલ્લા

લેખક: હિતેશ કેવલ્ય

પ્લસ પોઇન્ટ: પર્ફોમન્સ, કોનસેપ્ટ, ડાયલોગ

માઇનસ પોઇન્ટ: નબળો ક્લાઇમેક્સ

કેટલા સ્ટાર: 2.5

પ્લોટ

પ્લોટ

મુદિત(આયુષ્માન ખુરાના) અને સુગંધા(ભૂમિ પેડનેકર) એકબીજાને પસંદ કરે છે, પરંતુ બેમાંથી કોઇ પોતાના મનની વાત બીજાને જણાવવા તૈયાર નથી. આખરે મુદિત હિંમત કરી સુગંધાને પ્રપોઝ કરે છે અને બંનેના પરિવારજનોની સંમતિથી તેમની સગાઇ થાય છે. પ્રેમમાં ગળાડૂબ આ કપલને થોડા દિવસો પછી આવનારી મુશ્કેલી અંગે જાણ થાય છે. લગ્નની આગલી રાત્રે મુદિતને ખ્યાલ આવે છે કે, કોઇક કારણસર તે સુગંધા સાથે સંબંધ બાંધી શકતો નથી. આ મુદ્દાને ખૂબ સમજદારીપૂર્વક અને રમૂજી રીતે રજૂ કરવામાં આવ્યો છે. મુદિત પોતાની આ મેડિકલ કન્ડિશનને ઓવરકમ કરી પોતાના પ્રેમને પામવા સંઘર્ષ કરતો જોવા મળે છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

'શુભ મંગલ સાવધાન' એ તમિલ ફિલ્મ 'કલ્યાણા સામાયલ સાધમ'ની રિમેક છે, બંને ફિલ્મોના ડાયરેક્ટર આર.એસ.પ્રસન્ના જ છે. આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ એ છે કે, વિષય સંવેદનશીલ હોવા છતાં ફિલ્મ જોતી વખતે તમને ક્યાંય અસ્થિરતા કે વલ્ગારિટી નહીં અનુભવાય. ડાયરેક્ટરે પુરૂષોના આ પ્રોબ્લેમને હળવી રીતે અને ઘણી રમુજી રીતે રજૂ કર્યો છે. પરંતુ ફિલ્મના સેકન્ડ હાફમાં જાણે ડાયરેક્ટરના હોડી ફંટાઇ જાય છે. સેકન્ડ હાફમાં દર્શકોને ઘણા એવા પ્રિ-મેચ્યોર ઝાટકા મળે છે, જે વાર્તામાં બિલકુલ ફિટ નથી બેસતા. ફિલ્મની શરૂઆત ઘણી સુંદર છે, જ્યારે ક્લાઇમેક્સમાં અનેક ગોટાળા વળ્યા હોય એવું લાગે છે. નબળા ક્લાઇમેક્સને કારણે ફિલ્મનો ઉત્સાહ જળાવાઇ નથી રહેતો.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

આયુષ્માન ખુરાના મુદિતના પાત્રમાં એકદમ પરફેક્ટ લાગે છે અને તેણે ફિલ્મમાં પોતાનો એક અલગ ચાર્મ ઉમેર્યો છે. દરેક પ્રકારના સિનમાં આયુષ્માનની એક્ટિંગ વખાણવા યોગ્ય છે. ભૂમિ પેડનેકરે પણ પોતાની એક્ટિંગ દ્વારા ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે આ ઇન્ડસ્ટ્રીની પ્રોમિસિંગ એક્ટ્રેસિસમાંની એક છે. આયુષ્માન અને ભૂમિની કેમેસ્ટ્રી પણ લાજવાબ છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

અનુજ રાકેશ ધવનની સિનેમેટોગ્રાફી ચોક્સાઇભરી અને સિમ્પલ છે અને ફિલ્મની થિમ સાથે મેળ ખાય છે. સેકન્ડ હાફમાં નિનાદ ખાનોલકરે એડિટિંગ પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી. હિતેશ કેવલ્યના રમૂજી ડાયલોગ્ય ખરેખર વખાણવા યોગ્ય છે. આ ફિલ્મના ગીતો અર્થસભર હોવા છતાં દર્શકોને ખાસ મોઢે ચડે એવા નથી. 'રોકેટ સૈંયા' સિવાય કોઇ ગીતના શબ્દો કદાચ દર્શકોને યાદ નહીં રહે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

'શુભ મંગલ સવાધન'ના ફની ડાયલોગ્સ, અલગ વિષય અને સારી એક્ટિંગને કારણે ફિલ્મ દર્શકોને આકર્ષશે, પરંતુ ક્લાઇમેક્સ નિરાશ કરી શકે છે. જો કે, બોલિવૂડની દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો કરતાં આ ઘણી અલગ છે અને વિષય નવીન છે, આથી ફિલ્મ જોવાનો પસ્તાવો નહીં થાય.

English summary
Read the movie review, plot and ratings of the film Shubh Mangal Savdhan in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.