મુનમુન સેનના ચૂંટણી પ્રચારને હોટ બનાવશે રિયા-રાઇમા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ચૂંટણીના ગરમાવા વચ્ચે નેતાગણ દરેક યેનકેન પ્રકારે મતદારોને આકર્ષવામાં લાગેલા છે. આ વખતે દરેક પાર્ટીમાં લગભગમાં બૉલીવુડના કલાકારોને ટિકીટ આપી છે જેમાંથી એક અભિનેત્રી મુનમુન સેન છે. જેમણે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બાંકુડાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મુનમુન આ બંને પ્રચાર માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે. આ વુશે વાત કરતાં મુનમુન સેને કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર એક પડકારભર્યું કામ છે.

તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચારે ના ફક્ત મારું રૂટિન બદલી દિધું છે, મારા ઉંઘવા-જાગવાનો સમય બધુ જ બદલી દિધું છે. આ એક એવી લડાઇ બની ગઇ છે, જ્યાં હું મારી મા, મારી પુત્રી અને મારી જાતને નિરાશ કરી શકતી નથી. કદાચ તમે જોઇ શકતા આ મારા માટે કેટલું મુશ્કેલ છે. અમે કલાકારોનું કામ તો લોકોના મનોરંજન માટે કરતા હોઇએ છીએ. મુનમુન સેને કહ્યું કે મારી બંને પુત્રી રિયા સેન અને રાઇમા સેન પણ ચૂંટણી પ્રચારમાં સામેલ હશે. રિયા-રાઇમાના આવવાથી તેમના ચૂંટણી પ્રચારને વધુ મદદ મળશે એવું વિચારે છે.

riya-raima-to-join-moon-moon-campaign-trailer

મુનમુન સેને આગળ કહ્યું હતું કે 'અમારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ લોકોનું મનોરંજન કરીએ. કારણ કે આ તે જ જનતા છે, જે મને પડદા પર જુએ છે અને પછી ચૂંટણી રેલીઓમાં પણ જુએ છે.'' અત્રે ઉલ્લેખનીય છે કે મુનમુન સેન બંગાળી ફિલ્મોને મશહૂર અને લોકપ્રિય અભિનેત્રી સુચિત્રા સેનની પુત્રી છે, જેનું થોડા મહિના પહેલાં નિધન થઇ ગયું.

મુનમુન અનુસાર તેમના પ્રશંસકોમાં એક નવો પ્રશંસક વર્ગ સામેલ થયો છે. તેમણે કહ્યું હતું કે ''મારા સમર્થકોમાં એક નવો વર્ગ આદિવાસી સમુદાય સામેલ થયો છે. મને તે લોકો પર ગર્વ છે, જે રેલીઓમાં મને સાંભળવા આવે છે. પાર્ટીના નેતા મારી રેલીમાં એકઠી થનાર ભીડને જોઇને ઘણા હેરાન છીએ. મેં અનુભવ્યું છે કે હું પહેલાં તો એક ફિલ્મ કલાકાર છું, ત્યારબાદ કોઇ રાજકીય પાર્ટીની નેતા. મને આશા છે કે પ્રશંસકોની આ સંખ્યા મારા મતદારાઓની સંખ્યા પણ હોય. મુનમુન સેનનો આ વિશ્વાસ કેટલો સાચો સાબિત થાય છે, જો કે હાલ તેમનો ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર છે.

English summary
Former Bollywood actress Moon Moon Sen's daughters Raima and Riya are to join their mother as the Trinamool Congress candidate from the Bankura Lok Sabha constituency goes on poll campaign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X