Pics/Video : શૌહરને બેગમના રૂપમાં જોઈ પેટ પકડીને હસી બેબો
મુંબઈ, 13 મે : આજકાલ બૉલીવુડના નવાબ મિસ્ટર સૈફ અલી ખાન પોતાની આવનાર ફિલ્મ હમશકલ્સને લઈને ખૂબ ચર્ચામાં છે. કારણ એ છે કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન ટ્રિપલ રોલમાં છે. હમશકલ્સ ફિલ્મમાં સૈફ અલી ખાન જ નહીં, પણ રીતેશ દેશમુખ તથા રામ કપૂર પણ ટ્રિપલ રોલમાં છે. આ ફિલ્મ દ્વારા ત્રણે કલાકારો જુદા-જુદા સ્વરૂપે જોવા મળવાનાં છે, તો ત્રણેએ ફિલ્મમાં મહિલાઓનો વેશ પણ ધર્યો છે.
આમ ફિલ્મમાં ત્રણ હીરો ટ્રિપલ રોલ ભજવતા હોવાથી નવ-નવ હીરો જોવા મળશે, તો બીજી બાજુ હીરોઇનોમાં બિપાશા બાસુ, તમન્ના ભાટિયા અને એશા ગુપ્તાનો સમાવેશ થાય છે. આમ જોવા જઇએ તો ત્રણ હીરો અને ત્રણ હીરોઇનોની જોડી બરાબર લાગે છે, પરંતુ આમ છતાં શીર્ષક તો એમ કહે છે કે ફિલ્મમાં નવ હીરો છે અને તેની સામે માત્ર ત્રણ જ હીરોઇનો છે.
સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ હાસ્યથી ભરપૂર ફિલ્મ છે અને સાજિદ ખાને ફિલ્મમાં હાસ્ય લાવવા માટે પોતાના અભિનેતાઓને સુંદર અભિનેત્રીઓમાં તબ્દીલ કર્યાં છે. પ્રોડક્શન ટીમ સાથે જોડાયેલ એક નજીકના સૂત્રે જણાવ્યું - અમે રીતેશને અપના સપના મની મની ફિલ્મમાં મહિલાની ભૂમિકામાં જોઈ ચુક્યાં છે અને હવે તેઓ સૈફ તથા રામ સાથે હમશકલ્સ ફિલ્મમાં ફરીથી આવું જ કરશે.
દરમિયાન હમશકલ્સ ફિલ્મમાં સૈફના મહિલા વેશ અંગે એક રસપ્રદ બાબત સામે આવી રહી છે કે જાણવા માટે ફેરવો સ્લાઇડર :

હસતા રોકી ન શક્યાં કરીના
આ મહિલા વેશ અંગે એક રસપ્રદ બાબત સામે આવી રહી છે. કહે છે કે સૈફ અલી ખાન જ્યોરે પાતની પોશાક પહેરી અને મેક-અપ કરી પોતાની વૅનિટી વૅનમાંથી બહાર નિકળ્યાં, તો કરીના કપૂર પોતાને હસતાં રોકી ન શક્યાં.

સેટ પર સતત કરીના
પ્રોડક્શન ટીમના એક સૂત્રે જણાવ્યું - અમે જ્યારે આ દૃશ્યનું શૂટિંગ કરવાના હતાં, ત્યારે તે દરમિયાન કરીના હમશકલ્સના સેટ પર જ રહ્યાં.

મહિલા તરીકે જોવા ઉત્સુક
કરીના કપૂર પોતાના પતિ સૈફ અલી ખાનને મહિલા તરીકે જોવા અંગે બહુ ઉત્સાહિત હતાં.

પેટ પકડીને હસ્યા કરીના
કરીના કપૂરે પોતાના પતિને મહિલાના વેશમાં જોયાં કે તેઓ પેટ પકડીને હસી પડ્યાં.

આવતા મહીને રિલીઝ
સાજિદ ખાન દિગ્દર્શિત હમશકલ્સ ફિલ્મ આગામી 20મી જૂને રિલીઝ થવાની છે.
માણો ટ્રેલર
હમશકલ્સ ફિલ્મનું ઑફિશિયલ ટ્રેલર માણવા સ્લાઇડર ઉપર ક્લિક કરો.