For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિધનના 28 દિવસ પહેલા ઋષિ કપૂરે કર્યુ હતુ છેલ્લુ ટ્વિટ, જાણો શું લખ્યુ હતુ

ઋષિ કપૂરે 40 વર્ષ સુધી ફિલ્મ જગતમાં કામ કરીને લોકોને પોતાના અભિનયથી આનંદિત કર્યા પરંતુ કેન્સર સામે લડી રહેલ ઋષિ છેવટે જિંદગીની જંગ હારી ગયા.

|
Google Oneindia Gujarati News

ભારતના ફિલ્મ જગતને બહુ મોટો ઝટકો લાગ્યો છે. બે દિવસમાં બૉલિવુડે પોતાના બે સ્ટાર્સને ગુમાવી દીધા છે. બુધવારે અભિનેતા ઈરફાન ખાનનુ નિધન થઈ ગયુ તો ગુરુવારે બૉલિવુડે પોતાનો વધુ એક સ્ટાર ગુમાવી દીધો. જિંદાદિલ અભિનેતા ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધી. 67 વર્ષના બૉલિવુડના હરફનમૌલા ઋષિ કપૂરે 40 વર્ષ સુધી ફિલ્મ જગતમાં કામ કરીને લોકોને પોતાના અભિનયથી આનંદિત કર્યા પરંતુ કેન્સર સામે લડી રહેલ ઋષિ છેવટે જિંદગીની જંગ હારી ગયા.

સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય હતા ઋષિ કપૂર

સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય હતા ઋષિ કપૂર

બૉલિવુડમાં સૌની વચ્ચે લોકપ્રિય રહેતા, સૌની સાથે મળીને રહેતા ઋષિ કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ હતા. પોતાની વાતને બેબાકીથી રાખવી તેમની ઓળખ હતી. ટ્રોલર્સને જવાબ આપવાનુ હોય કે સામાજિક, રાજકીય મુદ્દાઓ પર પોતાનુ મંતવ્ય રાખવાનુ હોય ઋષિ કપૂર ક્યાંય પાછળ નહોતા પડતા. મહાનાયક અમિતાભ બચ્ચનના ખૂબ જ નજીક ગણાતા ઋષિ કપૂર સોશિયલ વર્કમાં ઘણા એક્ટિવ હતા. ટ્વિટ પર એક્ટિવ રહેતા ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહેતા પહેલા 2 એપ્રિલે પોતાની અંતિમ ટ્વિટ લખ્યુ. ટ્વિટર પર તેમના 3.5 મિલિયન ફૉલોઅર્સ છે.

જતા જતા આપી ગયા આ સંદેશ

જતા જતા આપી ગયા આ સંદેશ

ઋષિ કપૂર કોઈ પણ મુદ્દે પોતાની વાત બેબાકીથી રાખવામાં ખચકાતા નહોતા. નાગરિકતા કાયદાથી લઈને કોરોના વાયરસ દરેક મુદ્દે તેમણે પોતાનુ મંતવ્ય કહ્યુ. પોતાની બિમારીના કારણે તે થોડા શાંત જરૂર થઈ ગયા પરંતુ તેમણે જતા જતા પણ દેશવાસીઓ અને પોતાના ફેન્સને સંદેશ આપ્યો. તેમણે પોતાનુ છેલ્લા ટ્વિટ 28 દિવસ પહેલા 2 એપ્રિલે કર્યુ હતુ.

શું લખ્યુ હતુ પોતાના છેલ્લા ટ્વિટમાં

શું લખ્યુ હતુ પોતાના છેલ્લા ટ્વિટમાં

ઋષિ કપૂરે દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ સામેની જંગ લડી રહેલ કોરોના વૉરિયર્સ માટે છેલ્લુ ટ્વિટ લખ્યુ હતુ અને લોકોને તેમનુ સમ્માન કરવાની અપીલ કરી હતી. પોતાના છેલ્લા ટ્વિટમાં ઋષિ કપૂરે કોરોના વાયરસ સામે જંગ લડી રહેલ ડૉક્ટરો અને નર્સ પર થયેલા હુમલા માટે દુઃખ વ્યક્ત કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. ઋષિ કપૂરે લખ્યુ હતુ - 'એક અપીલ સમાજના બધા ભાઈઓ અને બહેનોને...કૃપા કરીને હિંસા, પત્થર ફેંકવા કે હત્યાનો સહારો ન લો. ડૉક્ટર, નર્સ, મેડીકલ સ્ટાફ, પોલિસકર્મી તમને બચાવવા માટે પોતાનુ જીવન જોખમમાં મૂકી રહ્યા છે. આપણે તેમની સાથે મળીને કોરોના વાયરસ સામે યુદ્ધ જીતવાનુ છે. જય હિંદ.'

પીએમ મોદીની કરી પ્રશંસા

પીએમ મોદીની કરી પ્રશંસા

કોરોના સામે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા પગલાની તેમણે પ્રશંસા કરી હતી. પીએમ મોદીની પ્રશંસા કરીને તેમણે લોકોને લૉકડાઉનનુ પાલન કરવા અને તેમનુ સમર્થન કરવાની અપીલ કરી હતી. જો કે તેમના દ્વારા પીએમ મોદીના વાતોનુ સમર્થન કરવા પર અમુક યુઝર્સે ઋષિ કપૂરની મજાક ઉડાવી, જેના પર તેમણે ગુસ્સો પણ કર્યો અને ટ્રોલર્સને પોતાના જવાબથી શાંત કરી દીધો. તેમણે આવા લોકોને અનફૉલો કરવાની ચેતવણ પણ આપી અને લખ્યુ કે દેશ વિશે કોઈ મજાક સહન નહિ થાય.

બૉલિવુડે ગુમાવી દીધા બે સ્ટાર્સ

બૉલિવુડે ગુમાવી દીધા બે સ્ટાર્સ

તમને જણાવી દઈએ કે બુધવારે અભિનેતા ઈરફાન ખાનનુ પણ નિધન થઈ ગયુ. કૉલન ઈન્ફેક્શનના કારણે ઈરફાન ખાનનુ મોત થઈ ગયુ. તે પણ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને 2019માં જ લંડનથી ઈલાજ કરાવીને ભારત પાછા આવ્યા હતા. 24 કલાક બાદ જ અભિનેતા ઋષિ કપૂરનુ નિધન થઈ ગયુ. બે સ્ટાર્સના ગુજરી જવાથી આખુ ફિલ્મ જગત અને દેશ શોકમાં છે.

આ પણ વાંચોઃ મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? શું છે પાકિસ્તાન સાથે સંબંધ?આ પણ વાંચોઃ મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? શું છે પાકિસ્તાન સાથે સંબંધ?

English summary
Rishi Kapoor Last Tweet 28 days before his death, appealed Not to Attack Corona Warriors, fallow lockdown, praise PM Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X