
શું બંધ થઈ રહ્યા છે કાર્ટૂન નેટવર્ક? ટ્વિટર પર ટ્રેન્ડ થયુ 'RIP Cartoon Network', ચેનલે આપી પ્રતિક્રિયા
RIP Cartoon Network: એક સમય હતો જ્યારે આપણે ટૉમ એન્ડ જેરી, સ્કૂબી ડૂ, પાવરપફ ગર્લ્સ જેવા શાનદર કાર્ટૂન જોતા હતા. કાર્ટૂન માટે એક અલગ જ એક્સાઈટમેન્ટ રહેતી. આજના જમાનામાં ભલે ટીવી પર મનોરંજનની ભરમાર હોય પરંતુ એ વખત જેવી વાત નથી રહી. હાલમાં કાર્ટૂન નેટવર્ક બંધ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકોને ઝટકો લાગ્યો છે. આ સમાચાર સાંભળ્યા પછી 'RipCartoonNetwork' ટ્વિટર પર જબરદસ્ત ટ્રેન્ડ થવાનુ શરૂ થઈ ગયુ છે.

ફેન્સને લાગ્યો ઝટકો
ચેનલ કાર્ટૂન નેટવર્ક વિશે વાત કરીએ તો તેણે આપણા બાળપણને યાદગાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પરંતુ જ્યારે ચેનલ વિશે મોટા સમાચાર સામે આવ્યા ત્યારે ચાહકોને મોટો આંચકો લાગ્યો. સમાચાર એ છે કે કાર્ટૂન નેટવર્ક ચેનલમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ. ત્યારબાદથી લોકોએ #RIPcartoonnetwork હેશટેગ સાથે ટ્વિટર પર પોસ્ટ શેર કરવાનુ શરૂ કર્યુ.
|
ભાવુક થયા ફેન્સ
એક સત્તાવાર નિવેદન મુજબ હવે વૉર્નર બ્રધર્સ એનિમેશન અને કાર્ટૂન નેટવર્ક સ્ટુડિયો મર્જ થવા જઈ રહ્યા છે. કાર્ટૂન નેટવર્કના આ વિલીનીકરણના સમાચારથી ચાહકો ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે. એટલુ જ નહિ અહેવાલ છે કે ચેનલના 26% કર્મચારીઓને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.
|
લોકોએ ચેનલને આપી શ્રદ્ધાંજલિ
ટ્વિટર પર #RIPCartoonNetwork ટ્રેન્ડ થયા પછી ચાહકો મૂળ ચેનલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા યુઝર્સે ટ્વીટ કરીને બાળપણને યાદગાર બનાવવા માટે કાર્ટૂન નેટવર્કનો આભાર માન્યો હતો. અનેક લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા.
|
સામે આવ્યુ ચેનલનુ નિવેદન
સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ બાદ હવે કાર્ટૂન નેટવર્ક દ્વારા જ એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. ચેનલે ટ્વીટ કરીને કહ્યુ કે અમે ખતમ નથી થઈ રહ્યા. માત્ર 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અમે ક્યાંય નથી જઈ રહ્યા. તમારા અદ્ભુત કાર્ટૂન હંમેશા તમારા ઘરોમાં રહેશે.
|
ચેનલનુ ફની ટ્વિટ
અન્ય એક ટ્વીટમાં કાર્ટૂન નેટવર્કે આ ટ્રેન્ડનો ફની રીતે જવાબ આપ્યો છે. તેણે ટ્વીટમાં લખ્યુ કે જ્યારે ઈન્ટરનેટ કહે છે કે તમે સમાપ્ત થઈ ગયા છો અને તમે અહીં આવી રીતે બેઠા છો.

26% કર્મચારીઓની છટણી
એબીસી ન્યૂઝના અહેવાલમાં જણાવાયુ છે કે વૉર્નર્સ બ્રધર્સ ટેલીવિઝન ગ્રૂપે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ સ્ક્રિપ્ટેડ, અનસ્ક્રીપ્ટેડ અને એનિમેશનમાં કુલ 125 હોદ્દા માટે 26% કર્મચારીઓની છટણી કરી રહ્યા છે.

અધિકૃત પુષ્ટિ મળી નથી
જો કે, ચેનલ બંધ થવાના સમાચારને હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ નથી. આ સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી સમયમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે દર્શકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.