For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

War મૂવી રિવ્યુઃ વૉરની જાન છે ઋતિક રોશન, ટાઈગર શ્રોફનું બેસ્ટ પર્ફોર્મન્સ

ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની વૉરમાં એક્શન સાથે કહાની પણ છે. બે મોટા એક્શ સ્ટાર ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ કહાનીમાં લપેટાયેલી એક્શન ફિલ્મ લઈને આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

Rating:
3.0/5
Star Cast: ઋતિક રોશન, ટાઈગર શ્રોફ, આશુતોષ રાણા, વાણી કપૂર, અનુપ્રિયા ગોયનકા
Director: સિદ્ધાર્થ આનંદ

હાલમાં કરોડોની કિંમતે હિંદી સિનેમામાં એક્શન ફિલ્મો બનાવવામાં આવી રહી છે. પછી તેના પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. થિયેટરોમાં આવ્યા બાદ હિંદી સિનેમાની એક્શન ફિલ્મોની કહાની બેક સીટ પર બેઠેલી મળે તો દર્શકો થિયેટરની બહાર. પરંતુ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની વૉરમાં એક્શન સાથે કહાની પણ છે. બે મોટા એક્શન સ્ટાર ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ કહાનીમાં લપેટાયેલી એક્શન ફિલ્મ લઈને આવ્યા છે. ઋતિક રોશન અને ટાઈગર શ્રોફના સ્ટારડમને એક સાથે એક ફ્રેમમાં રાખવાનુ જોખમ ઉઠાવ્યુ છે નિર્દેશક સિદ્ધાર્થ આનંદ અને નિર્માતા આદિત્ય ચોપડાએ. દુનિયામાં કોઈ નંબર 1 નથી રહેતુ કોઈને કોઈનાથી હારે છે. વૉરમાં ઋતિક રોશન પોતાના ડાયલૉગને ખોટા સાબિત કરતા જોવા મળે છે. આખી કહાનીની આત્મા બને છે ઋતિક રોશન. કહાનીમાં શરૂઆતથી લઈને અંત સુધી ઋતિક રોશન બૉસ તો ટાઈગર શિષ્ય તરીકે તેમની પાછળ ઉભા છે. ગાંધી જયંતિના પ્રસંગે વૉર ગાંધીના અહિંસાનો પાઠ નથી. પરંતુ દેશને બચાવવા માટે હિંસાને યોગ્ય ગણાવી રહ્યુ છે.

ગદ્દારી અને દેશભક્તિની કહાની

ગદ્દારી અને દેશભક્તિની કહાની

ફિલ્મની કહાની એક ભારતીય જવાન કબીર (ઋતિક રોશન) પર આધારિત છે જે એક સ્પેશિયલ એજન્ટ તરીકે કામ કરે છે. અચાનકથી કબીર આતંકવાદીઓને મારવાની જગ્યએ દેશના અમુક પ્રખ્યાત લોકોને મારવાની જંગ છેડી દે છે. કબીરના શિષ્ય અને સ્પેશિયલ એજન્ટ ખાલિદ (ટાઈગર શ્રોફ)ને કબીરને પકડવાનુ મિશન મળે છે. આ રીતે શરૂ થાય છે દેશભક્તિ અને ગદ્દારીની કહાની. ખાલિદના પિતા પર ગદ્દારીનો ડાઘ છે. પોતાના પરિવાર પર લાગેલા દેશદ્રોહીના કલંકને મિટાવવા માટે તે જવાન બને છે. કહાનીની શરૂઆતમાં તમે જોશો કે કબીરને ગદ્દારોથી નફરત છે. પરંતુ ગદ્દારોથી નફરત કરનાર કબીર પોતે કેમ ગદ્દાર બની જાય છે. આ છે વૉર પાછળનુ અસલી કારણ. એક્શન સાથે ટાઈગર-ઋતિકની હાજરીનો ભરપૂર ઉપયોગ સ્ક્રીનપ્લેમાં થયો છે. જો કે કહાની ક્યારે અને કેવી રીતે કોઈ બીજા દેશમાં જંપ કરે છે આના પર નજર જરૂર જાય છે. એક્શન સીનથી કહાનીને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. વળી, ઈન્ટરવલ બાદ કહાનીની અંદર નવી કહાની, મિશનની અંદર એક નવુ મિશન તમારા દિમાગને સંપૂર્ણપણે બાંધી લે છે. પછી આવે છે ક્લાઈમેક્સની અંદર નવુ ક્લાઈમેક્સ. છેલ્લી 20 મિનિટ ફિલ્મ એટલી ઝડપથી ભાગે છે કે કહાની વહેલી અંત સુધી પહોંચી જાય છે. વધુ સસ્પેન્સ રાખી શકાયુ હોત.

