કલ હો ના હો બાદ હવે હમશકલ્સમાં ગુજ્જુ બૉય બનશે સૈફ
મુંબઈ, 28 એપ્રિલ : બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વાર ગુજ્જુ બૉય તરીકે રૂપેરી પડદે દેખાવાની તૈયારીમાં છે. સૈફ અલી ખાન અગાઉ શાહરુખ ખાન અભિનીત કલ હો ના હો ફિલ્મમાં ગુજરાતી યુવાનની ભૂમિકા ભજવી ચુક્યાં છે અને હવે તેઓ ફરી એક વાર હમશકલ્સ ફિલ્મમાં ગુજરાતી લહેજાનો પ્રયોગ કરવા જઈ રહ્યાં છે.
એક સૂત્રે જણાવ્યું - હમશકલ્સ ફિલ્મમાં સૈફ માત્ર ગુજરાતી બોલતા જ નજરે નહીં પડે, પણ તેમણે ફિલ્મમાં હાસ્યનો તડકો લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. પ્રોડક્શન ટીમ સાથે જોડાયેલ સૂત્રે જણાવ્યું - સૈફને થોડીક વધુ ધારાપ્રવાહ રીતે ગુજરાતી બોલવાનું શીખવુ હતું અને કારણે કે આ મુશ્કેલ કામ નથી, તેથી તેમણે સેટ ઉપર સૌની સાથે ગુજરાતીમાં બોલવાનું શરૂ કરી દીધું.
ચાલો તસવીરો સાથે જાણીએ ફિલ્મ અંગેની વધુ વિગતો :

કલ હો ના કલમાં સૈફ
સૈફ અલી ખાન અગાઉ શાહરુખ ખાન અભિનીત કલ હો ના હો ફિલ્મમાં ગુજરાતી યુવાનની ભૂમિકા ભજવી ચુક્યાં છ.

હમશકલ્સમાં પણ ગુજ્જુ બૉય
હવે સૈફ અલી ખાન ફરી એક વાર હમશકલ્સ ફિલ્મમાં ગુજરાતી લહેજાનો પ્રયોગ કરવા જઈ રહ્યાં છે.

સાજિદ ખાન દિગ્દર્શક
પૂજા એંટરટેનમેંટ એન્ડ ફિલ્મ્સ લિમિટેડ તથા ફૉક્સ સ્ટાર સ્ટુડિયોના સહ-નિર્માણમાં બનનાર હમશકલ્સ ફિલ્મનું દિગ્દર્શન સાજિદ ખાન કરી રહ્યાં છે. સાજિદ અગાઉ હે હિમ્મતવાલા, બેબી, હાઉસફુલ તેમજ હાઉસફુલ 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે.

કૉમેડી ફિલ્મ
હમશકલ્સ ફિલ્મના પોસ્ટરમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર ત્રણેય ટ્રિપલ અવતારમાં દેખાઈ રહ્યાં છે કે જેથી સ્પષ્ટ છે કે હમશકલ્સ કૉમેડી ફિલ્મ હશે.

મૉરેશિયસમાં શૂટિંગ
રામ કપૂર, સૈફ અલી ખાન તેમજ રીતેશ દેશમુખ ત્રણ જુદી-જુદી ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મૉરેશિયસમાં કરવામાં આવ્યું છે.

બિપાશા-એશા-તમન્ના પણ
હમશકલ્સ ફિલ્મમાં બિપાશા બાસુ, એશા ગુપ્તા તથા તમન્ના ભાટિયા પણ છે.












Click it and Unblock the Notifications
