For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : રુઆંટા ઊભા કરતી ધ ઍટૅક્સ ઑફ 26/11

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ધ ઍટૅક્સ ઑફ 26/11
કલાકારો : નાના પાટેકર, રાજીવ જાયસવાલ, અતુલ કુલકર્ણી
દિગ્દર્શક : રામ ગોપાલ વર્મા
નિર્માતાઓ : રામ ગોપાલ વર્મા, પરાગ સંઘવી
સંગીત દિગ્દર્શકો : રોશની દલાલ, અમર મોહલી, વિશાલ આર. ખોશલા, સુશીલ આર. ખોસલા

26મી નવેમ્બર, 2008 એક એવો દિવસ હતો કે જે દિવસે આખો દેશ હચમચી ઉઠ્યો હતો. આજે પણ આ દિવસ યાદ કરી મુંબઈ શહેર ધ્રુજી ઉઠે છે. આ જ દિવસે કેટલાંક પાકિસ્તાની આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે ભારતમાં આવી મુંબઈ શહેરમાં આતંકવાદી હુમલો કર્યો હતો કે જેમાં અનેક લોકોના મોત થયા હતાં અને અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. આ ઘટનાના પાંચ વર્ષ બાદ બૉલીવુડ દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ આ બનાવ પર આધારિત એક ફિલ્મનું નિર્માણ કર્યું છે કે જેનું શીર્ષક છે ધ ઍટૅક્સ ઑફ 26/11. આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે. ફિલ્મમાં નાના પાટેકર અને સંજીવ જયસવાલ મુખ્ય ભૂમિકાઓમાં છે.

the-attacks-of-26-11

વાર્તા : ધ ઍટૅક્સ ઑફ 26/11 ફિલ્મની વાર્તા નવેમ્બર, 2008માં મુંબઈ થયેલ આતંકવાદી હુમલા પર આધારિત છે. ફિલ્મમાં નાના પાટેકર, સંજીવ જયસવાલ અને અતુલ કુલકર્ણી મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્માં તે દિવસે બનેલ બનાવોને વિસ્તૃત રીતે વર્ણિત કરાયું છે કે જ્યારે પાકિસ્તાનથી 9 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ભારતમાં પ્રવેશ કરે છે કે જેમાં અજમલ કસાબ પણ હતો. આ 9 આતંકવાદીઓ મળી 60 કલાકમાં મુંબઈમાં એક એવો આતંકવાદી હુમલો કરે છે કે જેથી આખું મુંબઈ શહેર ધ્રુજી ઉઠે છે. ફિલ્મમાં અનેક પ્રસંગોનો ઉલ્લેખ કરાયો છે. ફિલ્મમાં મુખ્યત્વે અજમલ કસાબનું જીવન દર્શાવાયું છે. ફિલ્મમાં બતાવાયું છે કે કઈ રીતે અજમલ કસાબ સહિત 9 આતંકવાદીઓ ભારતમાં આવે છે અને કઈ રીતે પુણેની જેલમાં તેમને બંધ કરાય છે.

અભિનય : નાના પાટેકર જેમ કે સૌ જાણે છે દરેક પ્રકારની ભૂમિકામાં બહેતરીન એક્ટિંગ કરે છે. આ વખતે પણ નાનાએ પોતાની એક્ટિંગનું બહેતરીન પ્રદર્શન કર્યું છે. સાથે જ સંજીવ જયસવાલ કે જેમની આ પ્રથમ ફિલ્મ છે, તેમણે પણ પુરતા પ્રયત્નો કર્યાં છે કે તેઓ અજમલ કસાબના પાત્ર સાથે પોતે ન્યાય કરી શકે. ફિલ્મમાં 26/11 સાથે સંકળાયેલ દરેક બનાવને બહેતરીન રીતે રજૂ કરાયો છે. અનેક સીન એવા છે કે જે જોઈ આપના રુઆંટા પણ ઊભા થઈ જશે.

English summary
The Attacks of 26/11, that stars Nana Patekar and Sanjeev Jaiswal in the leads is based on terror attack happened on 26 November, 2008. This day made global headlines for the cruel, callous killings in Mumbai, carried out by a few Pakistani beasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X