એક્શન ફિલ્મની સૌથી મોટી યુએસપી

એક્શન ફિલ્મની સૌથી મોટી યુએસપી

વૉરનું પ્રમોશન એ આધારે થયુ છે કે આ મિશન ઈમ્પોસિબલ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસા સ્તરનુ છે. હૉલિવુડના ચાર એક્શન ડાયરેક્ટરે મળીને એક્શન કોરિયોગ્રાફ કર્યુ છે. હૉલિવુડ ફિલ્મોની એક્શનમાં જે રીતે સ્માર્ટ વર્ક દેખાય છે. તે અહીં પણ છે. જ્યાં માત્ર હાથપગનો ઉપયોગ કરીને સ્ટંટ કરવામાં આવ્યુ પરંતુ દિમાગથી ઋતિક અને ટાઈગરની એક્શન કોરિયાગ્રાફ કરવામાં આવી છે. ઋતિક-ટાઈગરના ફાઈટ સીન સાથે હેલીકોપ્ટર સીનનો બનાવટી સેટઅપ જોવા મળે છે. ઋતિક-ટાઈગરન હાજરીથી આના પર જલ્દી નજર નથી પડતી. બેકગ્રાઉન્ડ સ્કોર સાથે એક્શન સીન સ્ક્રીન પર બોલતા દેખાય છે. 2014માં રિલીઝ થયેલી બેંગ બેંગ બાદ ઋતિકને એક્શન કરતા જોવો વિઝ્યુઅલ ટ્રીટ છે. એક્શન હીરો તરીકે ટાઈગર શ્રોફે પણ પોતાને એક વાર સાબિત કર્યો છે. ઉણપ એ વાતની છે કે ટાઈગરના સીન ઋતિકથી ઓછા રાખવામાં આવ્યા છે. એક્શન સીનમાં ઋતિકને નિર્દેશકે ટાઈગરથી એક સ્તર ઉપર રાખ્યા છે. ટાઈગરને સ્ક્રીન પર એક્શન કરતા જોવાને દર્શકો ટેવાઈ ગયા છે. ઋતિક એવામાં પોતાની ધૂંધળી પડેલી એક્શન હીરોની ઈમેજ પર વૉરથી બધી પરત હટાવવામાં સફળ રહ્યા છે. બોલિવુડના બે એક્શન હીરોને એક સાથે એક ફ્રેમમાં એક્શન કરતા જોવા વૉરની સૌથી મોટી યુએસપી છે. અહીં એક્શનમાં પણ નિર્દેશકે ઘણા સીનમાં ઋતિકને ગુરુ અને ટાઈગરને તેમનો શિષ્ય બતાવવામાં આવ્યો છે. એવા ઘણા એક્શન સીન ડિઝાઈન કરવામાં આવ્યા છે. જ્યાં ઋતિક તરીકે સીનિયર એક્ટર હોવાનો પૂરો ફાયદો મળ્યો છે.

આ પણ વાંચોઃ મીરાની ઉંમર વિશે શાહીદે કહ્યુ, મા બનતી વખતે પોતે જ પોતાના બાળપણમાંથી નીકળી રહી હતીઆ પણ વાંચોઃ મીરાની ઉંમર વિશે શાહીદે કહ્યુ, મા બનતી વખતે પોતે જ પોતાના બાળપણમાંથી નીકળી રહી હતી

