શર્લિનની કામસૂત્ર 3ડીનો ફર્સ્ટ લુક લૉન્ચ

મુંબઈ, 6 નવેમ્બર : મૉડેલ શર્લિન ચોપરાની પ્રથમ હૉટ ફિલ્મ કામસૂત્ર 3ડી ફર્સ્ટ લુક જાહેર થઈ ગયું છે અને જેવી કે અપેક્ષા હતી, શર્લિન આ ફિલ્મના પોસ્ટરમાં પણ કામણગારી અને બોલ્ડ લાગી રહી છે.

Launching Of Kamasutra 3d

ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલે ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ કર્યું. આ સાથે જ શર્લિન ચોપરાએ ફિલ્મ માટે ફોટોશૂટ પણ કરાવ્યું. તેની તસવીરો પણ જારી કરાઈ છે.

નોંધનીય છે કે કામસૂત્ર ફિલ્મ 3ડીમાં બનશે. ફિલ્મ અંગેની માહિતી પોતે શર્લિને ટ્વિટર ઉપર તાજેતરમાં જ આપી હતી. આ અંગે ફિલ્મના દિગ્દર્શક રૂપેશ પૉલે જણાવ્યું હતું કે શર્લિન બોલ્ડ અને બ્યુટીફુલ છે, પરંતુ વલ્ગર નથી. તેથી તેમણે શર્લિન ચોપરાને ફિલ્મ માટે સાઇન કરી છે. હવે બોલ્ડ પાત્ર માટે બોલ્ડ કલાકાર પણ હોવો જોઇએ.

આપને બતાવી દઇએ કે પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ અને ટ્વિટર પર પોતાની સેક્સ લાઇફ ડિસ્કસ કરનાર શર્લિન માટે આ બહુ મોટી સફળતા છે. આ સફળતા પામી તે બહુ ખુશ છે.

ફિલ્મ સાઇન કર્યાં પછી શર્લિન ખૂબ જ ઉત્સાહિત છે. કહેવાય છે કે તેના માટે તે ન્યુડ થશે અને ગરમાગરમ સીન્સ આપશે. આ ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પૉલ કરવાનાં છે. જેમ કે નામથી જ સ્પષ્ટ છે કે આ ફિ્લ્મ ઘણી બોલ્ડ વિષય પર છે. તેમાં ઘણી વસ્તુઓ એવી હશે કે જે માત્ર પુખ્તો માટે જ હશે.

આ જ સબ્જેક્ટ પર મીરા નાયરે વર્ષ 1996માં કામસૂત્ર ફિલ્મ બનાવી હતી. તેમાં લીડ રોલ રેખાએ કર્યો હતો. ફિલ્મમાં તેઓ સેક્સ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતાં. આ ફિલ્મ અંગે ઘણી વાતો થઈ હતી. લોકોએ આ વાત માટે રેખા અને મીરા નાયર અંગે ઘણું બધું કહ્યું હતું, પરંતુ આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટ તથા આર્ટ સિનેમામાં નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. આ ફિલ્મને ઘણાં ઍવૉર્ડથી સન્માનવામાં આવી હતી. રેખાને પણ આ ફિલ્મ માટે પુરસ્કૃત કરાઈ હતી.

હવે વારો શર્લિન ચોપરાએ આ જ વિષય ઉપર ફિલ્મ સાઇન કરતાં બંને ફિલ્મોની સરખામણી અનાયાસે જ થવાની છે. જોકે શર્લિન રેખા આગળ વામણી છે, પરંતુ આમ છતાં તેને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે અને દરેક રીતે તે આ ફિલ્મ કરવાં તૈયાર છે. તેની હૉટનેસ તેમજ સેક્સ અપીલ રેખા સામે કશું જ નથી. તેથી બંનેની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ છતાંય કામસૂત્ર વિષયે બંનેને સરખામણીના કઠેડે ઊભા કરી નાંખ્યાં છે. એ જોવું હવે રસપ્રદ રહેશે કે આ સબ્જેક્ટ માટે રેખાના વખાણ કરનાર દર્શકો શર્લિનને કયું પુરસ્કાર આપે છે. હાલ તો આ ફિલ્મના નામમાત્રથી જ શર્લિન લોકોની નજરોમાં આવી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X