• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિવ્યૂ : આ ઝંજીરમાં અમિતાભને શોધશો... તો મુશ્કિલ હોગી!

|

મુંબઈ, 6 સપ્ટેમ્બર : અપૂર્વ લાખિયાની ફિલ્મ ઝંજીર આજે મોટા પડદે રિલીઝ થઈ રહી છે. જોકે જ્યારથી ફિલ્મ શરૂ થઈ, ત્યારથી એક જ વાત થાય છે કે આ અમિતાભ બચ્ચનની 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ઝંજીરની રીમેક છે, પરંતુ ફિલ્મો જાયા બાદ કદાચ લોકોની ગેરસમજણ દૂર થઈ જશે. જંજીર ફિલ્મનું માત્ર નામ જૂની ઝંજીરથી મળતું આવે છે. ઉપરાંત કેટલાંક સીન્સ તથા પાત્રોના નામો છે કે જે જૂની ઝંજીરમાંથી કૉપી કરાયાં છે, પરંતુ ફિલ્મની વાર્તા અથવા તેને સ્ક્રીન ઉપર દર્શાવવાની રીત બધુ અલગ છે. રામ ચરણ તેજાએ ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી છે અને તેમનામાં ઍંગ્રી યંગ મૅનના તમામ લુક્સ પણ જોવા મળ્યાં. પ્રિયંકા ચોપરા ફિલ્મમાં માત્ર શોપીસ જેમ રખાયાં છે. તેમનીપાસે વધુ કંઈ કરવા માટે નહોતું.

ઝંજીર ફિલ્મમાં ગીતો પણ કંઈ ખાસ નથી. રામ ચરણના લુક્સ સમ્પૂર્ણ રીતે સાઉથના સુપરસ્ટારના જ લાગ્યાં. તેમને જોઈ એમ જ લાગ્યું કે કાં તો દિગ્દર્શકે તેમના લુક્સ ઉપર વધુ ધ્યાન નથી આપ્યું અથવા રામ સાઉથની જ ફિલ્મોમાં ફિટ થાય છે. બૉલીવુડ માટે એક્ટરના ચેહરા પર જે ચાર્મ હોવું જોઇએ, તે ક્યાંયકને ક્યાંક રામ ચરણ તેજાના ચહેરા ઉપરથી ગાયબ છે. રામે ઝંજીર ફિલ્મમાં ખૂબ જ શ્રેષ્ઠ સ્ટંટ તેમજ એક્શન સીક્વંસ આપ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક એક્શનનો ઓવરડોઝ થઈ ગયો લાગે છે. જોકે ઝંજીર જોતી વખતે અનેક વાર અમિતાભ બચ્ચનની છબી પણ આંખો સામે ઉપસી આવે છે, પણ રામ ચરણ તેજા સાથે અમિતાભની સરખામણી કરવાનો મતલબ હશે ફિલ્મને નકારી દેવી.

પ્રિયંકા ચોપરા ફિલ્મમાં પણ પ્રિયંકા ચોપરા જ લાગ્યાં છે. ક્યાંયથી પણ તેઓ માલાના પાત્રમાં ઢળતાં નથી દેખાતાં. ક્યાંક-ક્યાંક વગર કારણે સીન્સ અને રોમાંસનો ઉપયોગ કરાયો છે. તેના વગર પણ ફિલ્મ બની શકી હોત. ઉપરાંત વિજય તથા શેરા એટલે કે સંજય દત્ત વચ્ચે કેટલાંક સીન્સ ખૂબ જ બહેતરીન હતાં. પ્રકાશ રાજે હંમેશા મુજબ પોતાની વિલનની એક્ટિંગ દ્વારા હસાવ્યાં પણ અને ગુસ્સો પણ અપાવ્યો. માહી ગિલ પણ ફિલ્મમાં વગર કારણે જ યૂઝ કરાયાં છે.

આવો તસવીરો સાથે જાણીએ ફિલ્મ ઝંજીર વિશે વઘુ વિગતો :

વિજય એટલે ઍંગ્રી યંગ મૅન

વિજય એટલે ઍંગ્રી યંગ મૅન

વિજય (રામ ચરણ તેજા) એક ખૂબ જ ગુસ્સાવાળો તથા સ્ટ્રિક્ટ પોલીસવાળો છે. વિજયના ગુસ્સાના કારણે તેના અનેક ટ્રાંસફર થઈ ચુક્યાં છે. અંતે તેનું ટ્રાંસફર મુંબઈ થાય છે કે જ્યાં તેજા (પ્રકાશ રાજ)નો ઑયલ માફિયાનો બિઝનેસ ચાલે છે. વિજય આ ઑયલ માફિયને ખતમ કરવાનું પ્રણ લે છે.

માલા જોઈ જાય છે ખૂન

માલા જોઈ જાય છે ખૂન

માલા (પ્રિયંકા ચોપરા) એક એનઆરઆઈ છે કે જે પોતાની એક ફેસબ્રુક ફ્રેન્ડના લગ્ન સમારંભમાં ન્યુયૉર્કથી મુંબઈ આવે છે. તે જ દરમિયાન એક પેટ્રોલ પંપ પાસે થયેલ એક મર્ડર માલા જોઈ જાય છે. તે પોલીસને ફોન કરી મર્ડર અંગે માહિતી આપે છે.

વિજય મળે છે માલાને

વિજય મળે છે માલાને

વિજયને ખબર છે કે આખરે પોલીસને ફોન કોમે કર્યો હતો. માલાનું સરનામુ મેળવી તે હોટેલમાં આવી માળાને મળે છે અને તેને મદદ કરવા અંગે કહે છે. માલા પહેલા ઇનકાર કરે છે, પરંતુ પછી તે પોલીસ સાથે મળી ગુનેગારને પકડાવવામાં મદદ કરે છે. વિજય માલાને પોતાના ઘરે જ રહેવા કહે છે, કારણ કે ગુંડા માળાને મારવાની કોશિશ કરે છે.

તેજા સાથે વિજયની દુશ્મનાવટ

તેજા સાથે વિજયની દુશ્મનાવટ

તેજા કોઈ રીતે ચાલાકીથી વિજયને સસ્પેંડ કરાવી દે છે અને પછી વિજય તેને સમ્પૂર્ણપણે બર્બાદ કરવાનું નક્કી કરી લે છે. અંતે વિજયને એમ પણ જાણવા મળે છે કે બાળપણમાં જે માણસે તેના માતા-પિતાની હત્યા કરી હતી, તે તેજા જ હતો અને તે તેજાને મારી નાંખે છે.

વિજય-માલાનો રોમાંસ

વિજય-માલાનો રોમાંસ

વિજયના ઘરે રહેતા માલા અને વિજય એક-બીજાને પ્રેમ કરવા લાગે છે. માલા વિજયના એકલવાયાપણાને દૂર કરવા માટે તેની નજીક આવે છે. ફિલ્મમાં બંને વચ્ચે અનેક રોમાંટિક સીક્વંસ શૂટ કરાયાં છે.

English summary
Zanjeer movie, starring Ram Charan and Priyanka Chopra are in lead role, is not a remake of Amitabh Bachchan's 1973 release Zanjeer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more