સુશાંતની બહેન પ્રિયંકા સામે રિયા ચક્રવર્તીએ નોંધાવી ફરિયાદ, છેતરપિંડીનો આરોપ
સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સામે રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલિસ સામે ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સામે રિયા ચક્રવર્તીએ મુંબઈ પોલિસ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રિયંકા સાથે આરએમએલ, દિલ્લીના ડૉક્ટર તુણ કુમારનુ નામ પણ ફરિયાદમાં છે. રિયા તરફથી આ ફરિયાદ સુશાંત સિંહ રાજપૂતના નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન સાથે જોડાયેલી છે. આરોપ છે કે પ્રિયંકા, તુણ કુમાર અને અમુક અન્યએ સુશાંતનુ નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવ્યુ છે.

8 જૂને મોકલ્યુ હતુ પ્રિસ્ક્રિપ્શન
રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર, પ્રિયંકા સામે છેતરપિંડી, એનડીપીએસ એક્ટ અને ટેલી મેડિસિન પ્રેકટીસ ગાઈડલાઈન્સ 2020 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 8 જૂને સુશાંત સિંહ રાજપૂતને તેની બહેન પ્રિયંકા સિંહે આરએમએલના ડૉક્ટર તરુણ કુમારનુ નકલી પ્રિસ્ક્રિપ્શન મોકલ્યુ હતુ. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ડૉક્ટર કુમારે પ્રિયંકાના કહેવા પર સુશાંતની તપાસ કર્યા વિના તેમને ડિપ્રેશનની દવાઓ આપી જે કાયદાનુ ઉલ્લંઘન છે. પ્રિસ્ક્રિપ્શન દિલ્લીની ઓપીડીનુ છે જ્યારે સુશાંત એ દિવસે મુંબઈમાં હતા.

ડૉક્ટર પર થયો કેસ
રિયા તરફથી નોંધાવેલ ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે પ્રિસ્ક્રિપ્શન લખનાર ડૉક્ટર તરુણ કુમાર વ્યવસાયે કાર્ડેયોલોજિસ્ટ છે અને તેમણે ડિપ્રેશનની દવાઓનુ નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને આપ્યુ. રિયાએ પોલિસને સુશાંતની બહેન પ્રિયંકા અને ડૉક્ટર તરુણ કુમાર સામે કેસ નોંધવાની કાર્યવાહીની માંગ કરી છે. રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનશિંદેએ કહ્યુ કે સુશાંતની બહેન પ્રિયંકાએ દિલ્લીથી મેસેજ પર પ્રિસ્ક્રિપ્શન મોકલ્યુ હતુ. જેના માટે ડૉક્ટરે સુશાંતને જોયો નહોતો.

સુશાંતના પરિવારે રિયા પર લગાવ્યા છે આરોપ
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યા હતા. અત્યાર સુધી મળેલી તપાસ મુજબ તેમણે આત્મહત્યા કરી હતી. તેમના મોતને લગભગ એક મહિના બાદ પરિવાર તરફથી અભિનેતાના ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા અને એફઆઈઆર નોંધાવવામાં આવી. ત્યારબાદ આ કેસમાં પહેલા ઈડી પછી સીબીઆઈ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ તપાસ કરી રહ્યુ છે. વળી, રિયા તરફથી પણ ઘણા પ્રકારના આરોપ સુશાંતના પરિવાર પર લગાવવામાં આવ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
