OMG: સારા અલી ખાન સાથે આ મિસ્ટ્રી મેન છે કોણ?

Written By:
Subscribe to Oneindia News

સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની લાડકી દિકરી સારા અલી ખાન જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હોવાના સમાચારે જોરે પકડ્યું છે. ત્યારે બીજી બાજુ સારા અલી ખાનના લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. હાલમાં જ એક ફેન ક્લબે સારાનાં હોલિડે શોપિંગ અને પાર્ટી કરતાં લેટેસ્ટ ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં છે.

સારા અલી ખાન અત્યંત સુંદર છે, એમાં તો કોઇ શંકા નથી. તેની સાથેના પાર્ટીઝના દરેક ફોટામાં એક મિસ્ટ્રી મેન કોમન છે. નીચેના ફોટોઝ જોઇને તમને ખ્યાલ આવી જ જશે કે આ મિસ્ટ્રી મેન સાથે સારા કેટલી ક્લોઝ છે! બીજી બાજુ સૌફ અલી ખાન પોતાની દિકરીના બોલિવૂડ ડેબ્યૂને લઇને ખૂબ જ ઉત્સાહિત છે. સૈફ અલી ખાને હિંદુસ્તાન ટાઇમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં આ અંગે ખુલીને વાત કરી છે.

સૈફ અલી ખાન છે અત્યંત ઉત્સાહિત

સૈફ અલી ખાન છે અત્યંત ઉત્સાહિત

સારા અલી ખાનના બોલિવૂડ ડેબ્યૂ અંગે વાત કરતાં સૈફ અલી ખાને જણાવ્યું કે, "હું ખૂબ જ ઉત્સાહિત છું. મારી અને સારા વચ્ચે અદભૂત બોન્ડિગ છે. હું તેનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ છું. અમે ઘણી બાબતો પર ચર્ચા કરીએ છીએ. અમે હોલિડે પર ઇટલી ગયા હતા, જ્યાં અમે આર્ટ, લાઇફ અને ફિલ્મો વિશે ઘણી વાતો કરી હતી."

સારાને સૈફની સલાહ

સારાને સૈફની સલાહ

"મેં અને ઘણી બધી સલાહો આપી છે. મેં એને કહ્યું હતું કે, આ સલાહો લખી રાખ અને 10 આજ્ઞાની માફક આનું પાલન કરજે. મેં આટલા વર્ષોમાં જે કંઇ શીખ્યું એ આ છે, હું જ્યારે મુંબઇ આવ્યો ત્યારે તારી મમ્મી(અમૃતા સિંહ)એ પણ મને ઘણું શીખવાડ્યું હતું."

સૈફ ઇચ્છે છે કે સારા હાર્ડ વર્કિંગ બને

સૈફ ઇચ્છે છે કે સારા હાર્ડ વર્કિંગ બને

"પહેલું, બોલતા પહેલાં સાંભળતા શીખો. બોલિવૂડમાં વાતો તો બધા જ કરે છે પરંતુ સાયલન્સ એનાથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ છે. તારે કઇ રીતના એક્ટર બનવું છે, એ નક્કી કર અને એ માટે મહેનત કર."

સારા 2 વર્ષની હતી ત્યારથી તેને એક્ટ્રેસ બનવું છે

સારા 2 વર્ષની હતી ત્યારથી તેને એક્ટ્રેસ બનવું છે

"આ ખૂબ ક્રિએટિવ અને અદભૂત જોબ છે. સારા જે કંઇ પણ શીખી છે એ માટે હું એને બ્લેસિંગ્સ આપું છું. તે 2 વર્ષની હતી ત્યારથી એને એક્ટ્રેસ બનવું છે, પરંતુ મેં તેને પહેલા કોલેજ પૂરી કરવા જણાવ્યું."

સારાએ યુએસમાં થિયેટરમાં કામ કર્યું છે

સારાએ યુએસમાં થિયેટરમાં કામ કર્યું છે

"તેણે યુએસમાં પણ થિયેટર પ્લેમાં કામ કર્યું છે. તે એક્ટિંગને કોઇ સુપરફિશિયલ, ગ્લેમરસ પ્રોફેશન તરીકે ન જોતાં, એક્ટિંગને માણવા માંગે છે. સારાને મારો ફુલ સપોર્ટ અને બ્લેસિંગ્સ મળશે."

હું સારા સાથે વધુ કડક નથી થઇ શકતો

હું સારા સાથે વધુ કડક નથી થઇ શકતો

"સારા અને મારી વચ્ચેનો એજ ગેપ એટલો ખાસ નથી, માટે અમે ઘણી બધી વસ્તુઓ શેર કરી શકીએ છીએ. હું તેની સાથે બહુ કડક નથી થઇ શકતો. અમારી વાતો ઘણી લાંબી ચાલે છે અને હું અમારી લોન્ગ ચેટને એન્જોય કરું છું."

સારાની ડેબ્યૂ ફિલ્મ

સારાની ડેબ્યૂ ફિલ્મ

રિસન્ટ રિપોર્ટને ધ્યાનમાં રાખતાં સારા શાહરૂખ ખાનના પુત્રની સાથે કરણ જોહરની આગામી ફિલ્મમાં ડેબ્યૂ કરે એવી શક્યતા છે. કહેવાઇ રહ્યું છે કે, કરણ જોહર આ બંન્નેના ભવ્ય લોન્ચની તૈયારી કરી રહ્યાં છે. કરણ જોહરે સારાને તેના ડેબ્યૂ માટે થોડી વધારે રાહ જોવાનું જણાવ્યું છે..

English summary
Saif Ali Khan daughter Sara Ali Khan is beautiful like his father and mother, see her recent beautiful pics.
Please Wait while comments are loading...