અભિનય

અભિનય

ઋતિક રોશને કબીરની ભૂમિકામાં પોતાના ચહેરોથી એવા ભાવ આપ્યા છે. જેને ડાયલૉગની જરૂરત નથી. ઘણા એવી સીન છે જ્યાં તેમના ચહેરાના ભાવ એક વાર ફરીથી આ સાબિત કરે છે કે માત્ર એક્શન અને ડાંસ નહિ અભિનય પણ તેમની ઓળખ છે. સાથે જ પોતાના અવાજ સાથે થોડો ફેરફાર કર્યો છે. તેમની આંખના ક્લોઝઅપ અને ચહેરાના હાવભાવને બતાવવા જેવા ઘણા એવા સીન છે જેમાં ઋતિકે લગભગ 45 મિનિટનો મેકઅપ કર્યો છે. સાથે જ પોતાના અવાજ સાથે થોડો ફેરફાર કર્યો છે. તેમની આંખના ક્લોઝઅપ અને ચહેરાના હાવભાવને બતાવવા જેવા એવા ઘણા સીન છે જેમાં ઋતિક ઉભરીને સ્ક્રીન પર દેખાય છે. ઋતિકની સામે ટાઈગર ઘણી સીનમાં નબળો દેખાય છે. જો કે ટાઈગરી ગઈ ફિલ્મોના મુકાબલે એક્ટર તરીતે તેમનુ આ બેસ્ટ પર્ફોર્મન્સ ફિલ્મ છે. પરંતુ યાદ રહી જાય છે માત્ર ઋતિક રોશન. ક્લાઈમેક્સ સીનમાં ટાઈગરે પોતાના પર્ફોર્મન્સથી ઋતિકને બરાબરીની ટક્કર આપવાની કોશિશ કરી છે. વાણી કપૂર ઘણી વાર પછી પડદા પર આવે છે અને અમુક સીન કરીને જતી રહે છે. સહાયક ભૂમિકામાં તે કહાનીમાં યોગ્ય રીતે ફીટ બેસે છે. આશુતોષ રાણા, અનુપ્રિયા ગોયન્કાની ભૂમિકા કહાનીમાં મજબૂતીથી ટ્રાવેલ કરે છે. બાળ કલાકાર દિશિતા સહગલે યાદગાર પર્ફોર્મન્સ આપ્યુ છે.

નિર્દેશન અને સંગીત

નિર્દેશન અને સંગીત

સિદ્ધાર્થ આનંદ વૉરથી પહેલા ઋતિક સાથે બેંગ બેંગ કરી ચૂક્યા છે. ટાઈગર સાથે તે આગામી ફિલ્મ રેમ્બો પર કામ કરી રહ્યા છે. એવામાં તે બંને સ્ટાર્સની ખૂબીને વૉરમાં પકડવામાં સફળ થયા છે. ટાઈગર અને ઋતિકને એક ફ્રેમમાં લાવનાર એક્શન સીન પણ જબરદસ્ત છે. બરફ પર કાર રેસિંગ, હેલીકોપ્ટર શૉર્ટ, બાઈક રેસિંગ સાથે ક્લાઈમેક્સ સીન વિઝ્યુએલ ટ્રીટ છે. કહાનીની દ્રષ્ટિએ કબીરની ભૂમિકા ઘણી મજબૂત છે. ઘણા એવા સીન છે જ્યાં વીએફએક્સના કામમાં ઉણપ દેખાઈ છે. એટલુ તો નક્કી છે કે ઋતિક માટે કહાની અને એક્શન સીનમાં ટાઈગરથી વધુ સ્ક્રીન સ્પેસ સાથે એક સ્ટેપ વધુ જગ્યા આપવામાં આવી છે. ઋતિકની એન્ટ્રીના સીન જોરદાર છે. પછી ભલે તે આગની આગળની બાઈકની એન્ટ્રી હોય કે પછી ઋતિકનો ઈન્ટ્રોડક્શન સીન. દરેક સીનમાં ઋતિકને જામે છે. ઋતિકના ઘણા એવા સીન છે જે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સાથે આ ગયા હીરો વાળી ફીલ આપે છે. કહાનીમાં દેશભક્તિનો રંગ છે તો એક જવાનની હિંમત પણ. અમુક ડાયલૉગ કાનમાં ફૂંક મારીને તમારી દિમાગ પર જોર આપે છે. નિર્દેશક સિદ્ધાર્થ રસપ્રદ કહાની, દમદાર એક્શન વચ્ચે ઋતિક અને ટાઈગરની સ્ટાર ઈમેજને સંભાળવામાં સફળ થયા છે. ઋતિક અને ટાઈગરને એક સાથે જય જય શિવશંકર ગીત પર ડાંસ કરતા જોવા ફેન્સ માટે ઉત્સાહિત કરનારુ છે. ઘુંઘરુ ગીત રિલેક્સ થવાનો મોકો આપે છે. વિશાલ શેખરનું સંગીત કહાનીમાં રંગ ભરે છે.

જોવી કે ન જોવી

જોવી કે ન જોવી

ઋતિક અને ટાઈગરને એક સાથે સ્ક્રીન પર જોવાનો મોકો ન ગુમાવવો જોઈએ. ઋતિક રોશને ફરીથી સાબિત કરી દીધુ છે કે એક્શન સાથે અભિનયની વાત આવે ત્યારે તે વન મેન આર્મી છે. ટાઈગર શ્રોફ ફરીથી પોતાને એક્શન સ્ટાર તરીકે સેટ કરીને જોવા મળ્યા છે. વન ઈન્ડિયા તરફથી આ ફિલ્મને 3 સ્ટાર.

English summary
War Movie Review Hrithik roshan and tiger shroff must watch for action and Hrithk roshan best performance.Here read full detail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X